SBI Clerk Bharti 2025: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જુનિયર એસોસિયેટ પોસ્ટ માટે ભરતી
SBI Clerk Bharti 2025: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં જુનિયર એસોસિયેટ પદ માટે ઓનલાઇન ફોર્મ શરૂસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જુનિયર એસોસિયેટ(કસ્ટમર સર્વિસ અને સેલ્સ) તરીકે ક્લાર્કની પોસ્ટમાં નિમણૂક માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારો ફક્ત એક જ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે.
આ પોસ્ટ માટે અરજી કરવાની શરૂઆત ૦૬/૦૮/૨૦૨૫ થી થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ ૨૬/૦૮/૨૦૨૫ સુધીની રહેશે.આ ભરતીમાં કુલ ૫૧૮૦ જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે. ફોર્મ ભરવામાં રસ ધરાવતા ઉમેદવારો કોઈ ચોક્કસ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની ખાલી જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો, તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સ્થાનિક ભાષામાં નિપુણ (વાંચન, લેખન, બોલતા) હોવા જોઈએ. પસંદ કરેલી સ્થાનિક ભાષાના જ્ઞાન અંગેની પરીક્ષા પસંદગી પ્રક્રિયાના ભાગ રૂપે લેવામા આવશે. જે ઉમેદવારોએ ધોરણ 10મા અથવા 12મા સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો છે તેમને ભાષા માટેની પરીક્ષા પાસ કરવાની રહેશે નહીં.
આ ભરતીમાં નિમણુક મેળવવા માટે ઉમેદવારે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં પાસ થવું પડશે.ત્યારબાદ કામ ચલાઉ પસંદગી યાદી અને પછી ફાઇનલ પસંદગી યાદી જાહેર કરવામાં આવશે.આ જાહેરાતમાં ફોર્મ ભરવાની તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે જેવી કે શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓની માહિતી, ફોર્મ ભરવાની વય મર્યાદા, વય મર્યાદામાં છુટ છાટ, અરજી ફી, અને પસંદગી પ્રકિયા અને અરજી કેવી રીતે કરવી વગેરે.
ભરતી વિશે ટુંક્મા માહિતી: SBI Clerk Bharti 2025
જાહેરાત વિગતો | માહિતી |
---|---|
ભરતી કરનાર સંસ્થા | State Bank of India(SBI) |
ભરતી વર્ષ | 2025 |
જાહેરાત મહિનો | ઓગસ્ટ 2025 |
પોસ્ટનુ નામ | જુનિયર એસોસિએટ્સ (ગ્રાહક સપોર્ટ અને વેચાણ) |
કુલ ખાલી જગ્યાઓ | 5180+ બેકલોગ ખાલી જગ્યાઓ |
પગાર ધોરણ | રૂ.26730/- (રૂ. 24050/- + બે એડવાન્સ ઇન્ક્રીમેન્ટ) |
પસંદગી પ્રક્રિયા | પ્રિલિમ્સ + મુખ્ય પરીક્ષા |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 06 ઓગસ્ટ 2025 |
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2025 |
વય મર્યાદા | 20 થી 28 વર્ષ+ કેટેગરી મુજબ મળવા પાત્ર છુટછાટ |
સત્તાવાર વેબસાઈટ | https://bank.sbi/web/careers/current-openings |
આ પણ વાંચો: Union Bank of India Recruitment 2025: 250 (Specialist Officer) જગ્યા માટે ભરતી જાહેર
શૈક્ષણિક લાયકાત: SBI Clerk Bharti 2025
- કોઈ પણ માન્ય સંસ્થામાંથી કોઈપણ વિષયમાં સ્નાતક (Bachelor’s degree) હોવી જરૂરી છે.
- જે ઉમેદવાર તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં છે તેઓ પણ અરજી કરી શકે છે કામચલાઉ ધોરણે પરીક્ષા માટે માન્ય રાખવામા આવશે, ઉમેદવારે ૩૧/૧૨/૨૦૨૫ પહેલાં ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરવી પડશે.
- ઉમેદવારે જે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ માટે અરજી કરે છે, તેની સત્તાવાર ભાષામા વાંચવામાં, લખવામાં અને બોલવામાં પારંગત હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદા(01/04/2025)ના રોજ: SBI Clerk Bharti 2025
ક્રમ | ઉંમર મર્યાદા | વિગતો |
---|---|---|
1 | ન્યૂનતમ ઉંમર(Minimum Age) | 20 વર્ષ |
2 | મહત્તમ ઉંમર(Maximum Age) | 28 વર્ષ |
3 | જન્મ તારીખ મર્યાદા | ઉમેદવારનો જન્મ 02/04/1997 થી પહેલા અને 01/04/2005 પછી થયો ન હોવો જોઈએ. |
ઉંમર મર્યાદામાં છૂટછાટ (Relaxation of Upper Age Limit):
ક્રમ | કેટેગરી | વયમર્યાદામાં છૂટછાટ |
---|---|---|
1 | OBC | 3 વર્ષ |
2 | SC/ST (અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિ) | 5 વર્ષ |
3 | દિવ્યાંગ (જનરલ/ઇડબ્લ્યુએસ) | 10 વર્ષ |
4 | દિવ્યાંગ (ઓબીસી-OBC) | 13 વર્ષ |
5 | દિવ્યાંગ (એસસી/એસટી) (PwBD – SC/ST) | 15 વર્ષ |
6 | ભૂતપૂર્વ સૈનિક/અપંગ ભૂતપૂર્વ સૈનિક | સેનામાં આપેલી સેવાનો સમય + 3 વર્ષ (SC/ST માટે અપંગ ભૂતપૂર્વ સૈનિકોને 8 વર્ષ), પણ મહત્તમ ઉંમર 50 વર્ષથી વધુ નહી. |
અરજી ફી: SBI Clerk Bharti 2025
વર્ગ | ફી (GST સહિત) |
---|---|
General/OBC/EWS | ₹ 750/- |
SC / ST / PwBD | ફી ભરવાની નથી |
આ પણ વાંચો: BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 – સંપૂર્ણ માહિતી અહીં મેળવો
પસંદગી પ્રક્રિયા: SBI Clerk Bharti 2025
- પ્રાથમિક પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
- કામચલાઉ પસંદગી યાદી (લાયકાત ધરાવતી ચોક્કસ સ્થાનિક ભાષાને આધીન)
- ફાઈનલ યાદી
પરીક્ષા સેંન્ટર: ગુજરાતમા અહી આપેલા સેંન્ટરો પર પરીક્ષાનુ આયોજન કરવામા આવશે અમદાવાદ-ગાંધીનગર, આણંદ/વડોદરા, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત/બારડોલી, વડોદરા.
