EHRMS Gujarat Anganwadi Bharti 2025 – 9000 જગ્યાઓ પર ભરતી
EHRMS Gujarat Anganwadi Bharti 2025: આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ગુજરાત સરકાર દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આવતી આંગણવાડીઓમાં ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.કુલ 9000 ખાલી જગ્યાઓ માટે આ ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામા આવી છે. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની શરુઆત 8 ઓગસ્ટ 2025થી થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 સુંધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ પર આપેલી નોટીફિકેશન ધ્યાનથી વાંચી અને ત્યારબાદ જ ફોર્મ ભરવુ.
આંગણવાડી કાર્યકર માટે પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારની શૈક્ષણિક લાયકાત, સ્થાનિકતા એટલે કે રહેઠાણના માપદંડોને ધ્યાને લેવામાં આવશે.જ્યાં આંગણવાડી ગ્રામીણ વિસ્તારમાં આવેલી હોય,ત્યાં ઉમેદવારનું સ્થાયી રહેઠાણ તે જ ગામમાં હોવું જરૂરી છે અથવા તો નજીકના શહેરી વિસ્તારની નગરપાલિકા/મહાનગરપાલિકાના મતદાર યાદીમાં ઉમેદવારનું નામ ઓછામાં ઓછી એક વર્ષથી નોંધાયેલુ હોવું જોઈએ. ઉપરાંત, તેડાગર માટે પણ ઓછામા ઓછુ ધોરણ ૧૦ પાસ લાયકાત નક્કી કરવામાં આવી છે.
આંગણવાડી કાર્યકર અથવા ટેડાગર તરીકે પસંદગી માટે અરજી કરતી મહિલાઓ માટે ચોક્કસ રહેઠાણ સંબંધિત માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આવા અરજદાર મહિલાઓ માટે જરૂરી છે કે તેઓ તેમની રહેઠાણને દર્શાવતું પ્રમાણપત્ર રજૂ કરે, જે સંબંધિત મામલતદારશ્રી દ્વારા આપવામાં આવ્યુ હોવું જોઈએ.આ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવેલી તારીખથી ઓછામાં ઓછી એક વર્ષ અગાઉનું હોવું જરૂરી છે.
આ પણ વાંચો: LRD Constable Final Marks Declared 2025: કોન્સ્ટેબલ ફાઇનલ માર્ક્સ જાહેર
ભરતી વિશે ટુંક્મા માહિતી: EHRMS Gujarat Anganwadi Bharti 2025
જાહેરાત વિગતો | માહિતી |
---|---|
ભરતી કરનાર સંસ્થા | સંકલિત બાળ વિકાસ સેવા (ICDS) ગુજરાત |
પોસ્ટનુ નામ | આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર |
કુલ ખાલી જગ્યાઓ | 9000+ |
પસંદગી પ્રક્રિયા | મેરીટના આધાર પર |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 08 ઓગસ્ટ 2025 |
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ | 30 ઓગસ્ટ 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://e-hrms.gujarat.gov.in |
પોસ્ટ અને જગ્યાઓની માહિતી: EHRMS Gujarat Anganwadi Bharti 2025
પોસ્ટનુ નામ | ખાલી જગ્યાઓ |
આંગણવાડી કાર્યકર | 5000 |
આંગણવાડી તેડાગર | 4000 |
કુલ જગ્યાઓ | 9000 |
શૈક્ષણિક લાયકાત: EHRMS Gujarat Anganwadi Bharti 2025
- આંગણવાડી કાર્યકર: આંગણવાડી કાર્યકર તરીકે કાર્ય કરવા ઈચ્છતા ઉમેદવારો માટે શૈક્ષણિક લાયકાત લાયકાત ધોરણ ૧૨ પાસ હોવી જરૂરી છે. જો કે વધુ લાયકાત ધરાવતાં ઈચ્છુક ઉમેદવાર અરજી કરી શકશે.શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત ગુણનાં ભારાંક અન્વયે મેરીટ યાદી તૈયાર થશે.
- આંગણવાડી તેડાગર: આંગણવાડી તેડાગર તરીકે જોડાવા માંગતા ઉમેદવારો માટે ધોરણ 10 (SSC) પાસ હોવું ફરજીયાત છે.
