Railway NTPC Recruitment 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી
Railway NTPC Recruitment 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ નોન-ટેકનિકલ પદો માટે પરીક્ષા લેવાય છે જેમ કે ક્લાર્ક, ટાઇપિસ્ટ, ગુડ્સ ગાર્ડ, સ્ટેશન માસ્ટર, વગેરે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ ઓછામાં ઓછું 12 પાસ અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. ભરતી પ્રક્રિયામાં CBT (Computer Based Test), ટાઇપિંગ ટેસ્ટ (અમુક લાગુ પડતી પોસ્ટ માટે), અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને છેલ્લે મેડીકલ તપાસ જેવા સ્ટેપ માંથી પસાર થવાનું હોય છે.આ વર્ષે રેલવે રેક્રૂટમેંન્ટ બોર્ડ આવનારા સમયમાં કુલ 8875 પોસ્ટ માટે ભરતી કરશે જેના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે તેમજ ભરતીને લગતી તમામ માહિતી અહી આર્ટિકલમાં આપી છે.
રેલવે મા નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આવ્યા મોટી ભરતીના સમાચાર. રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRBs) દ્વારા નોન-ટેકનિકલ (NTPC) ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટની પોસ્ટ્સ માટે શોર્ટ નોટીસ જાહેર કરવામાં આવી છે.રેલ્વે દ્વારા દર વર્ષે ટેકનિકલ અને નોન ટેકનિકલ પોસ્ટ માટે ભરતી કરવામા આવે છે ચાલુ વર્ષમા રેલવે દ્વારા કુલ 8875 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવશે આ ભરતીમાં માંગ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.
આ ભરતીની વિગતવાર માહીતિ માટે આર્ટીકલ વાંચો.આ આર્ટીકલમા ભરતી વિશે મહિતી જેવી કે શૈક્ષણીક લાયકાત , વય મર્યાદા , પસંદગી પ્રકિયા, ફોર્મ ભરવાની અગત્યની તારીખ વગેરે આપેલી છે. ફોર્મ ભરતા પહેલા આર્ટીકલ ધ્યાનથી વાંચો.
Railway NTPC Recruitment 2025: ભરતી વિશે ટુંક્મા માહિતી
જાહેરાત વિગતો | માહિતી |
સંસ્થાનુ નામ | રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRB) |
---|---|
પોસ્ટનું નામ | નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC) ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ્સ |
જાહેરાત નંબર | NTPC (Graduate): 06/2025-NTPC (Under-Graduate): 07/2025 |
ખાલી જગ્યાઓ | 8875 |
નોકરીનુ સ્થળ | ભારતમા ગમે ત્યા |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | પોસ્ટ મુજબ |
અરજી કેવી રીતે કરવી | ઓનલાઈન |
ઓફિસિયલ વેબસાઈટ | indianrailways.gov.in |
Railway NTPC Recruitment 2025: શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ માટે( ગ્રેજ્યુએટ પાસ): ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકે છે.
- અંડર ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ માટે(ધોરણ 12 પાસ): ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ (10+2) અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોય તેવા ઉમેદવારો આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકે છે.
