---Advertisement---

GSSSB Forest Guard Recruitment 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે વનરક્ષક ભરતી 2025

By Jobkhabritank

Published on:

GSSSB Forest Guard Recruitment 2025
---Advertisement---

GSSSB Forest Guard Recruitment 2025: દિવ્યાંગ ઉમેદવારો માટે વનરક્ષક ભરતી અરજી શરુ

GSSSB Forest Guard Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી હેઠળની જગ્યાઓ માટે ખાસ ભરતી ઝુંબેશ (Special Recruitment Drive) જાહેર કરવામાં આવી છે.GSSSB (Gujarat Subordinate Service Selection Board) દ્વારા Divyang (અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે) વિશેષ ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે Forest Guard (Vanrakshak) પોસ્ટ માટે જાહેરાત અંતર્ગત ૧૫૭ જગ્યાઓ પર ભરતી કરવામા આવશે.GSSSB (Gujarat Subordinate Service Selection Board) દ્વારા બહાર પાડવામાં આવેલી આ જાહેરાત મુજબ, લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામા આવે છે. આ ભરતીમા અરજી કરવાની શરૂઆતની તારીખ: 01/08/2025, બપોરે 14:00 કલાકથી થશે અરજી કરવાની છેલ્લી તારીખ: 10/08/2025, રાત્રે 23:59 કલાક સુધી રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શક્શે.ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત, વય મર્યાદા, અરજી ફી , અને ફોર્મ ભરવાની લિંક વગેરે માહિતી આ આર્ટીકલમા આપેલી છે.

ભરતી વિશે ટૂંક્મા માહિતી: GSSSB Forest Guard Recruitment 2025

ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામForest Guard (Vanrakshak)
જાહેરાત ક્રમાંક૩૩૫/૨૦૨૫૨૬
જગ્યાઓ૧૫૭
નોકરીનો ક્લાસવર્ગ ૩
પગાર ધોરણ₹ ૨૬૦૦૦/-
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ૦૧ ઓગસ્ટ ૨૦૨૫
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ૧૦ ઓગસ્ટ ૨૦૨૫
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

શૈક્ષણિક લાયકાત: GSSSB Forest Guard Recruitment 2025

  • ઉમેદવારે ઉચ્ચતર મધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ધોરણ ૧૨ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અથવા સરકાર દ્વારા સમકક્ષ તરીકે માન્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ.
  • ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કોમ્પ્યુટર જ્ઞાન અંગેની પ્રમાણભૂત જાણકારી ધરાવતો હોવો જોઈએ.
  • ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

ઉંમર મર્યાદા: GSSSB Forest Guard Recruitment 2025

  • તારીખ.૧૦/૦૮/૨૦૨૫ના રોજ ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે વયમર્યાદા છુટછાટ આ મુજબ છે.
કેટેગરીઉંમરમાં છૂટછાટમહત્તમ વય મર્યાદા
સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો10 વર્ષ45 વર્ષ
સામાન્ય કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતી મહિલા ઉમેદવારો15 વર્ષ (10+5)45 વર્ષ
અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારો15 વર્ષ (5+10)45 વર્ષ
અનામત કેટેગરીની શારીરિક અશક્તતા ધરાવતી મહિલા ઉમેદવારો20 વર્ષ (5+10+5)45 વર્ષ

અરજી ફી: GSSSB Forest Guard Recruitment 2025

પરીક્ષાનું નામકેટેગરીપરીક્ષા ફી નોંધ
Forest Guard (વનરક્ષક)દિવ્યાંગ ઉમેદવારો400/-પરીક્ષામાં હાજરી આપ્યા બાદ ફી પરત મળશે

નોંધ: પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને પરીક્ષા પૂર્ણ થયા બાદ તેમના ખાતામા પરીક્ષા ફી પરત કરવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા અને સિલેબસ: GSSSB Forest Guard Recruitment 2025

