Primary Gyan Sahayak Bharti 2025: ઓનલાઈન અરજી કરો
Primary Gyan Sahayak Bharti 2025: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાનસહાયક યોજના અંતર્ગત ખાલી પડેલી તેમજ ભવિષ્યમાં ખાલી થનારી જગ્યાઓ ભરવા માટે જ્ઞાનસહાયકની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી 11 (અગિયાર) મહિનાના કરાર આધારિત ધોરણે કરવામાં આવશે.રસ ધરાવતા અને લાયક ઉમેદવારો માત્ર ઓનલાઈન માધ્યમથી અરજી કરી શક્શે.
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 19/08/2025 થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 26/08/2025 સુંધી ઓનલાઈન અરજી કરી શકાશે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.pregyanshayak.ssagujarat.org પર જઈને અરજી ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ ભરતીની સંપૂર્ણ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવી અત્યંત જરૂરી છે, જેથી અરજી કરવામાં કોઈ ભૂલ ન થાય.આ ભરતીમાં મેરિટના આધારે પસંદગી યાદી તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખિત શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ માંગવામાં આવે છે.
આ ભરતી માટેની વિગતવાર માહિતી જેવી કે – શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો તથા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેની માહિતી અહી આર્ટીકલમાં આપવામાં આવી છે.
ભરતી વિશે ટુંક્મા માહિતી: Primary Gyan Sahayak Bharti 2025
જાહેરાત વિગતો | માહિતી |
---|---|
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ |
ભરતી વર્ષ | 2025 |
પોસ્ટનુ નામ | જ્ઞાનસહાયક(પ્રાથમિક) |
કુલ ખાલી જગ્યાઓ | ભરવાપાત્ર જગ્યાઓની વિગતો વેબસાઈટ પર મુક્વામા આવશે. |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
પગાર ધોરણ | 21000/- |
ઓનલાઈનઅરજી શરૂ થવાની તારીખ | 19 ઓગસ્ટ 2025 |
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2025 |
સત્તાવાર વેબસાઈટ | pregyansahayak.ssgujarat.org |
શૈક્ષણિક લાયકાત: Primary Gyan Sahayak Bharti 2025
જ્ઞાનસહાયક(પ્રાથમિક) માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ પ્રાથમિક શિક્ષણ સંબંધિત માન્ય લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. સામાન્ય રીતે બી.એડ. (B.Ed.) અથવા સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. સાથે ઉમેદવારે TET-1/ TET-2(Teacher Eligibility Test) પાસ કરેલ હોવું જરૂરી છે.
- ધોરણ 1 થી 5 ના કરાર આધારિત જ્ઞાનસહાયકની ખાલી જગ્યામાં, કોઈ પણ વિષયમાં TET-2 પરીક્ષા પાસ કરેલા ઉમેદવાર અરજી કરી શકે છે.
- ધોરણ 6 થી 8 ના કરાર આધારિત જ્ઞાનસહાયકની ખાલી જગ્યામાં, જે વિષયમાં TET-2 પાસ કરેલું હોય, તે જ વિષય માટે અરજી કરી શકાય છે.
- જો કોઈ ઉમેદવાર ધોરણ 1 થી 5 તથા ધોરણ 6 થી 8 બન્ને ખાલી જગ્યાઓ માટે પસંદગી આપવા ઈચ્છે, તો તેને ઉપરોક્ત નિયમોનું પાલન કરીને બન્ને વિભાગ માટે અરજી કરવાની રહેશે.
ઉંમર મર્યાદા: Primary Gyan Sahayak Bharti 2025
- ફોર્મ ભરવા માંગતા ઉમેદવારની ઉંમર મહત્તમ 40 વર્ષ હોવી જોઈએ.
- ઉંમર મર્યાદાની વિગતવાર માહિતી માટે જાહેરાતનુ નોટીફિકેશન વાંચો.
પગાર ધોરણ: Primary Gyan Sahayak Bharti 2025
- અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક (કરાર આધારિત) પોસ્ટ માટે માસિક ફિક્સ પગાર રૂપિયા 21,000/- મળવાપાત્ર રહેશે.
કરારનો સમયગાળો: Primary Gyan Sahayak Bharti 2025
- જ્ઞાન સહાયકની કામગીરીનો કરાર, કરાર કરવાની તારીખથી શરૂ કરીને કુલ ૧૧ મહિનાના સમયગાળા સુધી માન્ય રહેશે.
ભરવાની જગ્યાઓ: Primary Gyan Sahayak Bharti 2025
- જે તે જિલ્લામાં અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં માટેની ખાલી જગ્યાઓની માહિતી જિલ્લા વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા: Primary Gyan Sahayak Bharti 2025
- રાજ્ય પ૨ીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ TET પરીક્ષાના પ્રસિધ્ધ ક૨વામાં આવેલ પરિણામમાં ઉર્તિણ થયેલ ઉમેદવારોના પર્સન્ટાઈલ રેન્કના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામા આવશે.
ફોર્મ કેવી રીતે ભરવુ: Primary Gyan Sahayak Bharti 2025
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ http://pregyansahayak.ssgujarat.org/Home.aspx પર મુલાકાત લો.
- “New Registration” પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.
- તમારું નામ, ઈમેઈલ, મોબાઈલ નંબર અને આધાર સંબંધિત માહિતી દાખલ કરો.
- રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી મળેલ ID અને પાસવર્ડથી લોગિન કરો.
- હવે અરજી ફોર્મ ભરો – જેમાં તમારું પૂરું નામ, શૈક્ષણિક લાયકાત, લિંગ અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો – જેમ કે માર્કશીટ, કાસ્ટ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી.
- બધી વિગતો એકવાર ચકાસી લો અને ત્યારબાદ “Final Submit” કરો.
- અરજી પૂર્ણ થયા પછી Application Form ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢો.
ભરતી વિશે અગત્યની તારીખો: Primary Gyan Sahayak Bharti 2025
કાર્યક્રમ | તારીખો |
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 19/08/2025 |
ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ | 26/08/2025 |
ભરતી વિશે અગત્યની લિક્સ: Primary Gyan Sahayak Bharti 2025
જાહેરાત PDf | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે(Apply Online) | અહી ક્લિક કરો |
ફોર્મ કેવી રીતે ભરવુ | અહી ક્લિક કરો |
Read Also: UGVCL Assistant Manager Bharti 2025 ઓનલાઈન અરજી શરૂ