---Advertisement---

BMC Superintendent Recruitment 2025: અરજી પ્રક્રિયા, લાયકાત અને પગાર માહિતી

By Savan Parmar

Published on:

BMC Superintendent Recruitment 2025
---Advertisement---

BMC Superintendent Recruitment 2025: તમામ મહત્વની વિગતો અહીં જાણો

BMC Superintendent Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ભાવનગર મહાનગર પાલિકામાં જે ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિદ્યાશાખામાંથી મેળવેલ ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે આવી અગત્યની ભરતી. ભાવનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2025 માટે જાહેરાત ક્રમાંક BMC/202526/07 પાલિકામાં ખાલી પડેલી “વહીવટી અધિકારી (સુપરિન્ટેન્ડન્ટ)”ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સ્પર્ધાત્મક પરીક્ષાનુ આયોજન કરીને લાયક મહિલા ઉમેદવારોની પસંદગી કરવા માટે અરજી ફોર્મ ભરવાની શરૂઆત 19/10/2025 ના રોજ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08/11/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

અહીં આર્ટિકલમાં જાહેરાતની ઓફિસિયલ નોટીફિકેશન, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, અભ્યાસ ક્રમ વગેરેની જાણકારી આપેલી છે. આ પોસ્ટ રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન ધ્યાનથી વાંચો અને ત્યારબાદ જ અરજી કરો.

ભરતી વિશે ટૂંક્મા માહિતી: BMC Superintendent Recruitment 2025

જાહેરાતની વિગતો માહિતી
ભરતી કરનારભાવનગર મહાનગર પાલિકા(BMC)
પોસ્ટનું નામવહીવટી અધિકારી (સુપરિન્ટેન્ડન્ટ)
જાહેરાત ક્રમાંકBMC/202526/07
જગ્યાઓ01
0નોકરીનો ક્લાસવર્ગ 3
પગાર ધોરણપે મેટ્રિક્સ લેવલ-9 (53,100 – 1,67,800)
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળભાવનગર
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ08/11/2025
સત્તાવાર વેબસાઇટhttps://bmcgujarat.com/

કુલ ખાલી જગ્યાઓ: BMC Superintendent Recruitment 2025

ક્રમાંકવર્ગનું નામપુરુષમહિલાકુલ જગ્યા
1બિન અનામત101
2આર્થિક રીતે પછાત વર્ગ (EWS)000
3અનૂસૂચિત જાતિ (SC)000
4અનૂસૂચિત જનજાતિ (ST)000
5સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)000

શૈક્ષણિક લાયકાત: BMC Superintendent Recruitment 2025

  1. માન્ય યુનિવર્સિટીની કોઈપણ વિધાશાખામાંથી સ્નાતક અથવા સમકક્ષ લાયકાત ધરાવવી જરૂરી છે.
  2. કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન ધરાવવું જરૂરી છે.
  3. ગુજરાતી અને હિંદી ભાષાનું પર્યાપ્ત જ્ઞાન ધરાવવું જરૂરી છે.
  4. ઉમેદવાર પાસે જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત જાહેરાતમાં દર્શાવેલ અંતિમ તારીખે હોવી આવશ્યક છે.
  5. ઉમેદવારે પ્રાપ્ત કરેલ શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મેળવેલ હોવી જોઈએ.

પગાર ધોરણ: BMC Superintendent Recruitment 2025

  • પ્રથમ બે વર્ષનો સમયગાળો પ્રોબેશન તરીકે ગણાશે. પ્રોબેશનનો સમયગાળો સંતોષકારક રીતે પૂર્ણ થયા બાદ ઉમેદવારને સાતમા પગારપંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ-9, રૂ. 53,100 થી 1,67,800 સુધીના નિયમિત પગાર પર નિયુક્તિ આપવામાં આવશે.

ઉંમર મર્યાદા: BMC Superintendent Recruitment 2025

ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મૂળ ગુજરાત રાજ્યના રહેવાસી એવા અનામત વર્ગના ઉમેદવારો (આર્થિક રીતે નબળા વર્ગ સહિત), તમામ મહિલા તથા વિકલાંગ ઉમેદવારોને નિયમો અનુસાર ઉપરની ઉંમર મર્યાદામાં નીચે મુજબની છૂટછાટ મળશે. જો કે, ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે ઉંમર મર્યાદામાં છૂટછાટ લાગુ પડશે, પરંતુ વધુમાં વધુ ઉંમર મર્યાદા 58 વર્ષ રહેશે. ઉંમર ગણતરી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખે કરવામાં આવશે.

ક્રમાંકઉમેદવારનો પ્રકારવય મર્યાદામાં છૂટછાટ (વર્ષમાં)
1સામાન્ય મહિલા ઉમેદવાર05 વર્ષ
2અનામત વર્ગના પુરુષ ઉમેદવાર05 વર્ષ
3અનામત વર્ગના મહિલા ઉમેદવાર10 વર્ષ
4સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવાર05 વર્ષ
5સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવાર10 વર્ષ
6અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવાર10 વર્ષ
7અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવાર15 વર્ષ

અરજી ફી: BMC Superintendent Recruitment 2025

અનામત વર્ગના ઉમેદવારો બિનઅનામત જગ્યાઓ માટે અરજી કરી શકશે, પરંતુ તેમની પસંદગી માટે બિનઅનામત વર્ગના ધોરણો લાગુ પડશે.

વિગતોમાહિતી
બિન અનામત વર્ગ ઉમેદવારો માટે₹500/-
અનામત વર્ગના ઉમેદવારો માટે₹250/-
ફીનો સમાવેશભાવનગર મહાનગરપાલિકાની ફી + પોસ્ટલ સર્વિસ ચાર્જ
ફી ભરવાની છેલ્લી તારીખતા. 11/11/2025
ચલણ અંગેની સૂચનાફી ભર્યા પછી ચલણ મેળવવાનું રહેશે. ઉમેદવારે આ ચલણ અને કન્ફર્મ થયેલ અરજી પ્રિન્ટ પોતાની પાસે સાચવી રાખવી.
ફી ભરવાની રીતપોસ્ટ ઓફિસ દ્વારા ફી ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા: BMC Superintendent Recruitment 2025

  • અરજીઓની સંખ્યા ધ્યાને લઈને લેખિત પરીક્ષા અથવા મૌખિક કસોટી લેવાનો નિર્ણય ભાવનગર મહાનગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા લેવામાં આવશે, અને તે નિર્ણય તમામ ઉમેદવારો માટે બંધનકારક રહેશે.
  • તમામ ઉમેદવારોની વય, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો આ અરજીની છેલ્લી તારીખને ધ્યાનમાં લઈને માન્ય ગણાશે.
  1. Written Exam અથવા Interview: હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી OMR પદ્ધતિથી લેવાતી લેખિત પરીક્ષા યોજાશે.
  2. Document Verification(દસ્તાવેજ ચકાસણી)
  3. Final Selection List(અંતિમ પસંદગી યાદી)

કેવી રીતે અરજી કરવી: BMC Superintendent Recruitment 2025

  1. સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
  2. ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
  3. Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
  4. ત્યારબાદ જાહેરાતમાં BMC વહીવટી અધિકારી (સુપરિન્ટેન્ડન્ટ) પોસ્ટ શોધી જાહેરાતના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
  5. ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
  6. ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
  7. ફોર્મ સબમિટ કર્યા બાદ અરજી ફોર્મ અને ચલન માટેનું પ્રિન્ટ કાઢો અને સૌથી છેલ્લે લાગુ પડતી અરજી ફી પોસ્ટ ઓફિસ દ્વારા ભરો.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: BMC Superintendent Recruitment 2025

ઓનલાઇન અરજી કરવાની શરૂઆત19/10/2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ08/11/2025
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ11/11/2025

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: BMC Superintendent Recruitment 2025

નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો

Read Also: Railway NTPC Graduate Level Bharti 2025: લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

BMC Sanitary Inspector Recruitment 2025: BMCમાં સેનેટરી ઈન્‍સ્પેક્ટરની નવી ભરતી જાહેર

BMC Sanitary Inspector Recruitment 2025: પગાર, લાયકાત અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી BMC Sanitary Inspector Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ...

BMC Pharmacist Recruitment 2025: ફાર્માસિસ્ટ ભરતીની સંપૂર્ણ માહિતી, અરજી પ્રક્રિયા અને લાયકાત

BMC Pharmacist Recruitment 2025: ફાર્માસિસ્ટ પોસ્ટ માટે અરજી કેવી રીતે કરવી? BMC Pharmacist Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે ...

ONGC Apprentice Bharti 2025 | ઓનલાઈન અરજી, લાયકાત, તારીખો અને સંપૂર્ણ માહિતી

ONGC Apprentice Bharti 2025 | એપ્રેન્ટિસ પોસ્ટ માટેની નવી ભરતી જાહેર ONGC Apprentice Bharti 2025: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વર્ષ 2025 માટે એપ્રેન્ટિસ તરીકે વિવિધ ...

RRB NTPC Graduate Level Bharti 2025: લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

RRB NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી RRB NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...

Leave a Comment