---Advertisement---

High Court District Judge Recruitment 2025: અરજી પ્રક્રિયા, લાયકાત અને પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી

By Savan Parmar

Updated on:

High Court District Judge Recruitment 2025
---Advertisement---

High Court District Judge Recruitment 2025 – સંપૂર્ણ માર્ગદર્શિકા

High Court District Judge Recruitment 2025: ગુજરાત હાઇકોર્ટ દ્વારા દર વર્ષે વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે. વર્ષ 2025 માટે હમણાં જ ડિસ્ટ્રિક્ટ જજની પોસ્ટ માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 113 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 28 જુલાઈ 2025 થી શરૂઆત થઈ ગઈ છે અને તેની છેલ્લી તારીખ 17 ઑગસ્ટ 2025 નિર્ધારીત કરવામા આવી છે. જે ઉમેદવારો આ પદ માટે અરજી કરવા ઇચ્છતા હોય, તેઓએ પહેલા સંપૂર્ણ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવી અને ત્યારબાદ જ ફોર્મ ભરવુ.

આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કેટેગરી મુજબ અરજી ફી, પસંદગી પ્રક્રિયા, તેમજ મહત્વપૂર્ણ તારીખો જેવી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે. સાથે જ ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઇન ફોર્મ ભરવાની લિંક પણ નીચે આપવામાં આવી છે, જેથી તમે સીધો અરજી પ્રક્રિયા શરૂ કરી શકો.

ભરતી વિશે ટુંક્મા માહિતી: High Court District Judge Recruitment 2025

જાહેરાતની વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત હાઈકોર્ટ
ભરતી વર્ષ2025-26
પોસ્ટનુ નામજીલ્લા ન્યાયાધીશ (District Judge)
કુલ ખાલી જગ્યાઓ113
પગાર ધોરણ₹1,44,840 – ₹1,94,660/- + અન્ય લાગુ ભથ્થાં
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
નોકરીનુ સ્થળગુજરાત
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ28 જુલાઈ 2025
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2025
પ્રાથમિક પરીક્ષા (એલિમિનેશન ટેસ્ટ)14/09/2025 (Sunday)
મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકાર)08/11/2025 & 09/11/2025
મૌખિક ઇન્ટરવ્યુDecember 2025/January 2026
ઓફિસિયલ વેબસાઈટhttps://hc-ojas.gujarat.gov.in/

શૈક્ષણિક લાયકાત: High Court District Judge Recruitment 2025

  1. ઉમેદવાર પાસે કાયદા દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી હોવી જોઈએ
  2. સ્થાનિક (ગુજરાતી) ભાષા કૌશલ્ય પરીક્ષા પાસ કરવી ફરજીઆત છે.
  3. જે ઉમેદવારોએ માધ્યમિક (SSC) અથવા ઉચ્ચતર માધ્યમિક (HSC) પરીક્ષા ગુજરાતી વિષય સાથે પાસ કરી હોય તે ઉમેદવારોએ (ગુજરાતી) ભાષા કૌશલ્ય પરીક્ષા પાસ કરવાની જરૂર રહેશે નહીં.
  4. ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માટે નક્કી કરેલી છેલ્લી તારીખે સિવિલ અને/અથવા ફોજદારી અધિકારક્ષેત્રની અદાલતોમાં પ્રેક્ટિસ કરતો વકીલ હોવો જોઈએ અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખથી પહેલાના સાત વર્ષ કરતાં ઓછા સમય માટે સતત પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ.
  5. કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવાનું પ્રમાણિત કરતું પ્રમાણપત્ર હોવું ફરજીઆત છે.

પગાર ધોરણ: High Court District Judge Recruitment 2025

  • ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક થનાર ઉમેદવારોને પગાર ધોરણ રૂ. 1,44,840 થી રૂ. 1,94,660 સુધી અને અન્ય ભથ્થાઓ સાથે મળવાપત્ર રહેશે.

ઉંમર મર્યાદા: High Court District Judge Recruitment 2025

  • ઉમેદવારની ઉંમર ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • જો ઉમેદવાર અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC), દિવ્યાંગ ઉમેદવાર (PwBD), અથવા આર્થિક રીતે નબળા વર્ગ (EWS)માં આવે છે, તો તેમની ઉંમર ૪૮ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • બિન અનામત કેટેગરીના તમામ ઉમેદવારો માટે ઉંમરની મહત્તમ મર્યાદા ૪૫ વર્ષ રહેશે.
  • વય મર્યાદાની ગણતરી ઑનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખના આધારે કરવામાં આવશે.