  1. Written Exam: હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી OMR પદ્ધતિથી લેવાતી લેખિત પરીક્ષા યોજાશે.
  2. PET/PST: શારીરિક ક્ષમતા કસોટી યોજાશે.
  3. Walking test: બંને તબક્કામાં સફળ થયેલા ઉમેદવારોને અંતમાં વોકિંગ ટેસ્ટ પાસ કરવો ફરજિયાત રહેશે.
  4. Document Verification(દસ્તાવેજ ચકાસણી)
  5. Medical Examination: તબીબી તપાસ
વિષય મુજબ માર્ક્સનું ટકાવારી વિતરણ:
વિષયનું નામગુણ ટકાવારીમા
સામાન્ય જ્ઞાન25%
સામાન્ય ગણિત12.5%
ગુજરાતી ભાષા12.5%
કુદરતી પરિબળો (પર્યાવરણ, ઇકોલોજી, વનસ્પતિ, વનજીવન, પાણી, જમીન, ઔષધીય છોડ, લાકડા તથા લાકડા આધારિત ઉદ્યોગો અને ભૌગોલિક પરિબળો)50%
કુલ ગુણ100%
    શારીરિક ક્ષમતા કસોટી ધોરણો:
    ક્રમાંકશારીરિક પરીક્ષાપુરુષ ઉમેદવારભૂતપૂર્વ પુરુષ સૈનિકમહિલા ઉમેદવારભૂતપૂર્વ મહિલા સૈનિક
    11600 મીટર દોડ6 મિનિટ6.30 મિનિટ
    2800 મીટર દોડ4 મિનિટ4.20 મિનિટ
    3ઊંચો કૂદકો4 ફૂટ 3 ઇંચ4 ફૂટ3 ફૂટ2 ફૂટ 9 ઇંચ
    4લાંબો કૂદકો15 ફૂટ14 ફૂટ9 ફૂટ8 ફૂટ
    5પુલ-અપ્સ (છાતી તરફ હાથ)8 વખત8 વખત
    6દોરડું ચઢવું18 ફૂટ18 ફૂટ

    કેવી રીતે અરજી કરવી: GSSSB Forest Guard Recruitment 2025

    1. સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
    2. ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
    3. Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો અને ત્યારબાદ જાહેરાત ના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
    4. ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
    5. ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
    6. જાહેરાતમાં દર્શાવેલ લાગુ પડતી અરજી ફી Fees મેનુ પર જઈને job સિલેક્ટ કરીને online fee ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
    7. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીલો જે તમને ભવિષ્યના ઉપયોગ માટે કામ લાગશે.

    અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: GSSSB Forest Guard Recruitment 2025

    ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ૦૧ ઑગસ્ટ ૨૦૨૫
    ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ૧૦ ઑગસ્ટ ૨૦૨૫
    અરજી ફી ભરવાની છેલ્લી તારીખ૧૦ ઑગસ્ટ ૨૦૨૫

    અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: GSSSB Forest Guard Recruitment 2025

    નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો

    ---Advertisement---

    Related Post

    BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025: અરજી તારીખ, પાત્રતા, પગાર અને પસંદગી પ્રક્રિયા

    BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 – સંપૂર્ણ માહિતી અહીં મેળવો BSF ( બોડર સિકયુરિટી ફોર્સ) દ્વારા કોન્સ્ટેબલ (ટ્રેડસમેન)ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત.આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 26 જુલાઈ ...

    IBPS Customer Service Associates Recruitment 2025: કસ્ટમર સર્વિસ એસોસિએટ્સ (Clerical Cadre) માટે અરજી શરૂ

    IBPS Customer Service Associates Recruitment 2025 – અરજી તારીખ, લાયકાત અને પસંદગી પ્રક્રિયા IBPS Customer Service Associates Recruitment 2025: બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે IBPS(ઇન્સ્ટિટ્યૂટ ...

    Railway NTPC Bharti 2025 : લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

    Railway NTPC Bharti 2025 – Railway NTPC 2025 ભરતીની સંપૂર્ણ માહિતી Railway NTPC Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ નોન-ટેકનિકલ ...

    Gujarat Agricultural University Junior Clerk Bharti – અરજી કરવાની સંપૂર્ણ માહિતી

    Gujarat Agricultural University Junior Clerk Bharti ગુજરાત કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી 2025 Gujarat Agricultural University Junior Clerk Bharti: ગુજરાત રાજયની ચાર અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ કૃષિ ...

    Leave a Comment