GPSSB Civil Engineer Recruitment 2025: GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ) ગાંધીનગર દ્વારા પંચાયત સેવામાં સહાયક ઇજનેર (સિવિલ) વર્ગ-3ની કુલ 350 જગ્યાઓ પર સીધી ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.ઉમેદવારો અધિકૃત વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર તારીખ 07/10/2025 થી તારીખ 06/11/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
સામાન્ય વર્ગ (જનરલ કેટેગરી)ના ઉમેદવારોએ અરજી ફી રૂપિયા ૧૦૦/- તથા સર્વિસ ચાર્જ SBI e-Pay દ્વારા ઓનલાઈન ચૂકવવાની રહેશે. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ પણ 06/11/2025 રહેશે. ઉમેદવારોએ પોતાના તાજેતરના ફોટોગ્રાફ (મહત્તમ 15 KB) અને સહી (મહત્તમ 15 KB) સ્કેન કરી jpg ફોર્મેટમાં ઓનલાઈન અરજી દરમિયાન અપલોડ કરવાના રહેશે.
અહીં આર્ટિકલમાં તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કુલ જગ્યાઓ અને અન્ય માહિતી આપેલી છે.ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલાં સંપૂર્ણ જાહેરાતમાં આપેલ Notification ધ્યાનથી વાંચે અને ત્યારબાદ જ ફોર્મ ભરે.
ઉમેદવાર ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ અથવા કેન્દ્ર કે રાજ્ય સરકારના અધિનિયમ હેઠળ સ્થાપિત કે સંસ્થાપિત થયેલ કોઈપણ યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની ડિગ્રી અથવા ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય કોઈ શૈક્ષણિક સંસ્થામાંથી સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
ઉમેદવાર પાસે ગુજરાત રાજ્ય નાગરિક સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું ફરજિયાત છે.
ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું આવશ્યક છે.
નોંધ: જે ઉમેદવાર પાસે સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી (B.E./B.Tech.) હોય, તે ઉમેદવાર અરજી કરવા માટે પાત્ર ગણાશે નહીં.(વધુ માહિતી માટે notification વાંચો)
"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."
BMC Pharmacist Recruitment 2025: ફાર્માસિસ્ટ પોસ્ટ માટે અરજી કેવી રીતે કરવી? BMC Pharmacist Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે ...
ONGC Apprentice Bharti 2025 | એપ્રેન્ટિસ પોસ્ટ માટેની નવી ભરતી જાહેર ONGC Apprentice Bharti 2025: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વર્ષ 2025 માટે એપ્રેન્ટિસ તરીકે વિવિધ ...
BMC Superintendent Recruitment 2025: તમામ મહત્વની વિગતો અહીં જાણો BMC Superintendent Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ભાવનગર ...