અરજી ફી: High Court District Judge Recruitment 2025

  • બિન અનામત વર્ગના ઉમેદવારોએ ₹3000 + બેંક ચાર્જ .
  • અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (SEBC), આર્થિક રીતે નબળા વર્ગ (EWS), તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી ફી ₹1500 + સાથે બેંક ચાર્જ.
  • HC-OJAS પોર્ટલ પર ઉપલબ્ધ SBI e-Pay દ્વારા અરજી ફી ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા: High Court District Judge Recruitment 2025

  1. પ્રાથમિક પરીક્ષા (એલિમિનેશન ટેસ્ટ): ૧૦૦ ગુણ, જેનો સમયગાળો ૯૦ મિનિટનો રહેશે, જેમાં
    પ્રશ્નો (MCQ) પ્રકારના રહેશે.
  2. મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકાર): ૧૦૦ ગુણ, જેનો સમયગાળો ૦૪ ક્લાકનો રહેશે
  3. મૌખિક ઇન્ટરવ્યુ: ૫૦ ગુણનુ ઇન્ટરવ્યુ રહેશે.

અરજી કેવી રીતે કરવી: High Court District Judge Recruitment 2025

  1. સૌ પ્રથમ, ગુજરાત હાઈકોર્ટ ઓફિસિયલ એપ્લિકેશન પોર્ટલ https://hc-ojas.gujarat.gov.in પર જાઓ.
  2. ત્યારબાદ હોમપેજ પર “Job Application ” મેનુ જોવા મળશે જેમા Apply Now બટન હશે તેના પર ક્લિક કરો.
  3. DIRECT RECRUITMENT OF DISTRICT JUDGE ની જાહેરાત પર ક્લિક કરો અને ફોર્મ ભરતા પહેલા વિગતવાર નોટિફિકેશન વાંચો.
  4. Apply Now પર ક્લિક કર્યા બાદ ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો માંગ્યા મુજબ ભરો.
  5. ફોર્મમાં જરૂરી વિગતો ભર્યા બાદ સહી અને તાજેતરનો પાસ્પોર્ટ સાઇજનો ફોટો અપલોડ કરો.
  6. લાગુ પડતી અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો.
  7. તમામ વિગતો ભર્યા પછી ફોર્મ ભરેલી માહીતી તપાસો અને ફોર્મ સબમિટ કરો.
  8. સૌથી છેલ્લે ફોર્મની નકલ કાઢી લો અને ભવિશ્યના કામ અર્થે સાચવો.

ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો: High Court District Judge Recruitment 2025

ફોર્મ અને પરીક્ષાની માહિતીતારીખ
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ28 જુલાઈ 2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2025
પ્રાથમિક પરીક્ષા (એલિમિનેશન ટેસ્ટ)14 સપ્ટેમ્બર 2025 (રવિવાર)
મુખ્ય લેખિત પરીક્ષા (વર્ણનાત્મક પ્રકાર)08 નવેમ્બર 2025 & 09 નવેમ્બર 2025
મૌખિક ઇન્ટરવ્યુડિસેમ્બર 2025 / જાન્યુઆરી 2026
ફોર્મ ભરવાની અગત્યનીલિંક: High Court District Judge Recruitment 2025
short Notificationઅહી ક્લિક કરો
Full Notificationઅહી ક્લિક કરો
Apply Online (ફોર્મ ભરવા માટેની લિંક)અહી ક્લિક કરો

Read Also: BSF Constable Tradesman Recruitment 2025: અરજી તારીખ,પાત્રતા,પગાર અને પસંદગી પ્રક્રિયા

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

Railway NTPC Graduate Level Bharti 2025: લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...

BMC Staff Nurse Recruitment 2025: BMC માં સ્ટાફ નર્સની નવી ભરતી જાહેર

BMC Staff Nurse Recruitment 2025: પગાર, લાયકાત અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી BMC Staff Nurse Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ...

BMC FHW Recruitment 2025: ફિમેલ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

BMC MPHW Recruitment 2025: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

Leave a Comment