Railway NTPC Recruitment 2025: પોસ્ટનુ નામ પગાર ધોરણ અને જગ્યાઓ
NTPC (Graduate Level):
ક્રમ | પદનું નામ | વિભાગ | પગાર લેવલ | મંજૂર જગ્યાઓ |
---|---|---|---|---|
1 | સ્ટેશન માસ્ટર | ટ્રાફિક (ઓપરેટિંગ) | 6 | 615 |
2 | ગુડ્સ ટ્રેન મેનેજર | ટ્રાફિક (ઓપરેટિંગ) | 5 | 3423 |
3 | ટ્રાફિક આસિસ્ટન્ટ (મેટ્રો રેલવે) | ટ્રાફિક (ઓપરેટિંગ) | 4 | 59 |
4 | ચીફ કોમર્શિયલ-કમ-ટિકિટ સુપરવાઇઝર (CCTS) | ટ્રાફિક (કોમર્શિયલ) | 6 | 161 |
5 | જુનિયર એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ (JAA) | એકાઉન્ટ્સ | 5 | 921 |
6 | સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ | જનરલ | 5 | 638 |
કુલ | 5817 |
NTPC (Under-Graduate Level):
ક્રમ | પદનું નામ | વિભાગ | પગાર લેવલ | મંજૂર ખાલી જગ્યાઓ |
---|---|---|---|---|
1 | ટ્રેન્સ ક્લાર્ક | ટ્રાફિક (ઓપરેટિંગ) | લેવલ-2 | 77 |
2 | કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક (CCTC) | ટ્રાફિક (કોમર્શિયલ) | લેવલ-3 | 2424 |
3 | અકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઇપિસ્ટ | અકાઉન્ટ્સ | લેવલ-2 | 394 |
4 | જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ | જનરલ | લેવલ-2 | 163 |
કુલ | 3058 |
Railway NTPC Recruitment 2025: પગાર ધોરણ
CEN નંબર | કેટેગરી | પોસ્ટનું નામ | પ્રારંભિક પગાર (₹) |
---|---|---|---|
06/2025 | NTPC (Graduate) | ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઈઝર | 35,400 |
સ્ટેશન માસ્ટર | 35,400 | ||
ગુડ્સ ટ્રેન મેનેજર | 29,200 | ||
જુનિયર અકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ | 29,200 | ||
સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ | 29,200 | ||
ટ્રાફિક આસિસ્ટન્ટ | 25,500 | ||
07/2025 | NTPC (Under-Graduate) | કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક | 21,700 |
અકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ | 19,900 | ||
જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ | 19,900 | ||
ટ્રેન ક્લાર્ક | 19,900 |
Railway NTPC Recruitment 2025: વય મર્યાદા
પોસ્ટનુ નામ | ઓછામા ઓછી ઉંમર | વધુમા વધુ ઉંમર |
---|---|---|
અંડર ગ્રેજ્યુએટ લેવલ | 18 વર્ષ | 30 વર્ષ |
ગ્રેજ્યુએટ લેવલ | 18 વર્ષ | 33 વર્ષ |
- COVID-19 રોગચાળાને કારણે એક વખતની માપદંડ તરીકે 03 વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
- સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે.
- ઉંમર મર્યાદા અને છૂટછાટ અંગેની સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર ભરતીનુ નોટિફિકેશન વાંચો.
Railway NTPC Recruitment 2025: પરીક્ષા ફી
વર્ગ | ફી | રિફંડની વિગતો |
---|---|---|
GENERAL / EWS / OBC | ₹500/- | પ્રાથમિક પરીક્ષા (CBT) પરીક્ષામાં હાજર રહ્યા બાદ ₹400 પરત મળવાપાત્ર રહેશે. |
SC / ST / ભૂતપૂર્વ સૈનિક / મહિલા / ટ્રાન્સજેન્ડર / લઘુમતી / EBC | ₹250/- | પ્રાથમિક પરીક્ષા (CBT) પરીક્ષામાં હાજર રહ્યા બાદ ₹250 પરત મળવાપાત્ર રહેશે. |
Railway NTPC Recruitment 2025: પસંદગી પ્રક્રિયા(Selection Process)
1. પ્રાથમિક પરીક્ષા (CBT-1)
