SSC Sub-Inspector Recruitment 2025: 3073 પોસ્ટ માટે અરજી કરો
SSC Sub-Inspector Recruitment 2025: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા દિલ્હી પોલીસમાં દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસમાં સબ ઇન્સ્પેક્ટર (SI કની પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે મળી કુલ 3073 જગ્યાઓ ખાલી છે. રસ ધરાવતા ઉમેદવારો માટે અરજી કરવાની પ્રક્રિયા ઑનલાઇન શરૂ કરવામાં આવી છે. આ માટે ફોર્મ ભરવાની શરૂઆત 26 સપ્ટેમ્બર 2025 થી થઈ ચૂકી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 16 ઑક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે.
આ ભરતીમાં સ્નાતક(Graduate)પાસ ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, જેનો સંભવિત સમય ડિસેમ્બર 2025 રહેશે.વિગતવાર માહિતી, પાત્રતા માપદંડ અને ઑફિશિયલ નોટિફિકેશન માટે ઉમેદવારોને નીચે આપેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે. જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન વાંચો અને ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરો.
ભરતી વિશે ટુંક્મા માહિતી: SSC Sub-Inspector Recruitment 2025
જાહેરાતની વિગતો | માહિતી |
સંસ્થાનુ નામ | સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) |
---|---|
પોસ્ટનું નામ | CAPF માં સબ-ઇન્સ્પેક્ટર (GD), દિલ્હી પોલીસમાં સબ-ઇન્સ્પેક્ટર (એક્ઝિક્યુટિવ) |
જાહેરાત નંબર | E/13/2025-C-2 SECTION |
ખાલી જગ્યાઓ | 3073 |
નોકરીનુ સ્થળ | ભારતમા ગમે ત્યા |
પગાર ધોરણ | લેવલ-6 રુ.35400-રુ.112400/- |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | પોસ્ટ મુજબ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16/10/2025 |
ઓફિસિયલ વેબસાઈટ | https://ssc.gov.in/ |
શૈક્ષણિક લાયકાત: SSC Sub-Inspector Recruitment 2025
- માન્યતા પ્રાપ્ત ભારતીય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી. શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 16 ઓક્ટોબર 2025 સુધી માન્ય ગણવામાં આવશે.
પોસ્ટ અને જગ્યાઓ: SSC Sub-Inspector Recruitment 2025
દળનું નામ (Force Name) | લિંગ (Gender) | UR | EWS | OBC | SC | ST | કુલ જગ્યાઓ (Total) | ગ્રાન્ડ ટોટલ (Grand Total) | ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen @10%) |
---|---|---|---|---|---|---|---|---|---|
CRPF | પુરુષ | 407 | 101 | 272 | 151 | 75 | 1006 | 1029 | 103 |
મહિલા | 10 | 2 | 6 | 3 | 2 | 23 | |||
BSF | પુરુષ | 87 | 21 | 57 | 31 | 16 | 212 | 223 | 22 |
મહિલા | 4 | 1 | 3 | 2 | 1 | 11 | |||
ITBP | પુરુષ | 85 | 18 | 52 | 32 | 11 | 198 | 233 | 23 |
મહિલા | 15 | 3 | 9 | 6 | 2 | 35 | |||
CISF | પુરુષ | 473 | 116 | 314 | 175 | 86 | 1164 | 1294 | 130 |
મહિલા | 53 | 13 | 35 | 19 | 10 | 130 | |||
SSB | પુરુષ | 30 | 7 | 14 | 15 | 5 | 71 | 82 | 8 |
મહિલા | 6 | 1 | 4 | 0 | 0 | 11 | |||
કુલ (Total) | પુરુષ | 1082 | 263 | 709 | 404 | 193 | 2651 | 2861 | 286 |
મહિલા | 88 | 20 | 57 | 30 | 15 | 210 |
વય મર્યાદા: SSC Sub-Inspector Recruitment 2025
આ ભરતી માટેની ઉંમર મર્યાદા 20 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
ઉમેદવારનો જન્મ 02/08/2000 પછીનો અને 01/08/2005 પહેલાનો હોવો જરૂરી છે, ત્યારે જ તે અરજી કરવા માટે પાત્ર ગણાશે.
