---Advertisement---

GSSSB Laboratory Assistant Bharti 2025- ફોર્મ Reopen, અરજી પ્રક્રિયા, અને છેલ્લી તારીખ

By Savan Parmar

Published on:

GSSSB Laboratory Assistant Bharti 2025
---Advertisement---

GSSSB Laboratory Assistant Bharti 2025: ધોરણ 12 પાસ પર લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી

GSSSB Laboratory Assistant Bharti 2025: GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ કચેરીઓમાં લેબોરેટરી આસિસ્ટન્ટ (વર્ગ-3)ની પોસ્ટ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનુ આયોજન કરીને કુલ 145 જગ્યાયાઓ સીધી ભરતીથી ભરવાની હોય તેના માટે જાહેરાત બહાર પાડવામા આવી છે. તબીબી વિજ્ઞાન અને સંશોધન કચેરી હેઠળ 105 જગ્યાઓ તથા તબીબી સેવાઓની કચેરી હેઠળ 40 જગ્યાઓ એમ કરીને કુલ 145 ખાલી જગ્યાઓ ભરવામા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.ઇચ્છુક ઉમેદવારોને વિનંતી છે કે તેઓ પોતાની અરજી OJAS વેબસાઇટ (https://ojas.gujarat.gov.in) મારફતે જ ઓનલાઈન ભરી શકશે.

અરજી કરવાની છેલ્લી તારીખ 22/10/2025 રહેશે.જાહેરાતમાં જણાવેલ છેલ્લી તારીખ પહેલા અરજી કરો અને અરજી કરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાર જ અરજી કરો.અરજી કરવા માટેનું તમામ વિગતો અહીં આર્ટિકલમાં વ્યવસ્થિત રીતે આપી છે.ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત, વય મર્યાદા,અરજી ફી ,અને ફોર્મ ભરવાની લિંક વગેરે માહિતી માટે આર્ટીકલમા વાંચો.

ભરતી વિશે ટૂંક્મા માહિતી: GSSSB Laboratory Assistant Bharti 2025

જાહેરાતની વિગતો માહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામલેબોરેટરી આસિસ્ટન્ટ
જાહેરાત ક્રમાંક327/202526
જગ્યાઓ145
નોકરીનો ક્લાસવર્ગ 3
પગાર ધોરણ26000/-
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ22/10/2025
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

કુલ ખાલી જગ્યાઓ: GSSSB Laboratory Assistant Bharti 2025

વિભાગ / કચેરીકક્ષાવાર જગ્યાઓ (સામાન્ય)આવર્થિક રીતે નબળા વર્ગ (EWS)અનુ. જાતિ (SC)અનુ. જન જાતિ (ST)અન્ય પછાત વર્ગ (OBC)શારીરિક અક્ષમ (Divyang)માજી સૈનિક (Ex-Servicemen)કુલ જગ્યાઓ
અધિક નિયામકશ્રી, તબીબી વિજ્ઞાન અને સંશોધન વિભાગ36100723291110105
અધિક
નિયામકશ્રી, તબીબી સેવાઓ વિભાગ
2003041003060440
કુલ જગ્યાઓ56131133321714145

શૈક્ષણિક લાયકાત: GSSSB Laboratory Assistant Bharti 2025

  1. ઉમેદવારે વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 12 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.
  2. ગુજરાત નાગરિક સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવવું જરૂરી છે.
  3. ઉમેદવાર પાસે ગુજરાતી કે હિન્દી અથવા બન્ને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે.

