---Advertisement---

GAU Laboratory Technician Vacancy 2025- ગુજરાત કૃષિ યુનિવર્સિટી લેબોરેટરી ટેકનિશિયન ભરતી

By Savan Parmar

Updated on:

GAU Laboratory Technician Vacancy 2025
---Advertisement---

GAU Laboratory Technician Vacancy 2025: કુલ 57 જગ્યાઓ માટે હમણા જ અરજી કરો

GAU Laboratory Technician Vacancy 2025: ગુજરાત રાજયની ચાર અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ કૃષિ યુનિર્વાર્સટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી કૃષિ યુનિવર્સટી અને સ૨દા૨ કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી)માં તાંત્રિક સંવર્ગ (વર્ગ 3) લેબોરેટરી ટેક્નિશિયન/લેબોરેટરી આસિસ્ટન્ટની 57 ખાલી જગ્યાઓની પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ પગાર ધોરણ રૂ. 40800/- સીધી ભરતીથી ભરવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની ઓફિસિયલ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.અરજી કરવા માટે જરૂરી માહિતી અહી આપેલી છે.ફોર્મ ભરતા પહેલા એકવાર ભરતીની સંપૂર્ણ જાહેરાત વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.

લેબોરેટરી ટેક્નિશિયન/લેબોરેટરી આસિસ્ટન્ટની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે ઉત્તમ તક રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં લેબોરેટરી ટેક્નિશિયન/લેબોરેટરી આસિસ્ટન્ટની 57 પોસ્ટ માટે ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી માહિતી જેવીકે અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ માં કેટલી જગ્યા છે, અરજી ફી, વય મર્યાદા, ફોર્મ ભરવાની લિંક વગેરે આ આર્ટિકલમાં આપેલી છે.રસ ધરાવતા ઉમેદવારોએ રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી માંથી કોઈપણ એકની સત્તાવાર વેબસાઇટ www.aau.in, www.jau.in, www.nau.in અથવા www.sdau.edu.in પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.ઓનલાઈન અરજી પ્રક્રિયા 25/08/2025ના રોજ શરૂ થશે અને 20/09/2025 સુંધીમા શરુ રહેશે.

ભરતી વિશે ટૂંક્મા માહિતી: GAU Laboratory Technician Vacancy 2025

જાહેરાત વિગતો માહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ
પોસ્ટનું નામલેબોરેટરી ટેક્નિશિયન/લેબોરેટરી આસિસ્ટન્ટ
જાહેરાત ક્રમાંક02/2025
જગ્યાઓ57
નોકરીનો ક્લાસવર્ગ ૩
પગાર ધોરણ રૂ. 40800/-
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળઆણંદ, દાંતીવાડા, જૂનાગઢ, નવસારી(કૃષિ યુનિવર્સિટીઓ)
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ25/08/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ20/09/2025
સત્તાવાર વેબસાઇટwww.aau.in, www.jau.in, www.nau.in, www.sdau.edu.in

યુનિવર્સિટી પ્રમાણે ખાલી જગ્યાઓ: GAU Laboratory Technician Vacancy 2025

લેબોરેટરી ટેક્નિશિયન:

કૃષિ યુનિવર્સિટીના નામકુલ જગ્યાઓ
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ09
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ07
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી12
સરદારકૃષિનીગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનીગર29
કુલ જગ્યાઓ55

લેબોરેટરી આસિસ્ટન્ટ:

કૃષિ યુનિવર્સિટીના નામ કુલ જગ્યાઓ
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી02

શૈક્ષણિક લાયકાત: GAU Laboratory Technician Vacancy 2025

  1. કૃષિ બાયોટેકનોલોજી, કૃષિ માઇક્રોબાયોલોજી, માઇક્રોબાયોલોજી, રસાયણશાસ્ત્ર, બાયોકેમિસ્ટ્રી, હોમ સાયન્સ, પોષણશાસ્ત્ર અથવા ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી જેવા વિષયોમાંથી કોઈ એક વિષયમાં બીજાવર્ગની સ્નાતક ડિગ્રી મેળવી હોવી જોઈએ.
  2. અને સરકારી માન્ય સંસ્થામાં લેબોરેટરી ટેક્નિશિયન તરીકેનું તાલીમ લીધેલ પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
  3. રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે નક્કી કરવામાં આવેલ DOEACC ની CCC પરીક્ષા અથવા સમકક્ષ કક્ષાની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  4. જો ઉમેદવારે CCCની આ પરીક્ષા પાસ ન કરી હોય, તો તેને નિમણૂક બાદ આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે.

ઉંમર મર્યાદા: GAU Laboratory Technician Vacancy 2025

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ મુજબ ઉમેદવારની ઉંમર ગણવામાં આવશે. એટલે કે, 20/09/2025ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જરૂરી છે. નિર્ધારિત ઉંમર મર્યાદામાં છૂટછાટ રાજ્ય સરકારના નિયમો પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને દિવ્યાંગ ઉમેદવારોને લાગુ પડશે.

