---Advertisement---

GSSSB Dental Technician Recruitment 2025: ઓનલાઇન ફોર્મ અને વિગતવાર માહિતી

By Savan Parmar

Updated on:

GSSSB Dental Technician Recruitment 2025
---Advertisement---

GSSSB Dental Technician Recruitment 2025: લાયકાત, પગાર અને અરજીની માહિતી

GSSSB Dental Technician Recruitment 2025: ઓનલાઇન ફોર્મ અને વિગતવાર માહિતી: GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ)ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના વિવિધ કચેરીઓમાં ડેન્ટલ ટેકનીશિયન, વર્ગ-૩ ની સીધી ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.આ ભરતી અંતર્ગત ખાતા વડા અધિક વનયામકશ્રી, તબીબી શિક્ષણ અને સંશોધન કચેરી તથા અવધક વનયામકશ્રી, તબીબી સેવાઓ કચેરી હેઠળ કુલ ૨૧ જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરીને ભરવામાં આવશે અને પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.ઉમેદવારોને પોતાની અરજી OJASની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in મારફતે ઓનલાઇન જ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 01/10/2025 થી થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15/10/2025 સુધીમાં અરજી કરવાની રહેશે.

ઓનલાઈન અરજી કરવા માટે અરજી કરતા પહેલા જાહેરાતનું સત્તાવાર નોટિફિકેશન ધ્યાનથી વાંચો અને ત્યારબાદ જ અરજી કરો. અહીં આર્ટિકલમાં જાહેરાતની વિગતો જેવીકે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, મહત્વની તારીખો, અને ફોર્મ ભરવાની લિંક આપેલી છે.

ભરતી વિશે ટૂંક્મા માહિતી: GSSSB Dental Technician Recruitment 2025

જાહેરાત વિગતો માહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામડેન્ટલ ટેકનીશિયન
જાહેરાત ક્રમાંક364/202526
જગ્યાઓ21 (17+4)
નોકરીનો ક્લાસવર્ગ 3
પગાર ધોરણ40,800/-
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ01/10/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ15/10/2025
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

કુલ ખાલી જગ્યાઓ: GSSSB Dental Technician Recruitment 2025

વિભાગ / કચેરીકુલ જગ્યાઓસામાન્ય અનામતઆર્થિક રીતે નબળા વર્ગઅનુ.જાતિઅનુ.જનજાતિઅન્ય પછાત વર્ગસામાન્ય અનામત (સા.શૈ.૫.)આ.ન.વ. (સા.શૈ.૫.)અનુ.જાતિ (સા.શૈ.૫.)અનુ.જનજાતિ (સા.શૈ.૫.)ઓ.બી.સી. (સા.શૈ.૫.)શારીરિક અશક્ત (દિવ્યાંગ)માજી સૈનિક
અધિક નિયામક
શ્રી, તબીબી શિક્ષણ અને સંશોધન પ્રભાગ
17070101030502000001010001
અધિક
નિયામકશ્રી, તબીબી સેવાઓ પ્રભાગ
04020100000100000000000000
કુલ21090201030602000001010001

શૈક્ષણિક લાયકાત: GSSSB Dental Technician Recruitment 2025

  • ઉમેદવાર પાસે ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત અથવા સમાવિષ્ટ યુનિવર્સિટીઓમાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ્સ કમિશન અધિનિયમ, 1956 ની કલમ 3 હેઠળ માન્ય જાહેર અથવા ડીમીડ યુનિવર્સિટી તરીકે માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા બે વર્ષનો ડિપ્લોમા ડેન્ટલ ટેકનિશિયન અથવા ડેન્ટલ મિકેનિક્સમાં અભ્યાસ પુર્ણ કરેલો હોવો જોઈએ; અથવા કોઈ અન્ય માન્ય શિક્ષણ સંસ્થા માથી પ્રાપ્ત ડિગ્રી કોર્સ કરેલો હોવો જોઈએ.
  • ગુજરાત નાગરિક સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમ,1967 મુજબ આધારભૂત કમ્પ્યુટર એપ્લિકેશનનો મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ;
  • ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ અથવા બંનેનું જ્ઞાન હોવું જોઈએ.

