GSRTC Conductor Recruitment 2025– દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક
GSRTC Conductor Recruitment 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટરની કાયમી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.આ ભરતી સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યાઓ પર ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજી પસંદગી યાદી તૈયાર કરવા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. તો આ ભરતીમાં રસ ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોએ નિર્ધારિત સમયમર્યાદા દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.આ ભરતી સ્પેશિયલ દિવ્યાંગ ઉમેદવારો માટે હોય દિવ્યાંગ ઉમેદવારો સિવાયના ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે નહીં.
દરેક ઉમેદવારે અરજી કરતા પહેલાં જાહેરાત સંબંધિત તમામ સૂચનાઓ ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય જરૂરી લાયકાતના પ્રમાણપત્રો પોતાના પાસે રાખવા ફરજિયાત છે, જેથી અરજી ફોર્મ ભરતી વખતે સાચી વિગતો ભરી શકાય. ભરતી સંબંધિત તમામ નવીનતમ માહિતી નિગમની સત્તાવાર વેબસાઈટ https://gsrtc.in પર ઉપલબ્ધ કરવામાં આવશે. અરજી ફોર્મમાં જણાવેલ જગ્યાએ ઉમેદવારોએ પોતાનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈડી ફરજીયાત નોંધવાનો રહેશે. ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા 16/09/2025 થી 01/10/2025 રહેશે અને લેખિત પરીક્ષા માટેની પ્રોસેસ ફી ભરવાની છેલ્લી તારીખ 03/10/2025 રહેશે.
ધોરણ 12 પાસની માર્કશીટ માત્ર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા અન્ય માન્ય સમકક્ષ બોર્ડની જ સ્વીકાર્ય રહેશે.
જો ઉમેદવાર પાસે સમકક્ષ લાયકાત હોય, તો તે લાયકાત પણ અરજી કરવાની છેલ્લી તારીખ પહેલા મેળવેલી હોવી આવશ્યક છે. છેલ્લી તારીખ પછી મેળવેલી લાયકાત માન્ય ગણાશે નહીં અને અરજી રદ કરવામાં આવશે.
ડિપ્લોમા માટે, માત્ર ધોરણ 10 પછી કરાયેલ ડિપ્લોમા (જેમ કે 10+3 અથવા વધુ વર્ગનો કોર્સ) જ માન્ય ગણાશે.
ઉમેદવારએ ઓનલાઈન અરજી ભરતી વખતે પોતાની ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષાની માર્કશીટમાં મેળવેલા કુલ ગુણને આધારે ટકાવારી ગણવી અને એ મુજબ વિગતો ભરવી રહેશે.
જો ઉમેદવાર 1:15 ના રેશિયો મુજબ પસંદગીમાં આવતો ન હોય (એટલે કે OMR લખિત પરીક્ષા આપવા માટે પસંદગીમાં સામેલ ન થાય) તો પણ ભરેલી પ્રોસેસ ફી કોઈપણ પરિસ્થિતિમાં પરત આપવામાં નહીં આવે.
પસંદગી પ્રક્રિયા અને સિલેબસ: GSRTC Conductor Recruitment 2025
100 ગુણની O.M.R. પદ્ધતિથી લેવામાં આવતી લેખિત પરીક્ષા (પાત્ર થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાનમાં લેવામાં નહીં આવે),નિર્ધારિત સિલેબસને આધારે કુલ 100 પ્રશ્નોની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા O.M.R. પદ્ધતિથી લેવામાં આવશે, જેના માટે કુલ સમય 01 કલાકનો રહેશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતીમાં રહેશે
"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."
Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...
BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...
BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...
1 thought on “GSRTC Conductor Recruitment 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની જાહેરાત”
Nokari driving