પરીક્ષાનુ માધ્યમ: ગુજરાત માટે પરીક્ષાનુ આયોજન ગુજરાતી ભાષા મા કરવામા આવશે.
પ્રાથમિક પરીક્ષા (Objective Test):
ક્રમ નં. | વિષયનું નામ | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ | વિષય પ્રમાણે સમય |
---|---|---|---|---|
1 | અંગ્રેજી ભાષા | 30 | 30 | 20 મિનિટ |
2 | ગાણિતિક ક્ષમતા | 35 | 35 | 20 મિનિટ |
3 | રીઝનિંગ ક્ષમતા | 35 | 35 | 20 મિનિટ |
કુલ ગુણ અને સમય | 100 | 60 મિનિટ |
મુખ્ય પરીક્ષા (ઓબ્જેક્ટિવ ટેસ્ટ):
ક્રમાંક | વિષયનું નામ | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ | વિષય પ્રમાણે સમય |
---|---|---|---|---|
1 | સામાન્ય/નાણાકીય વિશે સામાન્ય જ્ઞાન | 50 | 50 | 35 મિનિટ |
2 | અંગ્રેજી ભાષા | 40 | 40 | 35 મિનિટ |
3 | ગાણીતિય યોગ્યતા | 50 | 50 | 45 મિનિટ |
4 | તર્ક ક્ષમતા અને કમ્પ્યુટર યોગ્યતા | 50 | 40 | 45 મિનિટ |
કુલ ગુણ અને સમય | 190 | 200 | 160 મિનિટ |
ફોર્મ કેવી રીતે ભરવુ: SBI Clerk Bharti 2025
- સૌપ્રથમ, SBI(State Bank of India) ની સત્તાવાર વેબસાઈટ https://bank.sbi/web/careers/current-openings પર જાઓ.
- હોમપેજ પર તમને “Apply Online” જેવી લિંક્સ જોવા મળશે. તમારે જે પોસ્ટ માટે અરજી કરવી છે તે લિંક પસંદ કરો.ભરતી સંબંધિત સત્તાવાર નોટિફિકેશન PDF ખોલો. અને નોટિફિકેશન વાંચો
- ત્યારબાદ આગળનુ પેજ ખુલશે https://ibpsonline.ibps.in/sbijajul25/ આ પેજ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા “New Registration” પર ક્લિક કરો અને માહિતી ભરીને પ્રક્રિયા પુર્ણ કરો.(તમારું નામ, ઈમેલ ID અને મોબાઈલ નંબર દાખલ કરો.)
- રજીસ્ટ્રેશન થયા બાદ તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ SMS/ઈમેલ દ્વારા મળશે.લોગિન કરી(રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો).
- વ્યક્તિગત માહિતી (નામ, જન્મ તારીખ, સરનામું), શૈક્ષણિક લાયકાત અને કેટેગરીની વિગતો ભરો, વય મર્યાદા, અને જરૂરી દસ્તાવેજો તપાસો.
- પાસપોર્ટ સાઇઝ ફોટો (તાજો), સહી અને અંગૂઠાના નિશાન (Left Thumb Impression) JPG ફોર્મેટમાં અપલોડ કરો.
- એપ્લિકેશન ફી(લાગુ પડતા ઉમેદવારો માટે) ભરવી ફી ભર્યા બાદ ટ્રાન્ઝેક્શન રસીદ સાચવો.ઓનલાઇન મોડ દ્વારા ફી ભરો (ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI).
- અંતિમ સબમિશન ફોર્મ ભર્યા બાદ સંપૂર્ણ વિગતો ચકાસો.“Final Submit” બટન પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.
- સબમિશન કર્યા પછી એપ્લિકેશન ફોર્મનું પ્રિન્ટઆઉટ કાઢી ભવિષ્ય માટે સાચવો.
ભરતી વિશે અગત્યની તારીખો: SBI Clerk Bharti 2025
પરીક્ષાને લગતી કાર્યક્રમ | તારીખ |
---|---|
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 06 ઓગસ્ટ 2025 |
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2025 |
એપ્લિકેશન ફી ની ચુકવણી (ઓનલાઈન) | 26 ઓગસ્ટ 2025 |
પ્રાથમિક ઓનલાઇન પરીક્ષા | સપ્ટેમ્બર 2025(સંભવિત) |
મુખ્ય ઓનલાઇન પરીક્ષા | નવેમ્બર 2025(સંભવિત) |
આ પણ વાંચો: Gujarat Agricultural University Junior Clerk Bharti – અરજી કરવાની સંપૂર્ણ માહિતી
ભરતી વિશે અગત્યની લિક્સ: SBI Clerk Bharti 2025
Full Notification | અહી ક્લિક કરો |
Apply Online (ફોર્મ ભરવા માટેની લિંક) | અહી ક્લિક કરો |