GSSSB પ્રયોગશાળા મદદનીશ ભરતી 2025– ઓનલાઈન અરજી પ્રક્રિયા
GSSSB Laboratory Assistant Recruitment 2025: GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ આવેલી ગુજરાત ઇજનેરી સંશોધન કચેરીમાં પ્રયોગશાળા મદદનીશ (વર્ગ-3) ની કુલ 44 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સીધી ભરતીથી ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.ઇચ્છુક ઉમેદવારોને વિનંતી છે કે તેઓ પોતાની અરજી OJAS વેબસાઇટ (https://ojas.gujarat.gov.in) મારફતે જ ઓનલાઈન ભરી શકશે.
અરજી કરવાની શરૂઆત તારીખ 06/09/2025 થશે અને છેલ્લી તારીખ 20/09/2025 રહેશે.જાહેરાતમાં જણાવેલ છેલ્લી તારીખ પહેલા અરજી કરો અને અરજી કરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાર જ અરજી કરો.અરજી કરવા માટેનું તમામ વિગતો અહીં આર્ટિકલમાં વ્યવસ્થિત રીતે આપી છે.ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત, વય મર્યાદા,અરજી ફી ,અને ફોર્મ ભરવાની લિંક વગેરે માહિતી માટે આર્ટીકલમા વાંચો.
ભરતી વિશે ટૂંક્મા માહિતી: GSSSB Laboratory Assistant Recruitment 2025
જાહેરાત વિગતો | માહિતી |
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટનું નામ | પ્રયોગશાળા મદદનીશ |
જાહેરાત ક્રમાંક | 359/202526 |
જગ્યાઓ | 44 |
નોકરીનો ક્લાસ | વર્ગ 3 |
પગાર ધોરણ | 26000/- |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 06/09/2025 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 20/09/2025 |
સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/ |
કુલ ખાલી જગ્યાઓ: GSSSB Laboratory Assistant Recruitment 2025
કુલ જગ્યાઓ | સામાન્ય | આવથિક રીતે નબળા વર્ગ (EWS) | અનુ. જાતિ (SC) | અનુ. જન જાતિ (ST) | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) | મહિલાઓ માટે અનામત | શારીરિક અશક્ત (PwD) | માજી સૈનિક |
---|---|---|---|---|---|---|---|---|
44 | 20 | 05 | 01 | 09 | 09 | 06 | 02 | 01 |
શૈક્ષણિક લાયકાત: GSSSB Laboratory Assistant Recruitment 2025
- ઉમેદવારે વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 12 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
- ગુજરાત નાગરિક સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવવું જરૂરી છે.
- ઉમેદવાર પાસે ગુજરાતી કે હિન્દી અથવા બન્ને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.
ઉંમર મર્યાદા: GSSSB Laboratory Assistant Recruitment 2025
તારીખ 20/09/2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
કેટેગરી | છૂટછાટ (વર્ષ) |
---|---|
સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર | 05 વર્ષ |
અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર | 05 વર્ષ |
અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર | 10 વર્ષ (5+5) |
સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવાર | 10 વર્ષ |
સામાન્ય કેટેગરીની દિવ્યાંગ મહિલા ઉમેદવાર | 15 વર્ષ (10+05) |
અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવાર | 15 વર્ષ (05+10) |
અનામત કેટેગરીની દિવ્યાંગ મહિલા ઉમેદવાર | 20 વર્ષ (05+10+05) |
માજી સૈનિક ઉમેદવાર | ફરજ બજાવેલી અવધિ + 03 વર્ષ |
અરજી ફી: GSSSB Laboratory Assistant Recruitment 2025
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જ ફી પરત મળવાપાત્ર રહેશે.
વર્ગ | પરીક્ષા ફી |
---|---|
બિનઅનામત વર્ગના ઉમેદવારો | રૂ. 500 /- |
તમામ કેટેગરીની મહિલાઓ, SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ), SC(અનુસૂચિત જાતિ), ST(અનુસૂચિત જનજાતિ), EWS(આર્થિક રીતે નબળા વર્ગ), વિકલાંગ ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો | રૂ. 400 /- |
પસંદગી પ્રક્રિયા અને સિલેબસ: GSSSB Laboratory Assistant Recruitment 2025
- Written Exam: હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી OMR પદ્ધતિથી લેવાતી લેખિત પરીક્ષા યોજાશે.
- Document Verification(દસ્તાવેજ ચકાસણી)
- Medical Examination: તબીબી તપાસ
- પ્રશ્નોની સંખ્યા: પરીક્ષાનુ પેપર બે ભાગ હશે Part-A માં 60 પ્રશ્નો અને Part-B માં 150 પ્રશ્નો, એટલે કે કુલ 210 પ્રશ્નો.
- સમય અને કુલ ગુણ: બંને ભાગ માટે મળવાપાત્ર સમય કુલ 03 કલાક (180 મિનિટ) અને કુલ 210 ગુણનુ પેપર રહેશે.
- નેગેટિવ માર્કિંગ: પ્રશ્નપત્ર MCQ પદ્ધતિમાં હશે. ખોટો જવાબ આપવાથી તે પ્રશ્નના ફાળવેલ ગુણમાંથી 0.25 ગુણ કાપી લેવામાં આવશે.
Part A:
વિષય | ગુણ |
---|---|
તાર્કિક કસોટીઓ અને ડેટા ઈન્ટરપ્રિટેશન | 30 |
ગણિતીય કસોટીઓ | 30 |
કુલ ગુણ | 60 |
Part B:
વિષય | ગુણ |
---|---|
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સન | 30 |
સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો | 120 |
કુલ ગુણ | 150 |
કેવી રીતે અરજી કરવી: GSSSB Laboratory Assistant Recruitment 2025
- સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
- ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
- Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
- ત્યારબાદ પ્રયોગશાળા મદદનીશ 359/202526 જાહેરાત ના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
- ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
- ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
- જાહેરાતમાં દર્શાવેલ લાગુ પડતી અરજી ફી Fees મેનુ પર જઈને job સિલેક્ટ કરીને online fee ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીલો જે તમને ભવિષ્યના ઉપયોગ માટે કામ લાગશે.
અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: GSSSB Laboratory Assistant Recruitment 2025
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 06/09/2025 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 20/09/2025 |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 20/09/2025 |
અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: GSSSB Laboratory Assistant Recruitment 2025
નોટીફિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |