Amdavad Traffic TRB Recruitment 2025: લાયકાત,ફોર્મ કેવી રીતે ભરવું,અરજી ફોર્મ
Amdavad Traffic TRB Recruitment 2025: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કુલ 650 ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક/ સેવિકાની પસંદગી કરવા માટે જાહેરાત કરવામા આવી છે. આ જાહેરાતમા કુલ 214 મહિલાઓ તથા 436 પુરુષ ઉમેદવારોની ભરતી કરવામા આવશે. આ ભરતીમા લાયકાત ધરાવતા અને ફોર્મ ભરવા ઈચ્છુક ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની શરતો વાંચી, નિર્ધારિત સરનામેથી ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે.
આ ભરતીમા નિમણૂક મેળવવા માટે ઉમેદવારોએ શારીરિક કસોટી અને મૌખિક ઈંટરવ્યુમા પાસ થવાનુ રહેશે તદઉપરાંત જો શારીરિક પરીક્ષામા વધારે ઉમેદવારો હશે લેખિત પરીક્ષાનુ પણ આયોજન થઈ શકે છે.આ ભરતીમા ફોર્મ ભરીને જમા કરાવવાનુ રહેશે, ભરતીનુ ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન મેળવી શકાશે અરજી ફોર્મ તા. 25/08/2025 થી 20/09/2025 દરમિયાન દરરોજ સવારે 11:00 વાગ્યાથી સાંજે 06:00 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ પોલીસ વિભાગની અધિકૃત વેબસાઈટ https://cpahmedabad.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી, જરૂરી વિગતો પુરાવી અને સ્વપ્રમાણિત દસ્તાવેજોની નકલો સાથે PRO રૂમ, જુના પોલીસ કમિશ્નર કચેરી, શાહીબાગ, અમદાવાદ ખાતે જાતે હાજર રહી જમા કરાવવાનું રહેશે.
આ ભરતીની વિગતવાર માહિતી જેવી કે લાયકાત, વય મર્યાદા, ફોર્મ ક્યાથી મેળવવુ અથવા ડાઉનલોડ કરવુ , વગેરે માટે આ આર્ટીકલમા વાંચો.
ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચેના ઉમેદવારો અરજી કરી શકે છે.
ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત તરીકે ધોરણ 9 પાસ ફરજિયાત છે, તેમ છતાં વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પણ પાત્ર ગણાશે.
અનુભવી, મજબૂત બાંધકામ ધરાવતા, ઊંચી કાયાવાળા તેમજ અન્ય ખાસ લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા અપાશે.
ઉપરાંત, પોલીસ, SRP, સેન્ટ્રલ રીઝર્વ પોલીસ, આર્મી કે અન્ય લશ્કરી અને અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા ઉમેદવારોને પણ ખાસ લાયકાત ધરાવનાર ગણવામાં આવી પ્રાધાન્ય અપાશે.
GSSSB Municipal sanitary inspector Bharti 2025: ઓનલાઇન અરજી, વય મર્યાદા અને પગાર વિગતો GSSSB Municipal sanitary inspector 2025: GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ),ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને ...
GAU Laboratory Technician Vacancy 2025: કુલ 57 જગ્યાઓ માટે હમણા જ અરજી કરો GAU Laboratory Technician Vacancy 2025: ગુજરાત રાજયની ચાર અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ કૃષિ યુનિર્વાર્સટી, ...