Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025 ઓનલાઈન અરજી કરો
Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025: ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાનસહાયક યોજના અંતર્ગત ખાલી પડેલી તેમજ ભવિષ્યમાં ખાલી પડનારી જગ્યાઓ ભરવા માટે જ્ઞાનસહાયકની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી 11 (અગિયાર) મહિનાના કરાર આધારિત ધોરણે કરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો માત્ર ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે.
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 19/08/2025 થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 26/08/2025 સુધી રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ નીચે આપેલી લિંક પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ ભરતીની સંપૂર્ણ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવી અત્યંત જરૂરી છે, જેથી અરજી કરવામાં કોઈ ભૂલ ન થાય.
આ ભરતી માટેની વિગતવાર માહિતી જેવી કે – શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો તથા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેની વિગતો અહીં આર્ટીકલમાં આપવામાં આવી છે. આ ભરતી અંતર્ગત માધ્યમિક જ્ઞાનસહાયક તથા ઉચ્ચતર માધ્યમિક જ્ઞાનસહાયક – માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
ભરતી વિશે ટુંક્મા માહિતી: Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025
જાહેરાતની વિગતો | માહિતી |
---|---|
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ |
ભરતી વર્ષ | 2025 |
પોસ્ટનુ નામ | જ્ઞાનસહાયક(માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) |
કુલ ખાલી જગ્યાઓ | ભરવાપાત્ર જગ્યાઓની વિગતો વેબસાઈટ પર મુક્વામા આવશે. |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
પગાર ધોરણ | ઉચ્ચતર માધ્યમિક 26000/- |
ઓનલાઈનઅરજી શરૂ થવાની તારીખ | 19 ઓગસ્ટ 2025 |
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2025 |
સત્તાવાર વેબસાઈટ | http://gyansahayak.ssgujarat.org/ |
શૈક્ષણિક લાયકાત: Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વિવિધ વિષયો અને માધ્યમ માટે દ્વિ-સ્તરીય TAT (માધ્યમિક)અને દ્વિ-સ્તરીય TAT (ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષા યોજવામાં આવી હતી.સરકારી તથા અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી માટે ઉમેદવારને તે સંબંધિત વિષય અને માધ્યમની TAT પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.સાથે જ, ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં શૈક્ષણિક લાયકાત હોવી ફરજિયાત છે.
ઉંમર મર્યાદા: Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025
- જ્ઞાન સહાયક માધ્યમિક (કરાર આધારિત) માટે ઉમેદવારની મહત્તમ ઉંમર મર્યાદા 40 વર્ષ રહેશે.
- જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક (કરાર આધારિત) માટે ઉમેદવારની મહત્તમ ઉંમર મર્યાદા 42 વર્ષ રહેશે.
પગાર ધોરણ: Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025
- સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક જ્ઞાન સહાયક (કરાર આધારિત) માટે માસિક ફિક્સ રૂ.24,000/- પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.
- સરકારી તેમજ અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક (કરાર આધારિત) માટે માસિક ફિક્સ રૂ.26,000/- પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા: Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025
- જ્ઞાન સહાયક માધ્યમિક માટે પસંદગી યાદી ઉમેદવારોના રાજ્યસ્તરીય શિક્ષક ભરતી કસોટી ઉચ્ચતર માધ્યમિક (TAT)માં મેળવેલા ગુણોના આધારે તૈયાર કરવામાં આવશે.
- જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે પસંદગી યાદી ઉમેદવારોના રાજ્યસ્તરીય શિક્ષક ભરતી કસોટી ઉચ્ચતર માધ્યમિક (TAT-HS)માં મેળવેલા ગુણોના આધારે તૈયાર કરવામાં આવશે.
ફોર્મ કેવી રીતે ભરવુ: Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025
- સૌપ્રથમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- “New Registration” વિકલ્પ પર ક્લિક કરીને તમારું નવું રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન દરમિયાન તમારું નામ, ઈ-મેઈલ એડ્રેસ, મોબાઇલ નંબર, આધાર કાર્ડની માહિતી વગેરે દાખલ કરો.
- રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ મળેલ Login ID અને Password થી સાઇટ પર લોગિન કરો.
- હવે અરજી ફોર્મ ખોલી તેમાં તમારું પુરુ નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું, શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો:માર્કશીટ (શૈક્ષણિક પ્રમાણપત્ર)જાતિ પ્રમાણપત્ર (કાસ્ટ સર્ટિફિકેટ, જો લાગુ પડે)પાસપોર્ટ સાઇઝનો તાજો ફોટોગ્રાફઉમેદવારની સહી (Signature).
- બધી માહિતી એકવાર સારી રીતે તપાસો અને પછી “Final Submit” બટન ક્લિક કરો.
- ત્યારબાદ Application Form ડાઉનલોડ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ કાઢી રાખો.
ભરતી વિશે અગત્યની તારીખો: Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025
કાર્યક્રમ | તારીખો |
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 19/08/2025 |
ઓનલાઇન અરજી માટે છેલ્લી તારીખ | 26/08/2025 |
ભરતી વિશે અગત્યની લિક્સ: Secondary and Higher Secondary Gyan Sahayak Bharti 2025
જાહેરાત PDf | અહી ક્લિક કરો |
ઓફિસીયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે(Apply Online) | માધ્યમિક I ઉચ્ચતર માધ્યમિક |
ફોર્મ કેવી રીતે ભરવુ | અહી ક્લિક કરો |
Read Also: Primary Gyan Sahayak Recruitment 2025 | પ્રાથમિક જ્ઞાન સહાયક ભરતી 2025