SSC Delhi Police Constable Recruitment 2025 – ફોર્મ ભરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા
SSC Delhi Police Constable Recruitment 2025 – ઓનલાઈન અરજી અને મહત્વની તારીખો: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ (Constable) પદ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે મળી કુલ 7565 જગ્યાઓ ખાલી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે અરજી કરવાની પ્રક્રિયા ઑનલાઇન શરૂ કરવામાં આવી છે. આ માટે ફોર્મ ભરવાની શરૂઆત 22 સપ્ટેમ્બર 2025 થી થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઑક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે.
આ ભરતીમાં 12 પાસ ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેનો સંભવિત સમય ડિસેમ્બર 2025 અથવા જાન્યુઆરી 2026 સુધીનો રહેશે.વિગતવાર માહિતી, પાત્રતા માપદંડ અને ઑફિશિયલ નોટિફિકેશન માટે ઉમેદવારોને નીચે આપેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે.
ભરતી વિશે ટુંક્મા માહિતી: SSC Delhi Police Constable Recruitment 2025
જાહેરાતની વિગતો | માહિતી |
સંસ્થાનુ નામ | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
---|---|
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ (Constable) |
જાહેરાત નંબર | HQ-C-3020/2/2025-C-3 |
ખાલી જગ્યાઓ | 7565 |
નોકરીનુ સ્થળ | ભારતમા ગમે ત્યા |
પગાર ધોરણ | પે લેવલ-3 (₹ 21,700 – 69,100/-) (ગ્રુપ ‘C’) |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | પોસ્ટ મુજબ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21/10/2025 |
ઓફિસિયલ વેબસાઈટ | https://ssc.gov.in/ |
શૈક્ષણિક લાયકાત: SSC Delhi Police Constable Recruitment 2025
10+2 (સીનિયર સેકન્ડરી) માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ. જે ઉમેદવારો નિર્ધારિત તારીખે જરૂરી શૈક્ષણિક લાયકાત મેળવી શક્યા નથી, તેઓ પાત્ર ગણાશે નહીં અને અરજી પણ કરી શકશે નહીં.
પુરુષ ઉમેદવારો પાસે PE&MT તારીખે માન્ય LMV (મોટરસાયકલ અથવા કાર) માટેનું ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જરૂરી છે. લર્નર લાઈસન્સ માન્ય નહીં ગણાય.
નીચે દર્શાવેલ પરિસ્થિતિઓમાં શૈક્ષણિક લાયકાત 11મા ધોરણ સુધી છૂટ આપવામાં આવશે:
- સેવા આપતા, નિવૃત્ત અથવા અવસાન પામેલા દિલ્હી પોલીસ કર્મચારીઓ/ દિલ્હી પોલીસના મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફના પુત્ર/પુત્રી માટે.
- દિલ્હી પોલીસના બેન્ડસ્મેન, બગલર, માઉન્ટેડ કૉન્સ્ટેબલ, ડ્રાઈવર, ડિસ્પેચ રાઈડર વગેરે માટે.
પોસ્ટ અને જગ્યાઓ: SSC Delhi Police Constable Recruitment 2025
ક્ર. નં. | પોસ્ટનું નામ | જનરલ (UR) | EWS | OBC | SC | ST | કુલ |
---|---|---|---|---|---|---|---|
1 | કોન્સ્ટેબલ (એક્ઝેક્યુટિવ) – પુરુષ | 1914 | 456 | 967 | 729 | 342 | 4408 |
2 | કોન્સ્ટેબલ (એક્ઝેક્યુટિવ) – પુરુષ [પૂર્વ સેવાનિવૃત (અન્ય)] | 107 | 26 | 54 | 62 | 36 | 285 |
3 | કોન્સ્ટેબલ (એક્ઝેક્યુટિવ) – પુરુષ [પૂર્વ સેવાનિવૃત (કોમૅન્ડો)] | 106 | 25 | 56 | 138 | 51 | 376 |
4 | કોન્સ્ટેબલ (એક્ઝેક્યુટિવ) – મહિલા | 1047 | 249 | 531 | 457 | 212 | 2496 |
કુલ | 3174 | 756 | 1608 | 1386 | 641 | 7565 |
વય મર્યાદા: SSC Delhi Police Constable Recruitment 2025
01/07/2025 ના રોજ 18થી 25 વર્ષ અને ઉમેદવારોનો જન્મ 02/07/2000 પછી અને 01/07/2007 પહેલા થયો ન હોવો જોઈએ.
