GPSC STI Recruitment 2025: અરજી તારીખો અને અરજી કરવાની રીત
GPSC STI Recruitment 2025: ભરતીની સંપૂર્ણ માહિતી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વર્ષ 2025 માટે State Tax Inspector (STI) ભરતી અંગે મહત્વપૂર્ણ જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે, કારણ કે GPSC દ્વારા લેવાતી પરીક્ષાઓ રાજ્યની સર્વશ્રેષ્ઠ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક ગણાય છે. GPSC દ્વારા STI(રાજ્ય વેરા નિરીક્ષક)ની કુલ 323 પોસ્ટ માટે અરજી કરવાની શરૂઆત 03/10/2025 થી થશે અને તારીખ 17/10/2025 સુંધી અરજી કરી શકાશે. રાજ્ય વેરા નિરીક્ષકની જાહેરાત માં અરજી પ્રકિયા પૂર્ણ થયા બાદ આગામી જાન્યુઆરી મહિનામાં GPSC દ્વારા પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. અને મુખ્ય પરીક્ષા સંભવિત તારીખ 22/24 માર્ચ 2026 ના રોજ આયોજન કરવામાં આવશે એવું નોટીફિકેશનમાં જણાવવામાં આવ્યું છે.
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી વિગતવાર માહિતી તેમજ લાયકાત, અરજી ફી, પગાર ધોરણ, પસંદગી પ્રકિયા, વય મર્યાદા વગેરે વિશે અહીં આર્ટિકલમાં આપેલી છે. ફોર્મ ભરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન વાંચો અને ત્યારબાદ જ અરજી કરો.
ભરતી વિશે ટૂંક્મા માહિતી: GPSC STI Recruitment 2025
જાહેરાતની વિગતો | માહિતી |
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) |
પોસ્ટનું નામ | STI- રાજ્ય વેરા નિરીક્ષક |
જાહેરાત ક્રમાંક | 27/2025-26 |
જગ્યાઓ | 323 |
નોકરીનો ક્લાસ | વર્ગ 3 |
પગાર ધોરણ | 49400/- |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 03/10/2025 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 17/10/2025 |
સત્તાવાર વેબસાઇટ | https://gpsc.gujarat.gov.in |
કુલ ખાલી જગ્યાઓ: GPSC STI Recruitment 2025
જગ્યાનું નામ | કુલ જગ્યાઓ | અનામત મુજબ જગ્યાઓ | પહેલી મરહલાઓ માટે અનામત જગ્યાઓ |
---|---|---|---|
રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3 | 323 | બિન અનામત (સામાન્ય): 139 આર્થિક રીતે નબળા વર્ગો: 25 સા.શૈ.પ.વ: 85 અનુ.જાતિ: 23 અનુ.જનજાતિ: 51 | બિન અનામત (સામાન્ય): 46 આર્થિક રીતે નબળા વર્ગો: 08 સા.શૈ.પ.વ.: 29 અનુ.જાતિ: 07 અનુ.જનજાતિ: 16 |
અન્ય અનામત | – | – | દિવ્યાંગ: 13 માજી સૈનિક: 32 |
શૈક્ષણિક લાયકાત: GPSC STI Recruitment 2025
- ઉમેદવાર પાસે ભારતના કેન્દ્રીય અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થાપિત કે સમાવેશ થયેલા કોઈપણ યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, 1956 ની કલમ-3 હેઠળ માન્ય કે સમકક્ષ ગણાયેલી શૈક્ષણિક સંસ્થા તરફથી પ્રાપ્ત સમકક્ષ લાયકાત હોવી જોઈએ, જે સરકાર દ્વારા માન્ય કરવામાં આવી હોય.
- જો ઉમેદવાર આવશ્યક લાયકાતના અંતિમ સેમેસ્ટર/વર્ષની પરીક્ષા આપી રહ્યો હોય, આપવાની હોય અથવા પરિણામની રાહ જોઈ રહ્યો હોય તો તે અરજી કરી શકે છે. જોકે, ઉમેદવારે જાહેરાત મુજબની લાયકાત મુખ્ય પરીક્ષા માટેની અરજીની છેલ્લી તારીખ પહેલાં હાંસલ કરી અને તેનો પુરાવો રજૂ કરવો ફરજિયાત છે. સ્નાતક પરીક્ષા પાસ કરવાનો પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ રહેલો ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે પાત્ર ગણાશે નહીં.
- ઉમેદવાર પાસે ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ નક્કી કરવામાં આવેલી કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે.
- ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બન્ને ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે.
ઉંમર મર્યાદા: GPSC STI Recruitment 2025
- અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 17/10/2025 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 (વીસ) વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ અને વધારેમાં વધારે 35 (પંચોત્રીસ) વર્ષથી વધુ ન હોવી જોઈએ. ઉપરોક્ત વય મર્યાદામાં નીચે મુજબની છૂટછાટ ઉપલબ્ધ રહેશે.
- ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ગણવામાં આવશે.
