RRB Junior Engineer Recruitment 2025: 2570 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી
RRB Junior Engineer Recruitment 2025: ભારતીય રેલ્વેમાં નોકરીની મોટી તક! રેલ્વે વિભાગે જુનિયર એન્જિનિયર (JE), ડિપો મટિરિયલ સુપરવાઇઝર (DMS) અને ચાર્જ મેન એકાઉન્ટ્સ (CMA) ની કુલ 2570 જગ્યાઓ માટે ભરતી માટે શોર્ટ નોટીફિકેશન બહાર પાડી છે. આ ભરતી માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો પાસે રેલ્વે નિયમો અનુસાર લાયકાત હોવી અનિવાર્ય છે. પગાર ધોરણ પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે અને સાથે અન્ય લાભ અને ભથ્થા પણ આપવામાં આવશે. ભરતી પ્રક્રિયામાં ઉમેદવારની સ્પર્ધાત્મક પરીક્ષાનુ આયોજન કરીને પસંદગી કરવામા આવશે.
જુનિયર એન્જિનિયર (JE )ની પોસ્ટ માટે ઈન્જિનિયરિંગ ડિગ્રી ધરાવવી જરૂરી છે, જ્યારે DMS અને CMA માટે સંબંધિત ફીલ્ડમાં લાયકાત જરૂરી છે. ઉમેદવારો ઓનલાઈન રેલ્વેની અધિકારીક વેબસાઇટ મારફતે અરજી કરી શકે છે, અને અરજીની છેલ્લી તારીખ નક્કી સમય પહેલાં પૂર્ણ કરવી ફરજિયાત છે. આ ભરતી માટે ઉમેદવારોને પ્રારંભિક રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન, ફી ચુકવણી અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા જરૂરી છે. આ રેલ્વે ભરતી યુવાનો માટે સ્થિર, સરકારી અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવાનો ઉત્તમ અવસર છે. જે કોઈ પણ ભારતીય નાગરિક રેલ્વેમાં પોતાની કેઈરિયરની શરૂઆત કરવા માંગતા હોય, તેમના માટે આ એક અગત્યની તક છે. બધા ઉમેદવારો માટે સલાહ છે કે તેઓ અધિકારીક સૂચનાઓને ધ્યાનથી વાંચે અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરે.
આ ભરતીની વિગતવાર માહીતિ માટે આર્ટીકલ વાંચો.આ આર્ટીકલમા ભરતી વિશે મહિતી જેવી કે શૈક્ષણીક લાયકાત , વય મર્યાદા , પસંદગી પ્રકિયા, ફોર્મ ભરવાની અગત્યની તારીખ વગેરે આપેલી છે. ફોર્મ ભરતા પહેલા આર્ટીકલ ધ્યાનથી વાંચો.
ભરતી વિશે ટુંક્મા માહિતી: RRB Junior Engineer Recruitment 2025
જાહેરાત વિગતો માહિતી સંસ્થાનુ નામ રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRB) પોસ્ટનું નામ જુનિયર એન્જિનિયર(JE), ડેપો મટીરીયલ સુપરિન્ટેન્ડેન્ટ (DMS), કેમિકલ અને મેટલર્જિકલ આસિસ્ટન્ટ અને અન્ય પોસ્ટ્સ જાહેરાત નંબર CEN NO 05/2025 ખાલી જગ્યાઓ 2570 નોકરીનુ સ્થળ ભારતમા ગમે ત્યા પગાર ધોરણ 35400/- અરજી કેવી રીતે કરવી ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટ indianrailways.gov.in
શૈક્ષણિક લાયકાત : RRB Junior Engineer Recruitment 2025
