RRB Paramedical Recruitment 2025: અરજી પ્રક્રિયા,લાયકાત અને પગાર ધોરણ
RRB Paramedical Recruitment 2025: ભારતીય રેલ્વે દ્વારા પેરામેડિકલ સ્ટાફ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રેલવેમાં અને તેમાંય ખાસ આરોગ્ય સેવા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક ગણી શકાય. રેલ્વેના વિવિધ ઝોન અને વિભાગોમાં નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ,ડાયાલિસિસ ટેકનીસિયન, હેલ્થ અને મેલેરિયા ઇન્સ્પેક્ટર, ફાર્માસિસ્ટ,રેડિયોગ્રાફર એક્સ રે ટેકનિસિયન,Ecg ટેકનીસિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ વગેરેની 434 ખાલી જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતીનો મુખ્ય હેતુ મુસાફરો તથા કર્મચારીઓની આરોગ્ય સુવિધાઓ મજબૂત બનાવવાનો છે. ભારતના સૌથી મોટા રોજગારદાતાઓમાં ભારતીય રેલ્વેનું પ્રથમ સ્થાન હોવાથી, દર વર્ષે લાખો ઉમેદવારો આ પ્રકારની ભરતીની તૈયારી કરતા હોય છે. 2025ની આ પેરામેડિકલ ભરતીમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર ધોરણ તેમજ અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી અહી આર્ટિકલમાં આપેલી છે. જો તમે આ જાહેરાતની ઑફિસિયલ નોટીફિકેશનમાં જણાવ્યા પ્રમાણે લાયકાત ધરાવો છો અને આ ભરતીમાં ફોર્મ ભરવા માંગો છો તો આ આર્ટિકલમાં આપેલી માહિતી ધ્યાનથી વાંચો.
નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ: ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત નર્સિંગ સ્કૂલ અથવા સંસ્થામાંથી જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી (GNM)નો 3 વર્ષનો કોર્ષ પૂર્ણ કરેલો અને રજિસ્ટર્ડ નર્સ-મિડવાઇફ તરીકેનું પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો અથવા બી.એસસી. નર્સિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે ફોર્મ ભરવાને લાયક ગણાશે.
ડાયાલિસિસ ટેકનિશિયન: બી.એસસી. સાથે આગળ જણાવ્યા મુજબ કોઈ એક લાયકાત હોવી જરૂરી છે:(a) હિમોડાયલિસિસમાં ડિપ્લોમા,અથવા (b) પ્રતિષ્ઠિત સંસ્થામાં હિમોડાયલિસિસ કાર્યમાં બે વર્ષનું સંતોષકારક અનુભવ (સંબંધિત પ્રમાણપત્રો જોડવા ફરજિયાત રહેશે).
આરોગ્ય અને મેલેરિયા નિરીક્ષક ગ્રેડ II: બી.એસસી.માં રસાયણશાસ્ત્ર મુખ્ય કે વૈકલ્પિક વિષય તરીકે અભ્યાસ કરેલો હોવો જોઈએ.સાથે ઉમેદવાર પાસે નીચે પૈકી કોઈ એક લાયકાત હોવી જરુરી છે. (a) આરોગ્ય / સેનિટરી ઇન્સ્પેક્ટરનો એક વર્ષનો ડિપ્લોમા, અથવા (b) ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ (NCVT), નવી દિલ્હીની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પ્રાપ્ત આરોગ્ય / સેનિટરી ઇન્સ્પેક્ટરનો એક વર્ષનો નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ.
ફાર્માસિસ્ટ (પ્રવેશ ગ્રેડ): માન્ય સંસ્થામાંથી ફાર્મસીમાં ડિપ્લોમા કોર્સ અને ફાર્મસી એક્ટ, 1948 હેઠળ ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટ્રેશન હોવું જોઈએ. અથવા માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસી (B.Pharm) માં સ્નાતકની ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત હોવા જોઈએ અને ફાર્મસી એક્ટ, 1948 હેઠળ ફાર્માસિસ્ટ તરીકે રજીસ્ટ્રેશન હોવું જોઈએ.
રેડિયોગ્રાફર એક્સ-રે ટેકનિશિયન: માન્ય સંસ્થામાંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર સાથે (ધોરણ 12) 10+02 પાસ કરેલ હોવું જરૂરી છે તથા રેડિયોગ્રાફી / એક્સ-રે ટેકનિશિયન / રેડિયો ડાયગ્નોસિસ ટેકનોલોજી વિષયમાં ૨ વર્ષનો ડિપ્લોમા ધરાવવો આવશ્યક છે. આ ઉપરાંત, જે ઉમેદવારો વિજ્ઞાનમાં સ્નાતક સાથે રેડિયોગ્રાફી / એક્સ-રે ટેકનિશિયન / રેડિયો ડાયગ્નોસિસ ટેકનોલોજીનો 02 વર્ષનો ડિપ્લોમા ધરાવે છે, તેમને પ્રાધાન્ય આપવામાં આવશે.
ઇસીજી ટેકનિશિયન: ઉમેદવારે ધોરણ 12 / વિજ્ઞાનમાં સ્નાતક સાથે ECG લેબોરેટરી ટેકનોલોજી / કાર્ડિયોલોજી વિષયમાં પ્રમાણપત્ર / ડિપ્લોમા / ડિગ્રી મેળવેલ હોવી જરૂરી છે. નોંધનીય છે કે કોર્સનો સમયગાળો ઓછામાં ઓછો ૧ વર્ષ અથવા તેથી વધુ હોવો જોઈએ.
"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."
Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...
BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...
BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...
2 thoughts on “RRB Paramedical Recruitment 2025: 434 પોસ્ટ માટે અરજી કરો”
For dialysis technician
read the education qualification details