શ્રેણીછૂટછાટમહત્તમ વયમર્યાદા
સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર5 વર્ષ40 વર્ષ
અનામત કેટેગરીનો પુરૂષ ઉમેદવાર5 વર્ષ40 વર્ષ
અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર10 વર્ષ45 વર્ષ
સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરૂષ ઉમેદવાર10 વર્ષ45 વર્ષ
સામાન્ય કેટેગરીની દિવ્યાંગ મહિલા ઉમેદવાર15 વર્ષ50 વર્ષ
અનામત કેટેગરીના દિવ્યાંગ પુરૂષ ઉમેદવાર15 વર્ષ50 વર્ષ
અનામત કેટેગરીની દિવ્યાંગ મહિલા ઉમેદવાર20 વર્ષ55 વર્ષ
માજી સૈનિક ઉમેદવારનિયમ મુજબ છૂટછાટલાગુ પડતા નિયમ મુજબ

અરજી ફી: GAU Laboratory Technician Vacancy 2025

કેટેગરીફી બેંક ચાર્જ
જનરલ(બિન અનામત વર્ગ ઉમેદવારો)1000/-લાગુ પડશે
SC / ST / SEBC / EWS (અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવારો)250/-લાગુ પડશે
PwD (દિવ્યાંગ ઉમેદવારો)250/-લાગુ પડશે
ભૂતપૂર્વ સૈનિકઅરજી ફી માથી મુક્તિ

પસંદગી પ્રક્રિયા અને સિલેબસ: GAU Laboratory Technician Vacancy 2025

  1. Written Exam (MCQ Based)
  2. Document Verification
  3. Final Selection

પરીક્ષા OMR (Optical Marks Reading) કે પછી Computer Based Response Test (CBRT) પદ્ધતિથી લેવામાં આવશે.
પરીક્ષામાં બે ભાગ રહેશે – Part-A અને Part-B.

Part-A:

વિષયગુણ
તર્કશક્તિ તથા Data Interpretation30
ગણિતશક્તિ30
કુલ ગુણ60

Part-B:

વિષયગુણ
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાત અને ભારતનો ઇતિહાસ-ભૂગોળ30
સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાના પ્રશ્નો120
કુલ ગુણ150

મહત્વની નોંધ:

  1. Part-A કુલ 60 ગુણ અને Part-B કુલ 150 ગુણ, મળીને 210 ગુણની પરીક્ષા હશે.
  2. Part-A અને Part-B માટે અલગથી સમય આપવામાં આવશે.
  3. બંને Part-A અને Part-B માટે Qualifying Standard રહેશે.
  4. અનામત વર્ગ (SC/ST/SEBC/EWS/Ex-Servicemen/Divyang) માટે 40% ગુણ મેળવવા ફરજિયાત રહેશે.

કેવી રીતે અરજી કરવી: GAU Laboratory Technician Vacancy 2025

  1. સૌ પ્રથમ, ભરતી સંબંધિત સત્તાવાર https://apply.registernow.in/SAU/Labtech/વેબસાઇટ પર જાઓ.
  2. હોમપેજ પર આપેલ “New Registration” બટન પર ક્લિક કરો.
  3. તમારી જરૂરી વિગતો, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડીનો ઉપયોગ કરીને Registration પ્રક્રિયા પૂર્ણ કરો.
  4. Gamil પર પ્રાપ્ત User id અને Password દ્વારા ફોર્મ ભરવા માટે login કરો
  5. લોગ ઇન કર્યા પછી,માગ્યા મુજબ તમારું નામ, લિંગ , જન્મ તારીખ, જાતિ અને અન્ય વિગતો ભરો..
  6. ફોટો,સહી,શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્રો વગેરે જેવા જરૂરી પ્રમાણપત્રોને યોગ્ય ફોર્મેટ અને સાઇજમાં સ્કેન કરી અને અપલોડ કરો.
  7. લાગુ પડતી અરજી ફી ભરો, જે નેટ બેંકિંગ, ડેબિટ કાર્ડ અથવા યુપીઆઈ દ્વારા ઓનલાઈન ચુકવવાની રહેશે.
  8. બધી વિગતો તેમજ લાયકાત અને દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી ફોર્મ સબમિટ કરો.
  9. અરજી ફોર્મ સબમિટ કર્યા પછી તેનું પ્રિન્ટઆઉટ લો.ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: GAU Laboratory Technician Vacancy 2025

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ25/08/2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ20/09/2025
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ20/09/2025

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: GAU Laboratory Technician Vacancy 2025

નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
---Advertisement---

Related Post

GSSSB Laboratory Assistant Recruitment 2025- પ્રયોગશાળા મદદનીશ ભરતી

GSSSB પ્રયોગશાળા મદદનીશ ભરતી 2025– ઓનલાઈન અરજી પ્રક્રિયા GSSSB Laboratory Assistant Recruitment 2025: GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ...

GSSSB Municipal sanitary inspector Bharti 2025-ઓનલાઈન અરજી અને વિગતવાર માહિતી

GSSSB Municipal sanitary inspector Bharti 2025: ઓનલાઇન અરજી, વય મર્યાદા અને પગાર વિગતો GSSSB Municipal sanitary inspector 2025: GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ),ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને ...

Amdavad Traffic TRB Recruitment 2025: કુલ 650 ખાલી જગ્યાઓ માટે અરજી કરો

Amdavad Traffic TRB Recruitment 2025: લાયકાત,ફોર્મ કેવી રીતે ભરવું,અરજી ફોર્મ Amdavad Traffic TRB Recruitment 2025: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કુલ 650 ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક/ સેવિકાની પસંદગી કરવા ...

BSF Head Constable RO RM Recruitment 2025-કુલ 1121 પોસ્ટ માટે અરજી કરો

BSF Head Constable RO RM Recruitment 2025-નોટીફિકેશન જાહેર BSF Head Constable RO RM Recruitment 2025: BSF ( બોડર સિકયુરિટી ફોર્સ) દ્વારા હેડ કોન્સ્ટેબલ (રેડીયો મિકેનિક અને રેડીયો ઓપરેટર)ની ...

Leave a Comment