કોડ | કેટેગરી (Category) | ઉંમર મર્યાદામાં રાહત / રાહત પછીની ઉંમર મર્યાદા |
---|---|---|
01 | અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ (SC/ST) | 5 વર્ષ સુધીની રાહત |
02 | અન્ય પછાત વર્ગ (OBC) | 3 વર્ષ સુધીની રાહત |
06 | ભૂતપૂર્વ સૈનિક (Ex-Servicemen – ESM) | સૈન્ય સેવામાં પસાર કરેલા વર્ષો બાદ, વાસ્તવિક ઉંમરમાંથી બાદ કરી 3 વર્ષની વધારાની રાહત |
12 | વિધવા, છૂટાછેડા લીધેલી અથવા ન્યાયિક રીતે અલગ થયેલી મહિલાઓ (જે ફરીથી લગ્ન ન કર્યા હોય) – Delhi Police માટેની જગ્યાઓ માટે | વધુમાં વધુ 35 વર્ષની ઉંમર સુધી માન્ય |
13 | વિધવા, છૂટાછેડા લીધેલી અથવા ન્યાયિક રીતે અલગ થયેલી મહિલાઓ (SC/ST) – Delhi Police માટેની જગ્યાઓ માટે | વધુમાં વધુ 40 વર્ષની ઉંમર સુધી માન્ય |
17 | વિભાગીય ઉમેદવારો (UR/EWS) – જેમણે 3 વર્ષથી વધુ નિયમિત સેવા આપી હોય (માત્ર Delhi Police માટે) | વધુમાં વધુ 30 વર્ષની ઉંમર સુધી માન્ય |
18 | વિભાગીય ઉમેદવારો (OBC) – જેમણે 3 વર્ષથી વધુ નિયમિત સેવા આપી હોય (માત્ર Delhi Police માટે) | વધુમાં વધુ 33 વર્ષની ઉંમર સુધી માન્ય |
19 | વિભાગીય ઉમેદવારો (SC/ST) – જેમણે 3 વર્ષથી વધુ નિયમિત સેવા આપી હોય (માત્ર Delhi Police માટે) | વધુમાં વધુ 35 વર્ષની ઉંમર સુધી માન્ય |
પરીક્ષા ફી: SSC Sub-Inspector Recruitment 2025
વિગત | નોંધો |
---|---|
ફી રકમ | ₹100/- (એક સો રૂપિયા માત્ર) |
ફીમાંથી મુક્તિ | મહિલાઓ, અનસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને પૂર્વ સૈનિકોને ફી ચૂકવવાની જરૂર નથી, જો તેઓ રિઝર્વેશન માટે અરજી કરે છે. |
ચુકવણીનુ માધ્યમ | ફી ફક્ત ઓનલાઇન દ્વારા ચૂકવવાની રહેશે : BHIM UPI, નેટ બેંકિંગ, Visa, MasterCard, Maestro, અથવા RuPay ડેબિટ કાર્ડ. |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 17/10/2025, રાત્રે 11:00 વાગ્યા સુધી. |
પસંદગી પ્રક્રિયા: SSC Sub-Inspector Recruitment 2025
- Paper 1(કોમ્પ્યુટર આધારિત પરીક્ષા)
- Paper 2(કોમ્પ્યુટર આધારિત પરીક્ષા)
- Physical Endurance and Measurement Test
- Medical Standard
Paper 1(કોમ્પ્યુટર આધારિત પરીક્ષા):
ભાગ | વિષય | પ્રશ્નોની સંખ્યા | મહત્તમ ગુણ | સમયગાળો |
---|---|---|---|---|
I | સામાન્ય બુદ્ધિ અને તર્કશક્તિ | 50 | 50 | 2 કલાક (દરભાગ માટે 30 મિનિટનો વિભાગીય સમય) |
II | સામાન્ય જ્ઞાન અને સામાન્ય જાગૃતિ | 50 | 50 | 2 કલાક (દરભાગ માટે 30 મિનિટનો વિભાગીય સમય) |