કોડ નંબર | શ્રેણી / કેટેગરી | વધુ ઉમર છૂટ/ઉમર મર્યાદા |
---|---|---|
01 | SC / ST | 5 વર્ષ |
02 | OBC | 3 વર્ષ |
20 | એ તે ખેલાડીઓ જેઓ છેલ્લા 3 વર્ષમાં રાજ્ય સ્તરે નેશનલ લેવલ અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું હોય (SC/ST સિવાય) (Annexure-X માં રમત/ક્રીડા સૂચિ) | 5 વર્ષ |
21 | એ તે ખેલાડીઓ જેઓ છેલ્લા 3 વર્ષમાં રાજ્ય સ્તરે નેશનલ લેવલ અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કર્યું હોય (SC/ST) (Annexure-X માં રમત/ક્રીડા સૂચિ) | 10 વર્ષ |
22 | દિલ્હી પોલીસના વિભાગીય ઉમેદવાર (UR/EWS) જેઓએ ન્યૂનતમ 3 વર્ષની નિયમિત અને સતત સેવા આપી હોય | 40 વર્ષ સુધી |
23 | દિલ્હી પોલીસના વિભાગીય ઉમેદવાર (OBC) જેઓએ ન્યૂનતમ 3 વર્ષની નિયમિત અને સતત સેવા આપી હોય | 43 વર્ષ સુધી |
24 | દિલ્હી પોલીસના વિભાગીય ઉમેદવાર (SC/ST) જેઓએ ન્યૂનતમ 3 વર્ષની નિયમિત અને સતત સેવા આપી હોય | 45 વર્ષ સુધી |
25 | સેવા આપતા, નિવૃત્ત કે અવસાન પામેલા દિલ્હી પોલીસ કર્મચારીઓ/મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફના પુત્ર-પુત્રી | 29 વર્ષ સુધી |
26 | પૂર્વ સૈનિકો (UR/EWS) | મૂળ ઉમરથી સૈનિક સેવા બાદ 3 વર્ષ વધારાના ઉમર છૂટ |
27 | પૂર્વ સૈનિકો (OBC) | મૂળ ઉમરથી સૈનિક સેવા બાદ 6 વર્ષ (3+3) વધારાના ઉમર છૂટ |
28 | પૂર્વ સૈનિકો (SC/ST) | મૂળ ઉમરથી સૈનિક સેવા બાદ 8 વર્ષ (3+5) વધારાના ઉમર છૂટ |
29 | વિધવા, તલાક/ન્યાયલય દ્વારા વિભાજિત સ્ત્રીઓ, જેઓ ફરી લગ્નિત નથી થયેલાં | ઓનલાઈન અરજી બંધ થવાની તારીખ સુધી ઉપલબ્ધ |
પરીક્ષા ફી: SSC Delhi Police Constable Recruitment 2025
કેટેગરી | અરજી ફી |
---|---|
GENERAL / EWS / OBC | ₹100/- (એકસો રૂપિયા માત્ર) |
SC / ST / ભૂતપૂર્વ સૈનિક /તમામ કેટેગરીની મહિલાઓ / ટ્રાન્સજેન્ડર / લઘુમતી / EBC | ફી ચૂકવવાથી મુક્ત |
ફીની ચુકવણી ઓનલાઈન કરી શકાય છે | BHIM UPI, Net Banking અથવા Visa, Mastercard, Maestro, RuPay ડેબિટ કાર્ડ દ્વારા |
ફીની ચુકવણીની મર્યાદા | ઉમેદવારો 22-10-2025 સુધી (23:00 કલાક) કરી શકે છે |
પસંદગી પ્રક્રિયા: SSC Delhi Police Constable Recruitment 2025
- કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (Computer-Based Examination):
- Physical Endurance and Measurement Test (PE&MT)
- Medical Standard
કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (Computer-Based Examination):
ભાગ (Part) | વિષય (Subject) | પ્રશ્નોની સંખ્યા (Number of Questions) | મહત્તમ માર્ક્સ (Maximum Marks) | સમય (Duration) |
---|---|---|---|---|
ભાગ-A (Part-A) | સામાન્ય જ્ઞાન / તાજા સમાચાર (General Knowledge / Current Affairs) | 50 | 50 | 90 મિનિટ |
ભાગ-B (Part-B) | તર્કશક્તિ (Reasoning) | 25 | 25 | 90 મિનિટ |
ભાગ-C (Part-C) | સંખ્યાત્મક ક્ષમતા (Numerical Ability) | 15 | 15 | 90 મિનિટ |
