BSF Constable Tradesman Recruitment 2025 – સંપૂર્ણ માહિતી અહીં મેળવો
BSF Constable Tradesman Recruitment 2025: BSF ( બોડર સિકયુરિટી ફોર્સ) દ્વારા કોન્સ્ટેબલ (ટ્રેડસમેન)ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત.આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 26 જુલાઈ 2025 થી થઇ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2025 નિર્ધારિત કરવામાં આવી છે.ફોર્મ ભરવા માટે લાયકાત 10 અને જરૂરી ફિલ્ડમાં iti નકકી કરવામાં આવી છે.આ ભરતીમાં BSF (બીએસએફ) દ્વારા કુલ 3588 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પ્રાથમિક પરીક્ષામાં શારીરિક ક્ષમતાની કસોટી અને ત્યારબાદ લેખિત પરિક્ષાનું આયોજન કરવામાં આવશે.આ બંને પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.
ફોર્મ ભરવા માટે જરૂરી માહિતી જેવીકે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, ફોર્મ કેવી રીતે ભરવું, ફોર્મ ભરવા માટે અગત્યની લિંક અને તારીખો વગેરે આ આર્ટિકલ વિગતવાર માહિતી આપેલી છે.ફોર્મ ભરતા પહેલા જાહેરાતની ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.આભાર
આ પણ વાંચો: LRD Constable Final Answer Key 2025 – હમણાં જ ડાઉનલોડ કરો
ભરતી વિશે ટુંક્મા માહિતી: BSF Constable Tradesman Recruitment 2025
સંસ્થાનુ નામ | બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) |
---|---|
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ (ટ્રેડ્સમેન) |
ખાલી જગ્યાઓ | 3588 પોસ્ટ |
નોકરીનુ સ્થળ | ભારતમા ગમે ત્યા |
અરજી શરૂ કરવાની તારીખ | 26 જુલાઈ 2025 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23 ઓગસ્ટ 2025 |
પગાર ધોરણ | પગાર મેટ્રિક્સ લેવલ-3, પગાર ધોરણ રૂ.21,700-69,100/- (બેજિક) |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
ઓફિસિયલ વેબસાઈટ | bsf.gov.in |
શૈક્ષણિક લાયકાત: BSF Constable Tradesman Recruitment 2025
- ઉમેદવારોએ માન્ય શાળા બોર્ડ અથવા સંસ્થામાથી 10મું ધોરણ (મેટ્રિક્યુલેશન) અથવા તેની સમકક્ષ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરેલી હોવી જોઈએ.
- જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા હોય તે સંબંધિત ટ્રેડમાંથી માન્ય સંસ્થા/સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થા તરફથી ITI (Industrial Training Institute) નું પ્રમાણપત્ર હોવુ જરૂરી છે.
ઉંમર મર્યાદા (25-08-2025 ના રોજ): BSF Constable Tradesman Recruitment 2025
વિગતો | વર્ષ તેમજ માહિતી |
---|---|
ઓછામા ઓછી ઉંમર | 18 વર્ષ |
વધુમા વધુ ઉંમર | 25 વર્ષ |
ઉંમર છૂટછાટ | SC, ST, OBC તથા અન્ય આરક્ષિત વર્ગના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. |
BSF ભરતીમાં ઉંમર મર્યાદાની છૂટછાટ
BSF ભરતી 2025 માટે વિવિધ કેટેગરીના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો મુજબ ઉંમર મર્યાદાની છૂટછાટ આપવામાં આવે છે.