ઉંમર મર્યાદા: GSSSB Dental Technician Recruitment 2025

તારીખ 15/10/2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો, ભૂતપૂર્વ સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારોને નીચે આપેલ નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

કેટેગરીછૂટછાટમહત્તમ વય મર્યાદા (વર્ષમાં)
સામાન્ય કેટેગરી પુરુષ ઉમેદવાર033
સામાન્ય કેટેગરી સ્ત્રી ઉમેદવાર538
અનામત કેટેગરી પુરુષ ઉમેદવાર538
અનામત કેટેગરી સ્ત્રી ઉમેદવાર10 (5+5)43
સામાન્ય કેટેગરી દિવ્યાંગ પુરુષ ઉમેદવાર1043
સામાન્ય કેટેગરી દિવ્યાંગ સ્ત્રી ઉમેદવાર15 (10+5)45
અનામત કેટેગરી દિવ્યાંગ પુરુષ ઉમેદવાર15 (5+10)45
અનામત કેટેગરી દિવ્યાંગ સ્ત્રી ઉમેદવારો20 (5+10+5)45
માજી સૈન્યક ઉમેદવારો3 વર્ષનો ફાળો તેમની સેવામાંના સમયગાળા અનુસારઉપરોક્ત મર્યાદામાં વધારો

અરજી ફી: GSSSB Dental Technician Recruitment 2025

પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જ ફી પરત મળવાપાત્ર રહેશે.

વર્ગપરીક્ષા ફી
બિનઅનામત વર્ગના ઉમેદવારોરૂ. 500 /-
તમામ કેટેગરીની મહિલાઓ, SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ),
SC(અનુસૂચિત જાતિ),
ST(અનુસૂચિત જનજાતિ),
EWS(આર્થિક રીતે નબળા વર્ગ),
વિકલાંગ ઉમેદવારો અને
ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો
રૂ. 400 /-

પસંદગી પ્રક્રિયા અને સિલેબસ: GSSSB Dental Technician Recruitment 2025

  1. Written Exam
  2. Document Verification
  3. Medical Examination

પરીક્ષા અંગે માહિતી:

પ્રશ્નોની સંખ્યા: પરીક્ષા બે ભાગમાં વહેલી છે – Part-A માં 60 પ્રશ્નો અને Part-B માં 150 પ્રશ્નો, જેનો કુલ કુલ 210 પ્રશ્નો થાય છે.

સમય અને ગુણાંકો: બંને ભાગ માટે સંયુક્ત સમય 3 કલાક (180 મિનિટ) હશે અને કુલ પેપરના ગુણ 210 રહેશે.

નેગેટિવ માર્કિંગ: પેપર MCQ (મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન) પદ્ધતિમાં લેવામાં આવશે. ખોટો જવાબ આપવા પર તે પ્રશ્નના ફાળવેલા ગુણમાંથી 0.25 ગુણ કપાશે.

ભાગવિષયપ્રશ્નોની સંખ્યા/વિષયગુણકુલ ગુણ
Part Aતાર્કિક કસોટીઓ અને ડેટા ઈન્ટરપ્રિટેશન3030
ગણિતીય કસોટીઓ303060
Part Bભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સન303030
સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો120120120
210

કેવી રીતે અરજી કરવી: GSSSB Dental Technician Recruitment 2025

  1. સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
  2. ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
  3. Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
  4. ત્યારબાદ ડેન્ટલ ટેકનીશિયન 364/202526 જાહેરાત ના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
  5. ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
  6. ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
  7. જાહેરાતમાં દર્શાવેલ લાગુ પડતી અરજી ફી Fees મેનુ પર જઈને job સિલેક્ટ કરીને online fee ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
  8. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીલો જે તમને ભવિષ્યના ઉપયોગ માટે કામ લાગશે.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: GSSSB Dental Technician Recruitment 2025

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ01/10/2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ15/10/2025
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ18/10/2025

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: GSSSB Dental Technician Recruitment 2025

નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

Read Also: Canara Bank Apprentice Bharti 2025 – અરજી ફોર્મ, પાત્રતા, પગાર અને નોટીફિકેશન

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

Railway NTPC Graduate Level Bharti 2025: લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

Railway NTPC Graduate Level Bharti 2025 – ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Graduate Level Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ ...

BMC Staff Nurse Recruitment 2025: BMC માં સ્ટાફ નર્સની નવી ભરતી જાહેર

BMC Staff Nurse Recruitment 2025: પગાર, લાયકાત અને ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી BMC Staff Nurse Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત ...

BMC FHW Recruitment 2025: ફિમેલ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC FHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC FHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

BMC MPHW Recruitment 2025: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ભરતી, પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા

BMC MPHW Recruitment 2025: અરજી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર BMC MPHW Recruitment 2025: BMC(ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા સમયાંતરે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવે છે. ...

Leave a Comment