આ પણ વાંચો: Gujarat High Court District Judge Recruitment : અરજી પ્રક્રિયા, લાયકાત અને પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી
ઉંમર મર્યાદા: EHRMS Gujarat Anganwadi Bharti 2025
- અંગણવાડી કાર્યકર અને તેડાગરાની માનદ સેવા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે ઉમર મર્યાદામાં અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ અને 33 વર્ષથી કરતા વધુ ન હોવી જોઈએ.
ઓછામાં ઓછી ઉંમર | 18 વર્ષ |
વધુમા વધુ ઉંમર | 33 વર્ષ |
પસંદગી પ્રક્રિયા: EHRMS Gujarat Anganwadi Bharti 2025
- અરજી કરનાર ઉમેદવારની તમામ શૈક્ષણિક લાયકાતને આધારે ભરતીનું મેરીટ તૈયાર કરવામાં આવશે અને મેરીટના આધાર પર નિમણુક કરવામાં આવશે.
પગાર ધોરણ: EHRMS Gujarat Anganwadi Bharti 2025
પોસ્ટનુ નામ | પગાર |
આંગણવાડી કાર્યકર | રુ 10,000/- |
મીની આંગણવાડી કાર્યકર | રુ 10,000/- |
આંગણવાડી તેડાગર | રુ 5500/- |
ફોર્મ કેવી રીતે ભરવુ: EHRMS Gujarat Anganwadi Bharti 2025
- ફોર્મ ભરવાની શરૂઆત 08/08/2025 થી થઈ છે. જેમાં સૌ પ્રથમ સરકારી પોર્ટલ https://e-hrms.gujarat.gov.in પર વિઝિટ કરો.
- હોમપેજ ખુલશે જેમા જમણી બાજુ પર “Recruitment” નામનું મેનુ દેખાશે તેના પર ક્લિક કરો.તેમા Apply મેનુ આપેલુ હશે.
- આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં જાહેરાત સંબધિત નોટીફિકેશન વાંચી અને ત્યારબાદ જ ફોર્મ ભરો.
- ‘Apply’ બટન પર ક્લિક કરો અને આગળ ફોર્મ ભરવા માટેની વિગતો દર્શાવતી સ્ક્રીન ખુલશે તમે જે જિલ્લા/તાલુકાની જગ્યા માટે અરજી કરવા માંગતા હોવ તેની બાજુમા આપેલા APLLY બટન પર ક્લિક કરો. અરજી ફોર્મમાં તમારી તમામ જરૂરી વિગતો માંગ્યા મુજબ ભરો.
- જાહેરાતમાં માગ્યા મુજબ અને લાગુ પડતાં જરૂરી પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, રહેઠાણનો પુરાવો(એટલે કે સરનામાંનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર,પાસપોર્ટ સાઈઝનો ફોટો , ઉમેદવારની સહી,વગેરેને સ્કેન કરી માંગ્યા મુજબના ફોર્મેટમાં અપલોડ કરો.
- બધીજ ભરેલી વિગતોને તપાસો ત્યારબાદ જ ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ કાઢી લો.
ભરતી વિશે અગત્યની તારીખો: EHRMS Gujarat Anganwadi Bharti 2025
કાર્યક્રમ | તારીખ |
---|---|
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 08 ઓગસ્ટ 2025 |
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ | 30 ઓગસ્ટ 2025 |
આ પણ વાંચો: BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025: અરજી તારીખ, પાત્રતા, પગાર અને પસંદગી પ્રક્રિયા
ભરતી વિશે અગત્યની લિક્સ: EHRMS Gujarat Anganwadi Bharti 2025
જાહેરાતની નોટીફિકેશન | અહી ક્લિક કરો |
અગત્યની સુચના | અહી ક્લિક કરો |
ભરતીને લગતા અગત્યના પશ્નો અને જવાબો | અહી ક્લિક કરો |
ફોર્મ ભરવા માટેની લિંક | અહી ક્લિક કરો |
નોંધ: અહી આપેલી માહિતી સત્તાવાર વેબસાઇટ અને જાહેરાતના આધારે આપવામાં આવી છે ઉમેદવારે ફોર્મ ભરતા પેહલા સત્તાવાર નોટીફિકેશન વાંચવું અને ત્યારબાદ જ ફોર્મ ભરવું.