BSF Constable GD Recruitment 2025: BSF ( બોડર સિકયુરિટી ફોર્સ) દ્વારા જનરલ ડ્યુટી ગ્રુપ C હેઠળ કોન્સ્ટેબલ (સ્પોર્ટ ક્વોટા)ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 391 પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 16 ઓક્ટોબર 2025 થી થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 04 નવેમ્બર 2025 સુંધી ઓનલાઇન અરજી કરી શકાશે.ફોર્મ ભરવા માટે લાયકાત 10 અને પાછલા બે વર્ષમાં કોઈપણ રમતની રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેડલ જીતેલો અથવા સ્પર્ધામાં ભાગ લીધો હોવો જોઈએ.આ ભરતીમાં BSF (બીએસએફ) દ્વારા શારીરિક ક્ષમતાની કસોટી અને ત્યારબાદ લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવશે.આ બંને પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
ફોર્મ ભરવા માટે જરૂરી માહિતી જેવીકે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે અગત્યની લિંક અને તારીખો વગેરે આ આર્ટિકલ વિગતવાર માહિતી આપેલી છે.ફોર્મ ભરતા પહેલા જાહેરાતની ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.આભાર
સ્પોર્ટ્સ કોટા ભરતી માટે ઉમેદવાર પાસે માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન અથવા સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.
ખેલાડીઓએ જાહેરાતની અંતિમ તારીખથી છેલ્લા 2 વર્ષમાં આંતરરાષ્ટ્રીય અથવા રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો હોય અથવા પદક જીત્યો હોય તો જ પાત્ર ગણાશે.
વ્યક્તિગત ઈવેન્ટ માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશન દ્વારા માન્ય સ્પર્ધાઓમાં ભાગ લેનાર અથવા પદક વિજેતા ખેલાડીઓ માન્ય ગણાશે.
ટીમ ઈવેન્ટ માટે રાષ્ટ્રીય રમતો અથવા માન્ય ફેડરેશન દ્વારા આયોજિત ચેમ્પિયનશિપમાં રાજ્ય / યુનિયન ટેરિટરીનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓ જ પાત્ર છે.
ઉંમર મર્યાદા: BSF Constable GD Recruitment 2025
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 23 વર્ષ વચ્ચે હોવી આવશ્યક છે.
સરકારી નિયમો મુજબ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પાછળ વર્ગ (OBC) તથા અન્ય કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
વિગતો
માહિતી
SC/ST ઉમેદવારો માટે ઉંમર મર્યાદા છૂટછાટ
મહત્તમ 5 વર્ષ સુધી ઉંમર છૂટછાટ આપવામાં આવશે.
OBC (Non-Creamy Layer) ઉમેદવારો માટે છૂટછાટ
મહત્તમ 3 વર્ષ સુધી ઉંમર છૂટછાટ મળશે.
જન્મ તારીખ માટે નિયમ
ઉમેદવારની જન્મ તારીખ માત્ર મેટ્રિક્યુલેશન (10મી કક્ષા) પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબ જ માન્ય ગણાશે. ત્યારબાદ કોઈ ફેરફાર સ્વીકારવામાં આવશે નહીં.
OBC (NCL) પ્રમાણપત્ર માન્યતા
નોન-ક્રીમી લેયર પ્રમાણપત્ર ઓનલાઈન અરજીની અંતિમ તારીખથી ત્રણ વર્ષ પહેલાં મેળવેલ હોવું જોઈએ.
ડિપાર્ટમેન્ટલ ઉમેદવારો માટે છૂટછાટ
સતત 3 વર્ષની સેવા ધરાવતા ડિપાર્ટમેન્ટલ ઉમેદવારોને 5 વર્ષ સુધીની ઉંમર છૂટછાટ આપવામાં આવશે. SC/ST ઉમેદવારોને વધારાના 5 વર્ષ અને OBC ઉમેદવારોને વધારાના 3 વર્ષની છૂટછાટ મળશે.
"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."
Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...
BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...
BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...