GAU Junior Clerk Recruitment 2025 : ગુજરાત રાજયની ચાર અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ કૃષિ યુનિર્વાર્સટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સટી અને સ૨દા૨ કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી)માં વહિવટી વિભાગમાં (વર્ગ-3) જૂનીયર ક્લાર્કની ૨૨૭ ખાલી જગ્યાઓ પાંચ વર્ષ માટે માસિક ફિકસ પગા૨ ધોરણ ૨૬૦૦૦/-સીધી ભ૨તીથી ભ૨વા માટેની પ્રકિયામાં પસંદગીયાદી તૈયા૨ ક૨વા માટે સ્પર્ધાત્મક પરિક્ષા યોજવાની હોય તો રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અ૨જીપત્રકો મંગાવવામાં આવે છે.અરજી કરવા માટે જરૂરી માહિતી અહી આપેલી છે.ફોર્મ ભરતા પહેલા એકવાર ભરતીની સંપૂર્ણ જાહેરાત વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
જુનિયર ક્લાર્કની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે ઉત્તમ તક રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર કલાર્કની પોસ્ટ માટે ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.ફોર્મ ભરવા માટેની લાયકાત સ્નાતક રાખવામાં આવી છે.આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી માહિતી જેવીકે અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ માં કેટલી જગ્યા છે, અરજી ફી, વય મર્યાદા, ફોર્મ ભરવાની લિંક વગેરે આ આર્ટિકલમાં આપેલી છે.રસ ધરાવતા ઉમેદવારોએ રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી માંથી કોઈપણ એકની સત્તાવાર વેબસાઇટ www.aau.in, www.jau.in, www.nau.in અથવા www.sdau.edu.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 15/07/2025ના રોજ શરૂ થશે અને 11/08/2025 સુંધીમા શરુ રહેશે.
GAU Junior Clerk Recruitment 2025 : ભરતી વિશે ટૂંક્મા માહિતી
ઉમેદવાર પાસે ભારતની કોઈપણ કેન્દ્રીય અથવા રાજ્ય સરકારના અધિનિયમ હેઠળ સ્થાપિત અથવા માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી હોવી જોઈએ. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અધિનિયમ, 1956 ની કલમ-3 હેઠળ જાહેર થયેલી ડીમ્ડ યુનિવર્સિટી અથવા સરકાર દ્વારા સમકક્ષ માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી પ્રાપ્ત ડિગ્રી પણ માન્ય ગણાશે.
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કોમ્પ્યુટરના પ્રાથમિક ઉપયોગનું જ્ઞાન હોવું ફરજિયાત છે.
ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી ભાષાનું, અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે.
GAU Junior Clerk Recruitment 2025: યુનિવર્સિટી પ્રમાણે જગ્યા
ગુજરાત રાજ્યની ચાર મુખ્ય કૃષિ યુનિવર્સિટીઓમાં વિવિધ બિનશૈક્ષણિક તથા વહિવટી સંવર્ગની ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. તેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે કુલ ૭૩ જગ્યાઓ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે ૪૪ જગ્યાઓ, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે ૩૨ જગ્યાઓ અને સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, દાંતીવાડા ખાતે કુલ ૭૮ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ મુજબ ઉમેદવારની ઉંમર ગણવામાં આવશે. એટલે કે, 11/08/2025ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જરૂરી છે. નિર્ધારિત ઉંમર મર્યાદામાં છૂટછાટ રાજ્ય સરકારના નિયમો પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને શારીરિક રીતે અક્ષમ ઉમેદવારોને લાગુ પડશે
હોમપેજ પર આપેલ “New Registration બટન પર ક્લિક કરો.
તમારી જરૂરી વિગતો, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડીનો ઉપયોગ કરીને Registration પ્રક્રિયા પૂર્ણ કરો. નોંધણી વખતે મોબાઇલ નંબર અને ઇમેઇલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી દ્વારા લોગિન કરો.
લોગ ઇન કર્યા પછી, ઓનલાઈન અરજી ફોર્મ કાળજીપૂર્વક અને સાચી માહિતી સાથે ભરો.
ફોટો, સહી, શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો વગેરે જેવા જરૂરી પ્રમાણપત્રોને યોગ્ય ફોર્મેટ અને સાઇજમાં સ્કેન કરી અને અપલોડ કરો.
લાગુ પડતી અરજી ફી ભરો, જે નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ અથવા યુપીઆઈ દ્વારા ઓનલાઈન ચુકવવાની રહેશે.
બધી વિગતો તેમજ લાયકાત અને દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી ફોર્મ સબમિટ કરો.
અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તેનું પ્રિન્ટઆઉટ લો.ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે.
GAU Junior Clerk Recruitment 2025: અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ
૧૫ જુલાઈ ૨૦૨૫
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ
૧૧ ઑગસ્ટ ૨૦૨૫
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ
૧૧ ઑગસ્ટ ૨૦૨૫
GAU Junior Clerk Recruitment 2025: અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ
"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."
BMC Pharmacist Recruitment 2025: ફાર્માસિસ્ટ પોસ્ટ માટે અરજી કેવી રીતે કરવી? BMC Pharmacist Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે ...
ONGC Apprentice Bharti 2025 | એપ્રેન્ટિસ પોસ્ટ માટેની નવી ભરતી જાહેર ONGC Apprentice Bharti 2025: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વર્ષ 2025 માટે એપ્રેન્ટિસ તરીકે વિવિધ ...
BMC Superintendent Recruitment 2025: તમામ મહત્વની વિગતો અહીં જાણો BMC Superintendent Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ભાવનગર ...