Bank of Maharashtra Generalist Officers Bharti 2025– 500 પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરો
Bank of Maharashtra Generalist Officers Bharti 2025: બેન્કિંગ ક્ષેત્રમાં નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે.બેંક ઓફ મહારાષ્ટ્ર, દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, જેનું મુખ્ય કાર્યાલય પુણેમાં આવેલુ છે. બેંક ઓફ મહારાષ્ટ્રની સમગ્ર દેશમાં 2,600થી વધુ શાખાઓ આવેલી છે, બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા Generalist Officerની 500 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની પ્રક્રિયા 13 ઓગસ્ટ 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 છે. આ ભરતી અંતર્ગત પસંદ થયેલ ઉમેદવારને ₹64,820 થી ₹93,960 જેટલો શરુઆત પગાર ધોરણ આપવામાં આવશે, જેમાં વધારાના ભથ્થા અને લાભ પણ શામેલ રહેશે.
Generalist Officer પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 22 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચે. તેમાં શૈક્ષણિક લાયકાત, જરૂરિયાત મુજબનો અનુભવ, પસંદગી પ્રક્રિયા, ફી તથા અરજી કરવાની પદ્ધતિ વગેરે બાબતોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.
ભરતી વિશે ટુંક્મા માહિતી: Bank of Maharashtra Generalist Officers Bharti 2025
જાહેરાત વિગતો | માહિતી |
---|---|
ભરતી કરનાર સંસ્થા | બેંક ઓફ મહારાષ્ટ્ર |
ભરતી વર્ષ | 2025 |
જાહેરાત મહિનો | ઓગસ્ટ 2025 |
જાહેરાત ક્ર્માંક | AX1/ST/RP/Officers in Scale II/Phase I/2025-26 |
પોસ્ટનુ નામ | Generalist Officer (Scale II) |
કુલ ખાલી જગ્યાઓ | 500 |
પગાર ધોરણ | બેઝિક ₹64820- ₹93960+ અન્ય ભથ્થા |
પસંદગી પ્રક્રિયા | Objective Test + Interview |
અરજી મોડ | ઓનલાઈન |
ઓનલાઈનઅરજી શરૂ થવાની તારીખ | 13 ઓગસ્ટ 2025 |
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ | 30 ઓગસ્ટ 2025 |
વય મર્યાદા | 22 થી 35 વર્ષ (પોસ્ટ મુજબ છૂટછાટ લાગુ) |
સત્તાવાર વેબસાઈટ | www.bankofmaharashtra.in. |
પોસ્ટ અને ખાલી જગ્યાઓ: Bank of Maharashtra Generalist Officers Bharti 2025
પોસ્ટનું નામ | કુલ ખાલી જગ્યાઓ | SC | ST | OBC | EWS | General | PwBD (OC) | PwBD (VI) | PwBD (HI) | PwBD (ID) |
---|---|---|---|---|---|---|---|---|---|---|
Generalist Officer (Scale II) | 500 | 75 | 37 | 135 | 50 | 203 | 5 | 5 | 5 | 5 |
શૈક્ષણિક લાયકાત: Bank of Maharashtra Generalist Officers Bharti 2025
- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટી/સંસ્થા માંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી અથવા સંકલિત ડ્યુઅલ ડિગ્રી. તમામ સેમેસ્ટર / વર્ષોના કુલ ગુણમાં ઓછામાં ઓછા 60% ગુણ જરૂરી છે (SC/ST/OBC/PwBD ઉમેદવારો માટે ઓછામાં ઓછા – 55% ગુણ જરૂરી છે ).
- CMA/CFA/ICWA જેવી માન્ય લાયકાત હોવી જરૂરી છે.JAIIB અને CAIIB પાસ કરેલ હોય એ વધારાનો લાભ ગણાશે.
- અનુભવ: કોઈપણ અનુસૂચિત જાહેર ક્ષેત્રની બેંક અને અનુસૂચિત ખાનગી ક્ષેત્રની બેંકમાં અધિકારી તરીકે 3 વર્ષ કામકાજનો અનુભવ. ક્રેડિટ સંબંધિત ક્ષેત્રો/શાખાના વડા/ઇન્ચાર્જમાં વગેરેમા અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામા આવશે.
- પાત્રતા માપદંડ (ઉંમર અને શૈક્ષણિક લાયકાત) અન્ય વિગતો માટેની છેલ્લી તારીખ 31/07/2025 રહેશે.
ઉંમર મર્યાદા: Bank of Maharashtra Generalist Officers Bharti 2025
આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછીમાં ઓછી 22 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.ઉપરાંત, ઉમેદવાર જે કેટેગરીમાં આવે છે તે મુજબ તેમને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
કેટેગરી | ઉંમરમા છૂટછાટ |
---|---|
અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ (SC / ST) | 5 વર્ષ |
અન્ય પછાત વર્ગ (OBC – Non Creamy Layer) | 3 વર્ષ |
દિવ્યાંગ ઉમેદવાર PwBD (SC/ST) | 15 વર્ષ |
દિવ્યાંગ ઉમેદવાર ઉમેદવાર PwBD (OBC) | 13 વર્ષ |
દિવ્યાંગ ઉમેદવાર ઉમેદવાર PwBD (GEN/EWS) | 10 વર્ષ |
ભૂતપૂર્વ સૈનિક,કમિશન્ડ ઓફિસર,ECOs/SSCOs (જે ઉમેદવારોએ 5 વર્ષ સેવા આપી છે અને નિષ્ઠાપૂર્વક મુક્ત થયેલા છે) | 5 વર્ષ |
1984ના રમખાણોથી પ્રભાવિત વ્યક્તિઓ | 5 વર્ષ |
અરજી ફી: Bank of Maharashtra Generalist Officers Bharti 2025
નોંધ: અરજી ફી ની ચુકવણી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે .
કેટેગરી | અરજી ફી | GST | કુલ રકમ |
---|---|---|---|
General /EWS / OBC | ₹1000 | ₹180 | ₹1180 |
SC/ST/PwBD | ₹100 | ₹18 | ₹118 |
પસંદગી પ્રક્રિયા: Bank of Maharashtra Generalist Officers Bharti 2025
- Written Exam
- Interview
વ્યાવસાયિક જ્ઞાનની પરીક્ષામાં બેંકિંગ અને મેનેજમેન્ટ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રત્યેક ખોટા જવાબ માટે તે પ્રશ્નના કુલ ગુણમાંથી ચોથો ભાગ (0.25 ગુણ) કપાશે.જો કોઈ પ્રશ્નનો જવાબ ઉમેદવાર દ્વારા ખાલી રાખવામાં આવે,એટલે કે કોઈ વિકલ્પ પસંદ ન કરવામાં આવે,તો તેના માટે કોઈ માઈનસ પધ્ધ્તી લાગુ પડશે નહી.
પરીક્ષા કેંન્દ્ર: ગુજરાતમા પરીક્ષા કેંન્દ્ર અમદાવાદ,ગાંધીનગર, રાજકોટ,સુરત, વડોદરા,આણંદ રહેશે.
ક્રમ. | પરીક્ષાનું નામ | પ્રશ્નોની સંખ્યા | સમયગાળો |
---|---|---|---|
01 | English Language(અંગ્રેજી ભાષા) | 20 | 20 મિનિટ |
02 | Quantitative Aptitude(પરિમાણાત્મક ક્ષમતા) | 20 | 20 મિનિટ |
03 | Reasoning Ability(તાર્કિક ક્ષમતા) | 20 | 20 મિનિટ |
04 | Professional Knowledge(જગ્યાને લગતુ વ્યાવસાયિક જ્ઞાન) | 90 | 60 મિનિટ |
કુલ ગુણ અને સમય | 150 | 02 કલાક |
અરજી કેવી રીતે કરવી: Bank of Maharashtra Generalist Officers Bharti 2025
- સૌપ્રથમ, Bank of Maharashtraનુ ફોર્મ ભરવાની official site (https://ibpsonline.ibps.in/bomjul25/) પર જાઓ.
- ત્યારબાદ ફોર્મ ભરવાની official siteના હોમપેજ પર ““Click here for New Registration”” જેવી લિંક્સ જોવા મળશે.
- રજીસ્ટ્રેશન પ્રક્રિયા “New Registration” પર ક્લિક કરો અને માહિતી ભરીને પ્રક્રિયા પુર્ણ કરો.(તમારું નામ, ઈમેલ ID અને મોબાઈલ નંબર દાખલ કરો.)
- રજીસ્ટ્રેશન થયા બાદ તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ SMS/ઈમેલ દ્વારા મળશે.લોગિન કરી(રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો).
- વ્યક્તિગત માહિતી (નામ, જન્મ તારીખ, સરનામું), શૈક્ષણિક લાયકાત અને કેટેગરીની વિગતો ભરો, વય મર્યાદા, અને જરૂરી દસ્તાવેજો તપાસો.
- Handwritten Declaration scan copy,પાસપોર્ટ સાઇઝ ફોટો,સહી અને અંગૂઠાના નિશાન (Left Thumb Impression) યોગ્ય ફોર્મેટમાં અપલોડ કરો.
- લાગુ પડતી એપ્લિકેશન ફી Online (Debit/Credit/Net Banking/UPI) માધ્યમથી ભરો.
- અંતિમ સબમિશન ફોર્મ ભર્યા પહેલા સંપૂર્ણ વિગતો ચકાસો.“Final Submit” બટન પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.
- Final Submit પછી Application Form PDFનું પ્રિન્ટઆઉટ કાઢી ભવિષ્ય ઉપયોગ માટે સાચવો.
ભરતી વિશે અગત્યની તારીખો: Bank of Maharashtra Generalist Officers Bharti 2025
વિગતો | તારીખ |
---|---|
ઓનલાઇન અરજીની શરૂઆતની તારીખ | 13/08/2025 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 30/08/2025 |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 30/08/2025 |
ઓનલાઇન પરીક્ષાની તારીખ | જાહેર થયે સૂચના આપવામાં આવશે |
ભરતી વિશે અગત્યની લિક્સ: Bank of Maharashtra Generalist Officers Bharti 2025
Full Notification | અહી ક્લિક કરો |
Apply Online (ફોર્મ ભરવા માટેની લિંક) | અહી ક્લિક કરો |
Read Also: RRB Paramedical Recruitment 2025: 434 પોસ્ટ માટે અરજી કરો