કેટેગરી | ઉંમર મર્યાદાની છૂટછાટ |
---|---|
SC (અનુસૂચિત જાતિ) | 5 વર્ષ |
ST (અનુસૂચિત જનજાતિ) | 5 વર્ષ |
OBC (અન્ય પછાત વર્ગ) | 3 વર્ષ |
આ પણ વાંચો: IBPS Customer Service Associates Recruitment 2025
અરજી ફી: BSF Constable Tradesman Recruitment 2025
કેટેગરી | ફી વિષે માહિતી |
---|---|
બિન અનામત (UR), EWS અને OBC કેટેગરીના ઉમેદવારો | રૂ. 100/- + રૂ. 50/- + GST |
અરજી ફી મુક્તિ ધરાવતી કેટેગરી | મહિલા ઉમેદવારો, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) BSF સેવામાં રહેલા કર્મચારીઓ ભૂતપૂર્વ સૈનિકો (Ex-Servicemen) |
ચુકવણીનો પ્રકાર | કોઈપણ બેંકની નેટ બેંકિંગ /કોઈપણ બેંકના ક્રેડિટ/ડેબિટ કાર્ડ દ્વારા / ફક્ત ઑનલાઇન પદ્ધતિ દ્વારા |
સિલેકશન પ્રોસેસ: BSF Constable Tradesman Recruitment 2025
- PET /PST: શારીરિક કસોટી
- Written Examination: લેખીત પરીક્ષા
- Document Verification: દસ્તાવેજ ચકાસણી
- Medical Examination: તબીબી તપાસ
પ્રથમ તબક્કાની પરીક્ષા (PST / PET):
શારીરિક કસોટી | પુરુષ ઉમેદવારો | મહિલા ઉમેદવારો |
---|---|---|
દોડ (Race) | 5 કિમી દોડ – 24 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. | 1.6 કિમી દોડ – 8.30 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. |
વર્ગ | ઊંચાઈ (Height) | છાતી (Chest) |
---|---|---|
પુરુષ ઉમેદવારો | 170 સે.મી. | 81-86 સે.મી. (ફુલાવ્યા બાદની) |
મહિલા ઉમેદવારો | 157 સે.મી. | મહિલા ઉમેદવારોને લાગુ પડતુ નથી. |
બીજા તબક્કાની પરીક્ષા (લેખિત પરીક્ષા):
ક્રમાંક | વિષય | પ્રશ્નોની સંખ્યા | ગુણ | સમયગાળો |
---|---|---|---|---|
1 | સામાન્ય જ્ઞાન / જનરલ અવરનેસ | 25 | 25 | 2 કલાક (120 મિનિટ) |
2 | ગણિતનું પાયાનુજ્ઞાન | 25 | 25 | |
3 | પારીમાણીક ક્ષમતા અને પેટર્ન ઓળખવાની શક્તિ | 25 | 25 | |
4 | અંગ્રેજી અથવા હિન્દી ભાષાનું પાયાનુ જ્ઞાન | 25 | 25 |
આ પણ વાંચો: GSSSB Forest Guard Recruitment 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે વનરક્ષક ભરતી 2025
ફોર્મ કેવી રીતે ભરવુ: BSF Constable Tradesman Recruitment 2025
- સૌ પ્રથમ,સંસ્થાની અધિકૃત વેબસાઇટ bsf.gov.in પર જાઓ.
- વેબસાઇટના હોમપેજ પર “Recruitment” મેનુ આપેલુ હશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ “Constable Tradesmen” પર ક્લિક કરો અને સમ્પૂર્ણ નોટીફિકેશન વાંચો.
- નોટીફિકેશન વાંચ્યા બાદ આપેલ Apply Online બટન પર ક્લિક કરો.
- અરજી ફોર્મમા માંગ્યા મુજબ તમારી વિગતો કાળજીપૂર્વક ભરો.
- માંગ્યા મુજબ લાયકાત અને જાતિ, સહી અને પાસપોર્ટ સાઇજ સ્કેન કરેલા દસ્તાવેજો માંગેલી સાઇજ્મા અપલોડ કરો.
- જો લાગુ પડે તો તમારી કેટેગરી મુજબ ઓનલાઈન અરજી ફી ભરો.
- સૌથી છેલ્લે બધી વિગતો તપાસો અને ફાઇનલ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ સેવ કરો.
અરજી કરવાની અગત્યની તારીખ: BSF Constable Tradesman Recruitment 2025
નોટીફિકેશન બહાર પડયા તારીખ | 22 જુલાઈ 2025 |
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 26 જુલાઈ 2025 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 23 ઓગસ્ટ 2025 |
ભરતી વિશે અગત્યની લિંક્સ: BSF Constable Tradesman Recruitment 2025
શોર્ટ નોટીફિકેશન | અહી ક્લિક કરો |
ફુલ નોટીફિકેશન ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવાની લિંક | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |