BMC Sanitary Inspector Recruitment 2025: પગાર, લાયકાત અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી
BMC Sanitary Inspector Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ભાવનગર મહાનગર પાલિકામાં જે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિભાગમાંથી સ્નાતક થયેલો અને સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા ઇન સિક્યોરિટી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરેલો ધરાવતા ઉમેદવારો માટે આવી અગત્યની ભરતી.
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2025 માટે જાહેરાત ક્રમાંક BMC/202526/09 પાલિકામાં ખાલી પડેલી “સેનેટરી ઇન્સ્પેક્ટર”ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાનુ આયોજન કરીને લાયક મહિલા ઉમેદવારોની પસંદગી કરવા માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત 19/10/2025 ના રોજ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08/11/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
અહીં આર્ટિકલમાં જાહેરાતની ઓફિસિયલ નોટીફિકેશન, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, અભ્યાસ ક્રમ વગેરેની જાણકારી આપેલી છે. આ પોસ્ટ રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન ધ્યાનથી વાંચો અને ત્યારબાદ જ અરજી કરો.
ભરતી વિશે ટૂંક્મા માહિતી: BMC Sanitary Inspector Recruitment 2025
| જાહેરાતની વિગતો | માહિતી |
| ભરતી કરનાર | ભાવનગર મહાનગર પાલિકા(BMC) |
| પોસ્ટનું નામ | સેનેટરી ઇન્સ્પેક્ટર |
| જાહેરાત ક્રમાંક | BMC/202526/09 |
| જગ્યાઓ | 02 |
| 0નોકરીનો ક્લાસ | વર્ગ 3 |
| પગાર ધોરણ | 40800/- |
| અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
| નોકરીનું સ્થળ | ભાવનગર |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 08/11/2025 |
| સત્તાવાર વેબસાઇટ | https://bmcgujarat.com/ |
કુલ ખાલી જગ્યાઓ: BMC Sanitary Inspector Recruitment 2025
| ક્રમાંક | વર્ગનું નામ | પુરુષ | મહિલા | કુલ જગ્યા |
|---|---|---|---|---|
| 1 | બિન અનામત | 1 | 0 | 1 |
| 2 | આર્થિક રીતે પછાત વર્ગ (EWS) | 0 | 0 | 0 |
| 3 | અનૂસૂચિત જાતિ (SC) | 0 | 0 | 0 |
| 4 | અનૂસૂચિત જનજાતિ (ST) | 0 | 0 | 0 |
| 5 | સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) | 1 | 0 | 1 |
| 02 |
શૈક્ષણિક લાયકાત: BMC Sanitary Inspector Recruitment 2025
- માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિભાગમાંથી સ્નાતક થયેલો અને સરકાર માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા ઇન સિક્યોરિટી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ.
- કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જરૂરી છે.
- ગુજરાતી અને હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવવું આવશ્યક છે.
પગાર ધોરણ: BMC Sanitary Inspector Recruitment 2025
પ્રથમ પાંચ વર્ષ માટે નિશ્ચિત માસિક વેતન ₹40,800/- ચૂકવવામાં આવશે. ત્યારબાદ પાંચ વર્ષની સેવા સંતોષકારક જણાશે તો સાતમા પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-5 (રૂ. 29,200 – 92,300) મુજબ નિયમિત નિમણૂક આપવામાં આવશે.
ઉંમર મર્યાદા: BMC Sanitary Inspector Recruitment 2025
ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી એવા અનામત વર્ગના ઉમેદવારો (આર્થિક રીતે નબળા વર્ગ સહિત), તમામ મહિલા તથા વિકલાંગ ઉમેદવારોને નિયમો અનુસાર ઉપરની ઉંમર મર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળશે. જો કે, ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ લાગુ પડશે, પરંતુ વધુમાં વધુ ઉંમર મર્યાદા 58 વર્ષ રહેશે. ઉંમર ગણતરી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે કરવામાં આવશે.
| ક્રમાંક | ઉમેદવારનો પ્રકાર | વય મર્યાદામાં છૂટછાટ (વર્ષમાં) |
|---|---|---|
| 1 | સામાન્ય મહિલા ઉમેદવાર | 05 વર્ષ |
| 2 | અનામત વર્ગના પુરુષ ઉમેદવાર | 05 વર્ષ |
| 3 | અનામત વર્ગના મહિલા ઉમેદવાર | 10 વર્ષ |
| 4 | સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવાર | 05 વર્ષ |
| 5 | સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવાર | 10 વર્ષ |
| 6 | અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવાર | 10 વર્ષ |
| 7 | અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવાર | 15 વર્ષ |
અરજી ફી: BMC Sanitary Inspector Recruitment 2025
અનામત વર્ગના ઉમેદવારો બિનઅનામત જગ્યાઓ માટે અરજી કરી શકશે, પરંતુ તેમની પસંદગી માટે બિનઅનામત વર્ગના ધોરણો લાગુ પડશે.
| વિગતો | માહિતી |
|---|---|
| બિન અનામત વર્ગ ઉમેદવારો માટે | ₹500/- |
| અનામત વર્ગના ઉમેદવારો માટે | ₹250/- |
| ફીનો સમાવેશ | ભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ |
| ફી ભરવાની છેલ્લી તારીખ | તા. 11/11/2025 |
| ચલણ અંગેની સૂચના | ફી ભર્યા પછી ચલણ મેળવવાનું રહેશે. ઉમેદવારે આ ચલણ અને કન્ફર્મ થયેલ અરજી પ્રિન્ટ પોતાની પાસે સાચવી રાખવી. |
| ફી ભરવાની રીત | પોસ્ટ ઓફિસ દ્વારા ફી ભરવાની રહેશે. |
પસંદગી પ્રક્રિયા: BMC Sanitary Inspector Recruitment 2025
- અરજીઓની સંખ્યા ધ્યાને લઈને લેખિત પરીક્ષા અથવા મૌખિક કસોટી લેવાનો નિર્ણય ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા લેવામાં આવશે, અને તે નિર્ણય તમામ ઉમેદવારો માટે બંધનકારક રહેશે.
- તમામ ઉમેદવારોની વય, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો આ અરજીની છેલ્લી તારીખને ધ્યાનમાં લઈને માન્ય ગણાશે.
- Written Exam અથવા Interview: હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી OMR પદ્ધતિથી લેવાતી લેખિત પરીક્ષા યોજાશે.
- Document Verification(દસ્તાવેજ ચકાસણી)
- Final Selection List(અંતિમ પસંદગી યાદી)
અભ્યાસક્રમ(Syllabus): BMC Sanitary Inspector Recruitment 2025
| ક્રમાંક | વિષય | ગુણ |
|---|---|---|
| A | ગુજરાતી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન | 15 માર્ક્સ |
| B | અંગ્રેજી ભાષા તથા વ્યાકરણનું જ્ઞાન | 15 માર્ક્સ |
| C | સામાન્ય જ્ઞાન | 20 માર્ક્સ |
| D | ગણિત અને રીજનિંગનું જ્ઞાન | 25 માર્ક્સ |
| E | નોકરીની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ પ્રશ્નો | 25 માર્ક્સ |
| કુલ માર્ક્સ | 100 માર્ક્સ | |
| સમય | 01 કલાક 30 મિનિટ |
કેવી રીતે અરજી કરવી: BMC Sanitary Inspector Recruitment 2025
- સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
- ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
- Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
- ત્યારબાદ જાહેરાતમાં BMC “સેનેટરી ઇન્સ્પેક્ટર” પોસ્ટ શોધી જાહેરાતના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
- ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
- ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ અરજી ફોર્મ અને ચલન માટેનું પ્રિન્ટ કાઢો અને સૌથી છેલ્લે લાગુ પડતી અરજી ફી પોસ્ટ ઓફિસ દ્વારા ભરો.
અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: BMC Sanitary Inspector Recruitment 2025
| ઓનલાઇન અરજી કરવાની શરૂઆત | 19/10/2025 |
| ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 08/11/2025 |
| અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 11/11/2025 |
અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: BMC Sanitary Inspector Recruitment 2025
| નોટીફિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
| ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
Read Also: BMC FHW Recruitment 2025: ફિમેલ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