ઉંમર મર્યાદા: GSSSB Laboratory Assistant Bharti 2025

તારીખ 11/09/2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તેમજ મહિલા ઉમેદવારો, ભૂતપૂર્વ સૈનિકો અને વિકલાંગ ઉમેદવારોને નીચે આપેલ નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

કેટેગરીછૂટછાટ (વર્ષ)
સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર05 વર્ષ
અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર05 વર્ષ
અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર10 વર્ષ (5+5)
સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવાર10 વર્ષ
સામાન્ય કેટેગરીની દિવ્યાંગ મહિલા ઉમેદવાર15 વર્ષ (10+05)
અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવાર15 વર્ષ (05+10)
અનામત કેટેગરીની દિવ્યાંગ મહિલા ઉમેદવાર20 વર્ષ (05+10+05)
માજી સૈનિક ઉમેદવારફરજ બજાવેલી અવધિ + 03 વર્ષ

અરજી ફી: GSSSB Laboratory Assistant Bharti 2025

પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જ ફી પરત મળવાપાત્ર રહેશે.

વર્ગપરીક્ષા ફી
બિનઅનામત વર્ગના ઉમેદવારોરૂ. 500 /-
તમામ કેટેગરીની મહિલાઓ, SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ),
SC(અનુસૂચિત જાતિ),
ST(અનુસૂચિત જનજાતિ),
EWS(આર્થિક રીતે નબળા વર્ગ),
વિકલાંગ ઉમેદવારો અને
ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો
રૂ. 400 /-

પસંદગી પ્રક્રિયા: GSSSB Laboratory Assistant Bharti 2025

  1. Written Exam: હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી OMR પદ્ધતિથી લેવાતી લેખિત પરીક્ષા યોજાશે.
  2. Document Verification(દસ્તાવેજ ચકાસણી)
  3. Medical Examination: તબીબી તપાસ
  • પ્રશ્નોની સંખ્યા: પરીક્ષાનુ પેપર બે ભાગ હશે Part-A માં 60 પ્રશ્નો અને Part-B માં 150 પ્રશ્નો, એટલે કે કુલ 210 પ્રશ્નો.
  • સમય અને કુલ ગુણ: બંને ભાગ માટે મળવાપાત્ર સમય કુલ 03 કલાક (180 મિનિટ) અને કુલ 210 ગુણનુ પેપર રહેશે.
  • નેગેટિવ માર્કિંગ: પ્રશ્નપત્ર MCQ પદ્ધતિમાં હશે. ખોટો જવાબ આપવાથી તે પ્રશ્નના ફાળવેલ ગુણમાંથી 0.25 ગુણ કાપી લેવામાં આવશે.

સિલેબસ: GSSSB Laboratory Assistant Bharti 2025

ભાગવિષયપ્રશ્નોની સંખ્યા/વિષયગુણકુલ ગુણ
Part Aતાર્કિક કસોટીઓ અને ડેટા ઈન્ટરપ્રિટેશન3030
ગણિતીય કસોટીઓ303060
Part Bભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સન303030
સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો120120120
210

કેવી રીતે અરજી કરવી: GSSSB Laboratory Assistant Bharti 2025

  1. સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
  2. ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
  3. Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
  4. ત્યારબાદ જાહેરાત ક્રમાંકઃ327/202526, લેબોરેટરી આસીસ્ટન્ટ જાહેરાત ના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
  5. ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
  6. ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
  7. જાહેરાતમાં દર્શાવેલ લાગુ પડતી અરજી ફી Fees મેનુ પર જઈને job સિલેક્ટ કરીને online fee ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
  8. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીલો જે તમને ભવિષ્યના ઉપયોગ માટે કામ લાગશે.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: GSSSB Laboratory Assistant Bharti 2025

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ22/10/2025
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ24/10/2025

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: GSSSB Laboratory Assistant Bharti 2025

નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Read Also: Gujarat TET 1 Exam Notification 2025: ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-I પરીક્ષાનું નોટિફિકેશન જાહેર

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

Gujarat TET 1 Exam Notification 2025: ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-I પરીક્ષાનું નોટિફિકેશન જાહેર

Gujarat TET 1 Exam Notification 2025- ઓનલાઇન ફોર્મ, મહત્ત્વપૂર્ણ તારીખો અને અરજીફી Gujarat TET 1 Exam Notification 2025: ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે લેવાતી TET-I ...

Leave a Comment