III | પરિમાણાત્મક ગણિતશાસ્ત્ર | 50 | 50 | 2 કલાક (દરભાગ માટે 30 મિનિટનો વિભાગીય સમય) |
IV | અંગ્રેજી સમજણ | 50 | 50 | 2 કલાક (દરભાગ માટે 30 મિનિટનો વિભાગીય સમય) |
Paper 2(કોમ્પ્યુટર આધારિત પરીક્ષા):
વિષય | પ્રશ્નોની સંખ્યા | મહત્તમ માર્ક્સ | સમયની અવધિ |
---|---|---|---|
અંગ્રેજી ભાષા અને સમજૂતી | 200 | 200 | 2 કલાક |
Physical Standard Test (PST) : Height norms for SI in Delhi Police
ક્રમાંક | ઉમેદવાર વર્ગ | ઊંચાઈ (સે.મી.) | છાતી (સે.મી.) |
---|---|---|---|
(i) | પુરુષ ઉમેદવારો (જે વેગળા ક્રમ (ii) અને (iii) માં નથી) | 170 | 80-85 |
(ii) | પુરુષ ઉમેદવારો – ગરવાલ, કુમાઓન, હિમાચલ પ્રદેશ, ગોર્ખા, ડોગ્રા, મરાઠા, કાશ્મીર વેલી, લેહ અને લદ્દાખ, ઉત્તર-પૂર્વી રાજ્ય અને સિક્કિમ | 165 | 80-85 |
(iii) | પુરુષ ઉમેદવારો – તમામ અનુસૂચિત જાતિ (Scheduled Tribes) | 162.5 | 77-82 |
(iv) | મહિલા ઉમેદવારો (જે વેગળા ક્રમ (v) અને (vi) માં નથી) | 157 | – |
(v) | મહિલા ઉમેદવારો – ગરવાલ, કુમાઓન, હિમાચલ પ્રદેશ, ગોર્ખા, ડોગ્રા, મરાઠા, કાશ્મીર વેલી, લેહ અને લદ્દાખ, ઉત્તર-પૂર્વી રાજ્ય અને સિક્કિમ | 155 | – |
(vi) | મહિલા ઉમેદવારો – તમામ અનુસૂચિત જાતિ (Scheduled Tribes) | – | – |
Physical Standard Test (PST) : Height norms for SI in CAPFs
ક્રમાંક | ઉમેદવારની કેટેગરી | ઊંચાઈ (સેમી) | છાતી (સેમી) |
---|---|---|---|
(i) | પુરુષ ઉમેદવાર (ઉલ્લેખિત સ.નં. (ii), (iii), (iv), (v) સિવાય) | 170 | 80–85 |
(ii) | હિલ એરીયાના પુરુષ ઉમેદવાર: ગઢવાલ, કુમાઉન, હિમાચલપ્રદેશ, ડોગરા, મારાઠા, કાશ્મીર વેલી, લે & લદ્દાખ, ઉત્તર-પૂર્વ રાજ્યો અને સિક્કિમ | 165 | 80–85 |
(iii) | ગોરખા પુરુષ ઉમેદવાર | 157 | 80–85 |
(iv) | તમામ પુરુષ શેડ્યૂલ ટ્રીબ્સ (સ.નં. (v) સિવાય) | 162.5 | 77–82 |
(v) | ઉત્તર-પૂર્વ રાજ્યોના પુરુષ શેડ્યૂલ ટ્રીબ્સ | 157 | 77–82 |
(vi) | સ્ત્રી ઉમેદવાર (સ.નં. (vii) અને (viii) સિવાય) | 157 | – |
(vii) | હિલ એરીયાના સ્ત્રી: ગઢવાલ, કુમાઉન, હિમાચલપ્રદેશ, ગોરખા, ડોગરા, મારાઠા, કાશ્મીર વેલી, લે & લદ્દાખ, ઉત્તર-પૂર્વ રાજ્યો અને સિક્કિમ | 155 | – |
(viii) | તમામ સ્ત્રી શેડ્યૂલ ટ્રીબ્સ | 154 | – |
Physical Endurance Test (PET) (For all posts): પુરુષ ઉમેદવારો માટે
- 100 મીટર દોડ: 16 સેકન્ડમાં પૂરી કરો.