ભાગ-D (Part-D) | કંપનીટર ફંડામેન્ટલ્સ, MS Excel, MS Word, કમ્યુનિકેશન, ઇન્ટરનેટ, WWW અને વેબ બ્રાઉઝર્સ (Computer Fundamentals, MS Excel, MS Word, Communication, Internet, WWW and Web Browsers) | 10 | 10 | 90 મિનિટ |
Physical Endurance Test for Male candidates: પુરુષ ઉમેદવારો માટે
વય જૂથ | 1600 મીટર દોડ | લૉન્ગ જમ્પ | હાઈ જમ્પ |
---|---|---|---|
30 વર્ષ સુધી | 6 મિનિટ | 14 ફૂટ | 3’9” |
31–40 વર્ષ | 7 મિનિટ | 13 ફૂટ | 3’6” |
40 વર્ષથી ઉપર | 8 મિનિટ | 12 ફૂટ | 3’3” |
Physical Endurance Test for Female candidates: મહિલા ઉમેદવારો માટે
વય જૂથ | રેસ (1600 મીટર) | લૉન્ગ જમ્પ | હાઇ જમ્પ |
---|---|---|---|
30 વર્ષ સુધી | 8 મિનિટ | 10 ફૂટ | 3 ફૂટ |
30 થી 40 વર્ષ | 9 મિનિટ | 9 ફૂટ | 2’9” ફૂટ |
40 વર્ષથી વધુ | 10 મિનિટ | 8 ફૂટ | 2’6” ફૂટ |
ફોર્મ કેવી રીતે ભરવુ: SSC Delhi Police Constable Recruitment 2025
- Official Website Visit: જાઓ SSC ની ઓફિશિયલ સાઇટ: ssc.nic.in
- Notification Check: “Notice/Recruitment” વિભાગમાં Delhi Police recruitment શોધો. Eligibility (Age, Qualification, Height, Physical Standard) ચેક કરો.
- Registration: “Register/Apply Online” પર ક્લિક કરો. Personal details નાખો (Name, DOB, Email, Mobile Number). Registration number & password note કરો.
- Login & Fill Form: Registration number & password થી Login કરો. Category, Religion, Nationality વગેરે પસંદ કરો. Educational qualification, ID proof, and address details ભરો.
- Upload Documents: Recent passport size photograph (JPEG/PNG), Signature (JPEG/PNG), ID proof & other required certificates, File size & format નિયમિત જ પ્રમાણે રાખો.
- Fee Payment: Applicable fee online (Net banking / UPI / Credit Card / Debit Card) થી pay કરો.
- Final Submission: ફોર્મ ભરાય ગયા બાદ બધું એક વાર ફરી ચેક કરો અને Submit button પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.ફાઈનલ સબમિટ કર્યા બાદ download કરીને print સેવ કરો.
ભરતીને લગતી અગત્યની તારીખો: SSC Delhi Police Constable Recruitment 2025
કાર્યક્રમ | તારીખ / સમય |
---|---|
ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની તારીખ | 22/09/2025 થી 21/10/2025 |
ઓનલાઈન અરજી ફોર્મ પ્રાપ્ત કરવાની અંતિમ તારીખ અને સમય | 21/10/2025 (રાત્રિ 11:00 વાગ્યા) |
ઓનલાઈન ફી ભરવાની અંતિમ તારીખ અને સમય | 22/10/2025 (રાત્રિ 11:00 વાગ્યા) |
ઓનલાઈન અરજી ફોર્મ સુધારણા અને સુધારણા ફી ભરવાની તારીખ | 29/10/2025 થી 31/10/2025 (રાત્રિ 11:00 વાગ્યા) |
કમ્પ્યુટર આધારિત પરીક્ષાની અનુમાનિત તારીખ | ડિસેમ્બર 2025 / જાન્યુઆરી 2026 |
ફોર્મ ભરવા તેમજ નોટીફિકેશનની લિંક: SSC Delhi Police Constable Recruitment 2025
ફુલ નોટીફિકેશન | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |