BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 – સંપૂર્ણ માહિતી અહીં મેળવો
BSF ( બોડર સિકયુરિટી ફોર્સ) દ્વારા કોન્સ્ટેબલ (ટ્રેડસમેન)ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત.આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 26 જુલાઈ 2025 થી થઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2025 નિર્ધારિત કરવામાં આવી છે.ફોર્મ ભરવા માટે લાયકાત 10 અને જરૂરી ફિલ્ડમાં iti નકકી કરવામાં આવી છે.આ ભરતીમાં BSF (બીએસએફ) દ્વારા કુલ 3588 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રાથમિક પરીક્ષામાં શારીરિક ક્ષમતાની કસોટી અને ત્યારબાદ લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવશે.આ બંને પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.ફોર્મ ભરવા માટે જરૂરી માહિતી જેવીકે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે અગત્યની લિંક અને તારીખો વગેરે આ આર્ટિકલ વિગતવાર માહિતી આપેલી છે.ફોર્મ ભરતા પહેલા જાહેરાતની ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.આભાર
ઉમેદવારોએ માન્ય શાળા બોર્ડ અથવા સંસ્થામાથી 10મું ધોરણ (મેટ્રિક્યુલેશન) અથવા તેની સમકક્ષ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલી હોવી જોઈએ.
જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા હોય તે સંબંધિત ટ્રેડમાંથી માન્ય સંસ્થા/સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા તરફથી ITI (Industrial Training Institute) નું પ્રમાણપત્ર હોવુ જરૂરી છે.
ઉંમર મર્યાદા (25-08-2025 ના રોજ): BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025
વિગતો
વર્ષ તેમજ માહિતી
ઓછામા ઓછી ઉંમર
18 વર્ષ
વધુમા વધુ ઉંમર
25 વર્ષ
ઉંમર છૂટછાટ
SC, ST, OBC તથા અન્ય આરક્ષિત વર્ગના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
BSF ભરતીમાં ઉંમર મર્યાદાની છૂટછાટ
BSF ભરતી 2025 માટે વિવિધ કેટેગરીના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ ઉંમર મર્યાદાની છૂટછાટ આપવામાં આવે છે.
Railway NTPC Bharti 2025 – Railway NTPC 2025 ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ નોન-ટેકનિકલ ...
Gujarat Agricultural University Junior Clerk Bharti ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 Gujarat Agricultural University Junior Clerk Bharti: ગુજરાત રાજયની ચાર અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ કૃષિ ...