BSF Head Constable RO RM Recruitment 2025-નોટીફિકેશન જાહેર
BSF Head Constable RO RM Recruitment 2025: BSF ( બોડર સિકયુરિટી ફોર્સ) દ્વારા હેડ કોન્સ્ટેબલ (રેડીયો મિકેનિક અને રેડીયો ઓપરેટર)ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામા આવી છે.આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 24 ઓગસ્ટ 2025 થી થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 સપ્ટેમ્બર 2025 નિર્ધારિત કરવામાં આવી છે. ફોર્મ ભરવા માટે લાયકાત 12 science(physics, chemistry, maths) અથવા 10 અને જરૂરી ફિલ્ડમાં ITI ધરાવતા ઉમેદવારો આ ભરતીમા અરજી કરી શકે છે.
આ ભરતીમાં BSF (બીએસએફ) દ્વારા કુલ 1121 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પુરુષ અને મહિલા બને ફોર્મ ભરી શકશે.ફોર્મ ભર્યા બાદ પ્રાથમિક પરીક્ષામાં શારીરિક ક્ષમતાની કસોટી અને ત્યારબાદ લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવશે. આ બંને પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોની ફાઇનલ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.પસંદ થયેલા ઉમેદવારોને ભારતના કોઈપણ રાજ્યમાં કે પછી વિદેશમાં પણ પોસ્ટિંગ મળી શકે છે.
ફોર્મ ભરવા માટે જરૂરી માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે અગત્યની લિંક અને તારીખો વગેરે આ આર્ટિકલમા વિગતવાર માહિતી આપેલી છે. ફોર્મ ભરતા પહેલા જાહેરાતની ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.આભાર
ભરતી વિશે ટુંક્મા માહિતી: BSF Head Constable RO RM Recruitment 2025
જાહેરાત વિગતો | માહિતી |
સંસ્થાનુ નામ | બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) |
---|---|
પોસ્ટનું નામ | હેડ કોન્સ્ટેબલ (રેડીયો મિકેનિક અને રેડીયો ઓપરેટર) |
કેટેગરી | ગ્રુપ C |
ખાલી જગ્યાઓ | 1121 પોસ્ટ |
નોકરીનુ સ્થળ | ભારતના કોઈપણ રાજ્યમાં કે પછી વિદેશમાં |
અરજી શરૂ કરવાની તારીખ | 24 ઓગસ્ટ 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23 સપ્ટેમ્બર 2025 |
પગાર ધોરણ | Pay Level- 4 (Pay Matrix મુજબ) ₹25,500 થી ₹81,100 |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
ઓફિસિયલ વેબસાઈટ | bsf.gov.in |
હેડ કોન્સ્ટેબલ (RO)ની ખાલી જગ્યાઓ: BSF Head Constable RO RM Recruitment 2025
વર્ગ | ભૂતપૂર્વ સૈનિક (ESM) | Compassionate Appointment (CA) | બાકી જગ્યાઓ | વિભાગીય જગ્યાઓ (BSF કર્મચારીઓ માટે) | કુલ જગ્યાઓ |
---|---|---|---|---|---|
અનામત (UR) | 20 | – | 177 | 79 | 276 |
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) | 4 | – | 38 | 17 | 59 |
અન્ય પછાત વર્ગ (OBC) | 25 | 34 | 225 | 66 | 350 |
અનુ. જાતિ (SC) | 9 | – | 81 | 37 | 127 |
અનુ. જન જાતિ (ST) | 7 | – | 63 | 28 | 98 |
કુલ | 65 | 34 | 584 | 227 | 910 |
હેડ કોન્સ્ટેબલ (RM)ની ખાલી જગ્યાઓ: BSF Head Constable RO RM Recruitment 2025
વર્ગ | ભૂતપૂર્વ સૈનિક (ESM) | Compassionate Appointment (CA) | બાકી જગ્યાઓ | વિભાગીય જગ્યાઓ (BSF કર્મચારીઓ માટે) | કુલ જગ્યાઓ |
---|---|---|---|---|---|
અનામત (UR) | 5 | – | 41 | 18 | 64 |
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) | 1 | – | 10 | 5 | 16 |
અન્ય પછાત વર્ગ (OBC) | 6 | 8 | 52 | 16 | 82 |
અનુ. જાતિ (SC) | 2 | – | 18 | 8 | 28 |
અનુ. જન જાતિ (ST) | 2 | – | 13 | 6 | 21 |
કુલ | 16 | 8 | 134 | 53 | 211 |
શૈક્ષણિક લાયકાત: BSF Head Constable RO RM Recruitment 2025
હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર):
- ઉમેદવારોએ માન્ય શાળા બોર્ડ અથવા સંસ્થામાથી ધોરણ 12 Science(physics, chemistry, maths) વિષય સાથે 60% ગુણ સાથે પાસ અથવા.