2. મુખ્ય પરીક્ષા (CBT-2)
3. ટાઈપિંગ ટેસ્ટ (જો પોસ્ટ માટે લાગુ પડે)
4. ડોકયુમેન્ટ વેરિફીકેશન
5. મેડીકલ તપાસ
Railway NTPC Recruitment 2025: અભ્યાસક્રમ(Syllabus)
પોસ્ટનું નામ | વિષયો અને ગુણભાર |
---|---|
NTPC (Graduate) પોસ્ટ માટે: ગ્રેજ્યુએટ પોસ્ટ માટે | પ્રાથમિક પરીક્ષા (CBT-1): – 100 માર્કસ | 90 મિનિટ | વિષયો: જનરલ અવેરનેસ, મેથમેટિક્સ, રીઝનિંગ મુખ્ય પરીક્ષા (CBT-2): – 120 માર્કસ | 90 મિનિટ | વધુ વિષયવાર પ્રશ્નો ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ: – અમુક પોસ્ટ માટે લાગુ પડશે| અંગ્રેજી/હિન્દી ટાઇપિંગ ઝડપ ચકાસાશે ડોકયુમેન્ટ વેરિફીકેશન: – શૈક્ષણિક પ્રમાણપત્ર, ઓળખ દસ્તાવેજો, જાતિ આધારિત પુરાવા મેડીકલ તપાસ: – પોસ્ટ પ્રમાણે તબીબી તપાસ |
NTPC (Under-Graduate) પોસ્ટ માટે: અંડર ગ્રેજ્યુએટ(12 પાસ) પોસ્ટ માટે | પ્રાથમિક પરીક્ષા (CBT-1): – 100 માર્કસ | 90 મિનિટ | વિષયો: જનરલ અવેરનેસ, મેથમેટિક્સ, રીઝનિંગ મુખ્ય પરીક્ષા (CBT-2): – 120 માર્કસ | 90 મિનિટ | પોસ્ટ પ્રમાણે પ્રશ્નો ટાઈપિંગ ટેસ્ટ: – અમુક પોસ્ટ માટે લાગુ પડ્શે| અંગ્રેજી/હિન્દી ટાઇપિંગ ઝડપ ચકાસાશે ડોકયુમેન્ટ વેરિફીકેશન: – શૈક્ષણિક પ્રમાણપત્ર, ઓળખ દસ્તાવેજો, જાતિ આધારિત પુરાવા મેડીકલ તપાસ: – પોસ્ટ પ્રમાણે તબીબી તપાસ |
Railway NTPC Recruitment 2025: ફોર્મ કેવી રીતે ભરવુ
- સૌપ્રથમ,રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) ની ઓફીસિઅલ વેબસાઇટ https://www.rrbapply.gov.in પર જાઓ.
- હોમપેજ પર CEN No. 07/2025(અંડર ગ્રેજ્યુએટ) અથવા CEN No. 06/2025 (ગ્રેજ્યુએટ પોસ્ટ્સ) માટે “Apply Online” લિંક આપી હશે જેમા ફોર્મ ભરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
- “New Registration” માટે જરૂરી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- રજીસ્ટ્રેશન પછી લોગિન કરીને અરજી ફોર્મમા માંગ્યા મુજબ માહીતી કાળજીપૂર્વક ભરો.
- જરૂરી પ્રમાણપત્રો, જેમ કે લાયકાત આધારિત અને જાતીનુ પ્રમાણપત્ર, ફોટોગ્રાફ અને સહી, સ્કેન કરીને માંગ્યા મુજબ અપલોડ કરો.
- અરજી ફી ની(જો લાગુ પડતી હોય તો) ઓનલાઈન માધ્યમથી ચુકવણી કરો.( અરજી ફી તમારા ખાતા માંથી ભરો જેથી રિફંડ તમારા ખાતા માજ પરત મળે)
- ભરેલા ફોર્મની વિગતો બરાબર તપાસો અને “FINAL SUBMIT ” બટન પર ક્લિક કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો અને તેને સાચવી રાખો
Railway NTPC Recruitment 2025: ભરતીને લગતી અગત્યની તારીખો
NTPC (Graduate) પોસ્ટ માટે:
ફોર્મ ભરવાની શરૂઆત થશે | 21/10/2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 20/11/2025 |
NTPC (Under-Graduate) પોસ્ટ માટે:
ફોર્મ ભરવાની શરૂઆત થશે | 28/10/2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 27/11/2025 |
Railway NTPC Recruitment 2025: ફોર્મ ભરવા તેમજ નોટીફિકેશનની લિંક
શોર્ટ નોટીફિકેશન: | અહી ક્લિક કરો |
Draft Vacancy | અહી ક્લિક કરો |
ફુલ નોટીફિકેશન | (Notification જાહેર થયા બાદ અહીં અપડેટ કરવામાં આવશે) |
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો (લિંક અહીં અપડેટ કરવામાં આવશે) |
Read Also: GSSSB Revenue Talati New Syllabus 2025: PDF અને વિગતવાર માહિતી