- 1.6 કિલોમીટર દોડ: 6.5 મિનિટમાં પૂરી કરો.
- લાંબી કૂદક: 3 પ્રયાસોમાં 3.65 મીટર કૂદવો.
- ઊંચી કૂદક: 3 પ્રયાસોમાં 1.2 મીટર ઊંચાઈ કૂદવો.
- શોટ પ્યૂટ (16 પાઉન્ડ): 3 પ્રયાસોમાં 4.5 મીટર ફેંકવો.
Physical Endurance Test (PET) (For all posts): મહિલા ઉમેદવાર માટે
- 100 મીટરની દોડ 18 સેકન્ડમાં પૂરી કરવી.
- 800 મીટરની દોડ 4 મિનિટમાં પૂરી કરવી.
- લૉંગ જમ્પ: 3 પ્રયાસોમાં 2.7 મીટર દૂર જમ્પ કરવી.
- હાઈ જમ્પ: 3 પ્રયાસોમાં 0.9 મીટર ઊંચાઈ ચડવી.
ફોર્મ કેવી રીતે ભરવુ: SSC Sub-Inspector Recruitment 2025
- Official Website Visit: જાઓ SSC ની ઓફિશિયલ સાઇટ: www.ssc.nic.in
- Notification Check: “Notice/Recruitment” વિભાગમાં Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces શોધો. Eligibility (Age, Qualification, Height, Physical Standard) ચેક કરો.
- Registration: “Register/Apply Online” પર ક્લિક કરો. Personal details નાખો (Name, DOB, Email, Mobile Number). Registration number & password note કરો.
- Login & Fill Form: Registration number & password થી Login કરો. Category, Religion, Nationality વગેરે પસંદ કરો. Educational qualification, ID proof, and address details ભરો.
- Upload Documents: Recent passport size photograph (JPEG/PNG), Signature (JPEG/PNG), ID proof & other required certificates, File size & format નિયમિત જ પ્રમાણે રાખો.
- Fee Payment: Applicable fee online (Net banking / UPI / Credit Card / Debit Card) થી pay કરો.
- Final Submission: ફોર્મ ભરાય ગયા બાદ બધું એક વાર ફરી ચેક કરો અને Submit button પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.ફાઈનલ સબમિટ કર્યા બાદ download કરીને print સેવ કરો.
ભરતીને લગતી અગત્યની તારીખો: SSC Sub-Inspector Recruitment 2025
કાર્યક્રમ | તારીખ / સમય | નોંધો |
---|---|---|
ઓનલાઈન અરજી ભરવાની શરૂઆત | 26/09/2025 | – |
ઓનલાઈન અરજી ભરવાની છેલ્લી તારીખ | 16/10/2025 | રાત્રે 11:00 વાગ્યા સુધી |
ઓનલાઈન ફી ચુકવણી માટે છેલ્લી તારીખ | 17/10/2025 | રાત્રે 11:00 વાગ્યા સુધી |
અરજી ફોર્મ સુધારવાના માટે “વિન્ડો” અને સુધારણા ફી ચુકવણી | 24/10/2025 થી 26/10/2025 | રાત્રે 11:00 વાગ્યા સુધી |
કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT) | નવેમ્બર-ડિસેમ્બર, 2025 | ચોક્કસ તારીખો પછી જાહેર થશે |
ફોર્મ ભરવા તેમજ નોટીફિકેશનની લિંક: SSC Sub-Inspector Recruitment 2025
ફુલ નોટીફિકેશન | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |
Read Also: IPPB GDS Executive Recruitment 2025: ઓનલાઈન અરજી અને લાયકાત માહિતી