કેટેગરી | ઉમર મર્યાદામાં છૂટછાટ |
---|---|
મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ વર્ગના તથા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર | 5 વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પાછળ વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગની મહિલા ઉમેદવાર | 10 વર્ષ (પરંતુ મહિલાઓ માટેની છૂટછાટ કે જે 5 વર્ષ સુધી મર્યાદિત છે તે પણ સામેલ થાય છે, વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવાર | 5 વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
માજી સૈનિકો, E.C.O., S.S.O. સહિત ઉમેદવાર | સેવામાં રહેલી અવધિ ઉમર મર્યાદામાંથી કાપી શકાશે, પરંતુ જો પરિણામે ઉમર મર્યાદા કરતાં 3 વર્ષથી વધુ ન થાય તો યોગ્ય માનવામાં આવશે. |
દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર | 10 વર્ષ (વધુમાં વધુ ૪૫ વર્ષની મર્યાદામાં) |
ગુજરાત સરકારના કર્મચારીઓ | ઉપલબ્ધ ઉમર મર્યાદામાં કોઈ વધારાની છૂટછાટ આપવામાં આવશે નહીં. |
અરજી ફી: GPSC STI Recruitment 2025
કેટેગરી | અરજી ફી |
---|---|
General- સામાન્ય વર્ગના ઉમેદવારો | 100/- + પોસ્ટલ સર્વિસ ચાર્જ |
અનામત વર્ગ (SC, ST, SEBC, EWS, દિવ્યાંગ, માજી સૈનિક) | અરજી ફી ભરવાની નથી |
CONSENT DEPOSIT : GPSC STI Recruitment 2025
પ્રાથમિક રજિસ્ટ્રેશનમાં હાજર રહેવા માટે સંમતિ (CONSENT) આપવી અને CONSENT DEPOSIT ભરવી ફરજિયાત છે.પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને CONSENT DEPOSIT પરત આપવામાં આવશે. ગેરહાજર રહેલા ઉમેદવારને CONSENT DEPOSIT પરત આપવામાં આવશે નહીં.
જે ઉમેદવાર નિર્ધારિત સમયસીમામાં CONSENT FORM અને CONSENT DEPOSIT ભરતા નથી, તેમની ઓનલાઇન અરજી રદ્દ ગણવામાં આવશે. આવા ઉમેદવાર કોલલેટર ડાઉનલોડ પણ નહીં કરી શકે અને પરીક્ષામાં બેસવા માટે પાત્ર ગણાશે નહીં.
ક્રમ | વર્ગ | Consent Deposit |
---|---|---|
૧ | બિન અનામત વર્ગના ઉમેદવારો (મહિલા સિવાય) | ₹500/- |
૨ | અનામત વર્ગના ઉમેદવારો (એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને આર્થિક રીતે નબળા વર્ગ), તમામ કેટેગરીના મહિલા ઉમેદવાર, દિવ્યાંગ ઉમેદવાર અને માજી સૈનિક | ₹400/- |
પસંદગી પ્રક્રિયા: GPSC STI Recruitment 2025
- પ્રાથમિક પરીક્ષા (Preliminary Examination): પ્રાથમિક પરીક્ષાનો હેતુલક્ષી પ્રકારનુ સામાન્ય અભ્યાસ માટેનુ પ્રશ્નપત્ર 200 પ્રશ્નોનુ અને કુલ સમય 2 કલાકનો રહેશે.
- મુખ્ય લેખિત પરીક્ષા (Mains Examination): મુખ્ય લેખિત પરીક્ષાના અભ્યાસક્રમમાં કુલ 4 પેપ્રર રહેશે.
ક્રમ | વિષય | કુલ ગુણ | સમય |
---|---|---|---|
પ્રશ્નપત્ર-1 | ગુજરાતી ભાષા | 100 ગુણ | 03:00 કલાક |
પ્રશ્નપત્ર-2 | અંગ્રેજી ભાષા | 100 ગુણ | 03:00 કલાક |
પ્રશ્નપત્ર-3 | સામાન્ય અભ્યાસ-1 | 100 ગુણ | 03:00 કલાક |
પ્રશ્નપત્ર-4 | સામાન્ય અભ્યાસ-2 | 100 ગુણ | 03:00 કલાક |
કેવી રીતે અરજી કરવી: GPSC STI Recruitment 2025
- ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઇટ http://gpsc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરો.
- ‘Online Application’ વિભાગમાં જઈને STATE TAX INSPECTOR જાહેરાત ક્રમાંક GPSC/202526/27 પસંદ કરો.
- ઓનલાઈન અરજી કરતા પહેલા તેની સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચો.
- “Apply” બટન પર ક્લિક કરો અને તમામ માહિતી યોગ્ય રીતે ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- કેટેગરી અનુસાર લાગુ પડતી અરજી ફી ઓનલાઇન ચૂકવો.
- ફોર્મ સબમિટ કર્યા પછી Confirm બટન પર ક્લિક કરો, સબમિટ કરતા પહેલા ફોર્મ ચકાસો.
- કન્ફર્મ થયેલું ફોર્મ પ્રિન્ટ કરીને સુરક્ષિત રીતે ભવિશ્ષ્ય ના ઉપયોગ માટે સાચવો.
અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: GPSC STI Recruitment 2025
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 03/10/2025 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 17/10/2025 |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 18/10/2025 |
અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: GPSC STI Recruitment 2025
નોટીફિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
Read Also: GSSSB Searcher Posts Recruitment 2025: ખાલી જગ્યાઓ, લાયકાત અને મહત્ત્વપૂર્ણ તારીખો