- 10મું ધોરણ (મેટ્રિક્યુલેશન) અથવા તેની સમકક્ષ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલી હોવી જોઈએ તથા સંબંધિત ટ્રેડ(Radio & Television, Electronics Engineering, Computer Operator & Programming Assistant, Data Preparation & Computer Software, General Electronics Engineering, Data Entry Operator)માંથી માન્ય સંસ્થા/સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા તરફથી ITI (Industrial Training Institute) નું પ્રમાણપત્ર હોવુ જરૂરી છે.
હેડ કોન્સ્ટેબલ (રેડિયો મેકેનિક):
- ઉમેદવારોએ માન્ય શાળા બોર્ડ અથવા સંસ્થામાથી ધોરણ 12 Science(physics, chemistry, maths) વિષય સાથે 60% ગુણ સાથે પાસ અથવા
- 10મું ધોરણ (મેટ્રિક્યુલેશન) અથવા તેની સમકક્ષ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલી હોવી જોઈએ તથા સંબંધિત ટ્રેડ(Radio & Television, General Electronics, Computer Operator & Programming Assistant, Data Preparation & Computer Software, Electrician, Fitter, Information Technology, Electronics System Maintenance, Communication Equipment Maintenance, Computer Hardware, Network Technician, Mechatronics અથવા Data Entry Operator.)માંથી માન્ય સંસ્થા/સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા તરફથી ITI (Industrial Training Institute) નું પ્રમાણપત્ર હોવુ જરૂરી છે.
ઉંમર મર્યાદા (23/09/2025ના રોજ): BSF Head Constable RO RM Recruitment 2025
BSF ભરતી 2025 માટે વિવિધ કેટેગરીના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ ઉંમર મર્યાદાની છૂટછાટ આપવામાં આવે છે.વધુ માહિતી માટે નોટીફિકેશન વાંચો.
વિગતો | વર્ષ તેમજ માહિતી |
---|---|
ઓછામા ઓછી ઉંમર | 18 વર્ષ |
વધુમા વધુ ઉંમર | 25 વર્ષ |
SC, ST, OBC તથા અન્ય આરક્ષિત વર્ગના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
કેટેગરી | ઉંમર મર્યાદાની છૂટછાટ |
---|---|
SC (અનુસૂચિત જાતિ) | 5 વર્ષ |
ST (અનુસૂચિત જનજાતિ) | 5 વર્ષ |
OBC (અન્ય પછાત વર્ગ) | 3 વર્ષ |
અરજી ફી: BSF Head Constable RO RM Recruitment 2025
અરજી ફી કોઈપણ બેંકની નેટ બેંકિંગ /કોઈપણ બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ દ્વારા / ફક્ત ઓનલાઇન પદ્ધતિ દ્વારા ચુક્વવાની રહેશે.
કેટેગરી | ફી વિષે માહિતી |
---|---|
બિન અનામત (UR), EWS અને OBC કેટેગરીના ઉમેદવારો | 100/- |
મહિલા ઉમેદવારો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) BSF સેવામાં રહેલા કર્મચારીઓ ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) | અરજી ફી માંથી મુક્તિ |
સિલેકશન પ્રોસેસ: BSF Head Constable RO RM Recruitment 2025
- શારીરિક કસોટી(PET /PST)
- લેખીત પરીક્ષા(Written Examination)
- દસ્તાવેજ ચકાસણી(Document Verification)
- તબીબી તપાસ(Medical Examination)
PET /PST: શારીરિક કસોટી
ટેસ્ટ (Test) | પુરુષ ઉમેદવાર માટે (For Male Candidates) | મહિલા ઉમેદવાર માટે (For Female Candidates) |
---|---|---|
Physical Standard Test (PST) | ઊંચાઈ, છાતી અને વજન | ઊંચાઈ અને વજન |
પરીક્ષા | પુરુષ ઉમેદવાર માટે | મહિલા ઉમેદવાર માટે |
---|---|---|
દોડ | 1.6 કિમી 6½ મિનિટમાં | 800 મીટર 4 મિનિટમાં |
લાંબી કૂદ (Long Jump) | 11 ફૂટ (3 પ્રયત્નો) | 9 ફૂટ (3 પ્રયત્નો) |
ઊંચી કૂદ (High Jump) | 3½ ફૂટ (3 પ્રયત્નો) | 3 ફૂટ (3 પ્રયત્નો) |
Written Examination: લેખીત પરીક્ષા
ભાગ (Part) | વિષય (Syllabus) | પ્રશ્નોની સંખ્યા | કુલ ગુણ |
---|---|---|---|
Part 1 | ભૌતિકશાસ્ત્ર (Physics) | 40 | 80 ગુણ |
Part 2 | ગણિત (Mathematics) | 20 | 40 ગુણ |
Part 3 | રસાયણશાસ્ત્ર (Chemistry) | 20 | 40 ગુણ |
Part 4 | અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન (English & GK) | 20 | 40 ગુણ |
100 પ્રશ્નો | 200 ગુણ |
ફોર્મ કેવી રીતે ભરવુ: BSF Head Constable RO RM Recruitment 2025
- સૌ પ્રથમ,સંસ્થાની અધિકૃત વેબસાઇટ https://rectt.bsf.gov.in/ પર જાઓ.
- વેબસાઇટના હોમપેજ પર “Current Recruitment Openings” મેનુ આપેલુ હશે.
- તેમા “HEAD CONSTABLE (RADIO OPERATOR & RADIO MECHANIC)” પર ક્લિક કરો અને નોટીફિકેશન વાંચો.
- નોટીફિકેશન વાંચ્યા બાદ HEAD CONSTABLE (RADIO OPERATOR & RADIO MECHANIC)ની બાજુમા આપેલ Apply Online બટન પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે “New Registration” પર ક્લિક કરો અને માહિતી ભરીને પ્રક્રિયા પુર્ણ કરો.(તમારું નામ, ઈમેલ ID અને મોબાઈલ નંબર દાખલ કરો.)
- ત્યારબાદ તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ SMS/ઈમેલ દ્વારા મળશે.લોગિન કરી(રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો).
- અરજી ફોર્મમા તમારી વિગતો જેવી કે વ્યક્તિગત માહિતી,શૈક્ષણિક લાયકાત,જાતી, જન્મ તારીખ વગેરે કાળજીપૂર્વક ભરો.
- માંગ્યા મુજબ પાસપોર્ટ સાઇઝનો ફોટો (તાજેતરનો), સહી તેમજ સ્કેન કરેલા દસ્તાવેજો માંગેલી સાઈજ્મા અપલોડ કરો.
- જો લાગુ પડે તો તમારી કેટેગરી મુજબ ઓનલાઈન અરજી ફી ભરો.
- સૌથી છેલ્લે બધી વિગતો તપાસો અને ફાઇનલ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ સેવ કરો.
અરજી કરવાની અગત્યની તારીખ: BSF Head Constable RO RM Recruitment 2025
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 24 ઓગસ્ટ 2025 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 23 સપ્ટેમ્બર 2025 |
ભરતી વિશે અગત્યની લિક્સ: BSF Head Constable RO RM Recruitment 2025
Full Notification | અહી ક્લિક કરો |
Apply Online (ફોર્મ ભરવા માટેની લિંક) | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
Read Also: LIC AAO Generalist Recruitment 2025 -350 પોસ્ટ માટે અરજી કરો