પોસ્ટ લાયકાત જુનિયર ઈજનેર (JE) સંબંધિત એન્જિનિયરિંગ શાખામાં 3 વર્ષનો ડિપ્લોમા અથવા B.E./B.Tech ડેપો મટીરીયલ સુપરિન્ટેન્ડેન્ટ (DMS) એન્જિનિયરિંગની કોઈપણ શાખામાં 3 વર્ષનો ડિપ્લોમા અથવા B.E./B.Tech કેમિકલ અને મેટલર્જિકલ આસિસ્ટન્ટ (CMA) ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે વિજ્ઞાનમાં સ્નાતક ડિગ્રી અથવા મેટલર્જિકલ/કેમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા/ડિગ્રી
પોસ્ટનુ નામ અને જગ્યાઓ : RRB Junior Engineer Recruitment 2025
ક્રમાંક પોસ્ટનું નામ વિભાગ મંજૂર ખાલી જગ્યાઓ 1 જુનિયર એન્જિનિયર / ઈલેક્ટ્રિકલ / ડિઝાઇન ડ્રોઇંગ એન્ડ એસ્ટીમેશન ઈલેક્ટ્રિકલ 14 2 જુનિયર એન્જિનિયર / ઈલેક્ટ્રિકલ / EMU ઈલેક્ટ્રિકલ 77 3 જુનિયર એન્જિનિયર / ઈલેક્ટ્રિકલ / જનરલ સર્વિસીસ ઈલેક્ટ્રિકલ 112 4 જુનિયર એન્જિનિયર / ઈલેક્ટ્રિકલ ઈલેક્ટ્રિકલ 45 5 જુનિયર એન્જિનિયર / ઈલેક્ટ્રિકલ / TRD ઈલેક્ટ્રિકલ 95 6 જુનિયર એન્જિનિયર / ઈલેક્ટ્રિકલ / TRS ઈલેક્ટ્રિકલ 117 7 જુનિયર એન્જિનિયર / ઈલેક્ટ્રિકલ (વર્કશોપ) ઈલેક્ટ્રિકલ 29 8 જુનિયર એન્જિનિયર / બ્રિજ એન્જિનિયરિંગ 34 9 જુનિયર એન્જિનિયર / સિવિલ / ડિઝાઇન ડ્રોઇંગ એન્ડ એસ્ટીમેશન એન્જિનિયરિંગ 105 10 જુનિયર એન્જિનિયર / P Way એન્જિનિયરિંગ 425 11 જુનિયર એન્જિનિયર / સિવિલ / ડિઝાઇન ડ્રોઇંગ એન્ડ એસ્ટીમેશન એન્જિનિયરિંગ 8 12 જુનિયર એન્જિનિયર / વર્ક્સ એન્જિનિયરિંગ 15 13 જુનિયર એન્જિનિયર / ટ્રેક મશીન એન્જિનિયરિંગ 121 14 જુનિયર એન્જિનિયર / વર્ક્સ એન્જિનિયરિંગ 146 15 જુનિયર એન્જિનિયર / સિવિલ / વર્કશોપ એન્જિનિયરિંગ 8 16 જુનિયર એન્જિનિયર / કેરેજ એન્ડ વેગન મેકેનિકલ 291 17 કેમિકલ એન્ડ મેટાલર્જિકલ સહાયક મેકેનિકલ 63 18 જુનિયર એન્જિનિયર / મેકેનિકલ / ડિઝાઇન ડ્રોઇંગ એન્ડ એસ્ટીમેશન મેકેનિકલ 21 19 જુનિયર એન્જિનિયર / ડીઝલ ઈલેક્ટ્રિકલ મેકેનિકલ 55 20 જુનિયર એન્જિનિયર / ડીઝલ મેકેનિકલ મેકેનિકલ 55 21 જુનિયર એન્જિનિયર / મેકેનિકલ / પાવર મેકેનિકલ 5 22 જુનિયર એન્જિનિયર / ડિઝાઇન / મેકેનિકલ મેકેનિકલ 9 23 જુનિયર એન્જિનિયર / મેકેનિકલ મેકેનિકલ 119 24 જુનિયર એન્જિનિયર / મેકેનિકલ / ડિઝાઇન ડ્રોઇંગ એન્ડ એસ્ટીમેશન મેકેનિકલ 3 25 જુનિયર એન્જિનિયર / વેલ્ડર મેકેનિકલ 3 26 જુનિયર એન્જિનિયર / ડીઝલ ઈલેક્ટ્રિકલ (વર્કશોપ) મેકેનિકલ 4 27 જુનિયર એન્જિનિયર / ડીઝલ મેકેનિકલ (વર્કશોપ) મેકેનિકલ 8 28 જુનિયર એન્જિનિયર / મેકેનિકલ (વર્કશોપ) મેકેનિકલ 166 29 જુનિયર એન્જિનિયર / મિલરાઇટ મેકેનિકલ 4 30 જુનિયર એન્જિનિયર / S & T / ડિઝાઇન ડ્રોઇંગ એન્ડ એસ્ટીમેશન S & T 15 31 જુનિયર એન્જિનિયર / રિસર્ચ / ઈન્સ્ટ્રુમેન્ટેશન S & T 5 32 જુનિયર એન્જિનિયર / સિગ્નલ S & T 90 33 જુનિયર એન્જિનિયર / ટેલિકોમ્યુનિકેશન S & T 98 34 જુનિયર એન્જિનિયર / S & T (વર્કશોપ) S & T 10 35 ડીપોટ મટિરિયલ સુપરિન્ટેન્ડન્ટ સ્ટોર્સ 195 કુલ ખાલી જગ્યાઓ 2570
વય મર્યાદા : RRB Junior Engineer Recruitment 2025
પોસ્ટ્સ સામાન્ય રીતે નિર્ધારિત ઉંમર કેમિકલ સુપરવાઇઝર & મેટલર્જિકલ સુપરવાઇઝર 18 થી 33 વર્ષ જુનિયર એન્જિનિયર અને ડિપો મટિરિયલ સુપરિટેન્ડન્ટ 18 થી 33 વર્ષ
વય મર્યાદા માં છૂટછાટ: RRB Junior Engineer Recruitment 2025
કેટેગરી વર્ગ ઉંમરમાં છૂટછાટ SC/ST ઉમેદવાર — 5 વર્ષ OBC-નોન ક્રીમી લેયર — 3 વર્ષ પૂર્વ સેના સભ્ય (6 મહીનાથી વધુ સેવાનો અનુભવ) UR(બિન અનામત) 33 વર્ષ + સેવામાં આપેલા વર્ષ + 3 વર્ષ OBC-NCL 36 વર્ષ + સેવામાં આપેલા વર્ષ + 3 વર્ષ SC/ST 38 વર્ષ + સેવામાં આપેલા વર્ષ + 3 વર્ષ માપદંડ ધરાવતા વિકલાંગ (PwBD) UR 10 વર્ષ OBC-NCL 13 વર્ષ SC/ST 15 વર્ષ જે ઉમેદવાર સામાન્ય રીતે 01.01.1980 થી 31.12.1989 દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં રહેલા હતા UR(બિન અનામત) 38 વર્ષ OBC-NCL 41 વર્ષ SC/ST 43 વર્ષ જે ઉમેદવાર ગ્રુપ ‘C’ અને ગ્રુપ ‘D’ રેલવે સ્ટાફ, કેઝ્યુઅલ લેબર, સબ્સ્ટિટ્યૂટ તરીકે સેવા આપી રહ્યા છે (નિરંતર અથવા ટૂટી-ફૂટી 3 વર્ષ સેવા) UR(બિન અનામત) 40 વર્ષ OBC-NCL 43 વર્ષ SC/ST 45 વર્ષ જે ઉમેદવાર રેલવે સંગઠનની અર્ધ-પ્રશાસકીય ઓફિસોમાં કામ કરી રહ્યા છે જેમ કે રેલવે કન્ટિન, સહકારી સંસ્થાઓ, અને ઇન્સ્ટિટ્યૂટ UR(બિન અનામત) 33 વર્ષ + સેવા વાર્ષિક / 5 વર્ષમાં જે ઓછું હોય તે OBC-NCL 36 વર્ષ + સેવા વાર્ષિક / 5 વર્ષમાં જે ઓછું હોય તે SC/ST 38 વર્ષ + સેવા વાર્ષિક / 5 વર્ષમાં જે ઓછું હોય તે મહિલાઓ જે પતિના મૃત્યુ પામ્યા હોય અથવા ન્યાયિક રીતે અલગ થઈ ગયેલા પરંતુ ફરી લગ્ન ન કર્યા હોય UR(બિન અનામત) 35 વર્ષ OBC-NCL 38 વર્ષ SC/ST 40 વર્ષ
પરીક્ષા ફી: RRB Junior Engineer Recruitment 2025
વર્ગ ફી GENERAL / EWS / OBC ₹500/- SC / ST / ભૂતપૂર્વ સૈનિક / મહિલા / ટ્રાન્સજેન્ડર / લઘુમતી / EBC ₹250/-
પસંદગી પ્રક્રિયા(Selection Process): RRB Junior Engineer Recruitment 2025
Stage 1 : પ્રથમ તબક્કો કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT-I)Stage 2: દ્વિતીય તબક્કો કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT-II)Stage 3: ડોકયુમેન્ટ વેરિફીકેશનStage 4: મેડીકલ તપાસ
અભ્યાસક્રમ(Syllabus): RRB Junior Engineer Recruitment 2025
Stage 1 : પ્રથમ તબક્કો કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT-I)
ક્રમ નંબર વિષય પ્રશ્નોની સંખ્યા ગુણ 1 ગણિત 30 30 2 સામાન્ય બુદ્ધિ અને તર્કશક્તિ 25 25 3 સામાન્ય જ્ઞાન 15 15 4 સામાન્ય વિજ્ઞાન 30 30 કુલ 100 100 સમયમર્યાદા 90 મિનિટ
Stage 1: દ્વિતીય તબક્કો કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT-II)
ક્રમ નંબર વિષય પ્રશ્નોની સંખ્યા ગુણ 1 સામાન્ય જ્ઞાન 15 15 2 ફિઝિક્સ અને કેમિસ્ટ્રી 15 15 3 કમ્પ્યુટર્સ અને એપ્લિકેશન્સના મૂળભૂત જ્ઞાન 10 10 4 પર્યાવરણ અને પ્રદૂષણ નિયંત્રણના મૂળભૂત જ્ઞાન 10 10 5 ટેકનિકલ ક્ષમતા 100 100 કુલ 150 150 સમયમર્યાદા 120 મિનિટ
ફોર્મ કેવી રીતે ભરવુ: RRB Junior Engineer Recruitment 2025
સૌપ્રથમ,રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) ની ઓફીસિઅલ વેબસાઇટ https://www.rrbapply.gov.in પર જાઓ.
હોમપેજ પર CEN No. 05/2025(જુનિયર એન્જિનિયર-JE) માટે “Apply Online” લિંક આપી હશે જેમા ફોર્મ ભરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
“New Registration” માટે જરૂરી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
રજીસ્ટ્રેશન પછી લોગિન કરીને અરજી ફોર્મમા માંગ્યા મુજબ માહીતી કાળજીપૂર્વક ભરો.
જરૂરી પ્રમાણપત્રો, જેમ કે લાયકાત આધારિત અને જાતીનુ પ્રમાણપત્ર, ફોટોગ્રાફ અને સહી, સ્કેન કરીને માંગ્યા મુજબ અપલોડ કરો.
અરજી ફી ની લાગુ પડતી હોય તે) ઓનલાઈન માધ્યમથી ચુકવણી કરો.( અરજી ફી તમારા ખાતા માંથી ભરો જેથી રિફંડ તમારા ખાતા માજ પરત મળે)
ભરેલા ફોર્મની વિગતો બરાબર તપાસો અને “FINAL SUBMIT ” બટન પર ક્લિક કરો.
ભવિષ્યના ઉપયોગ માટે ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો અને તેને સાચવી રાખો.
ભરતીને લગતી અગત્યની તારીખો: RRB Junior Engineer Recruitment 2025
ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે 31/10/2025 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/11/2025 અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 30/11/2025
ફોર્મ ભરવા તેમજ નોટીફિકેશનની લિંક: RRB Junior Engineer Recruitment 2025
શોર્ટ નોટીફિકેશન અહી ક્લિક કરો Draft Vacancy અહી ક્લિક કરો ફુલ નોટીફિકેશન (Notification જાહેર થયા બાદ અહીં અપડેટ કરવામાં આવશે) ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો (લિંક અહીં અપડેટ કરવામાં આવશે)
Read Also: BMC Superintendent Recruitment 2025: અરજી પ્રક્રિયા, લાયકાત અને પગાર માહિતી