---Advertisement---

GSSSB Municipal sanitary inspector Bharti 2025-ઓનલાઈન અરજી અને વિગતવાર માહિતી

By Savan Parmar

Published on:

GSSSB Municipal sanitary inspector Bharti 2025
---Advertisement---

GSSSB Municipal sanitary inspector Bharti 2025: ઓનલાઇન અરજી, વય મર્યાદા અને પગાર વિગતો

GSSSB Municipal sanitary inspector 2025: GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ),ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળના કમિશનરશ્રી, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનની કચેરી, ગાંધીનગરમાં મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર, વર્ગ-૩, સંવર્ગની કુલ 75 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માટે પસંદગી/પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની હોય અને સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવાનું હોય તેથી રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.જાહેરાતમાં જણાવેલ છેલ્લી તારીખ પહેલા અરજી કરો અને અરજી કરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાર જ અરજી કરો.

GSSSB (Gujarat Subordinate Service Selection Board) દ્વારા બહાર પાડવામાં આવેલી આ જાહેરાત મુજબ, લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામા આવી છે. આ ભરતીમા અરજી કરવાની શરૂઆતની તારીખ 01/09/2025થી થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15/09/2025 સુધી રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શક્શે.અરજી કરવા માટેનું તમામ વિગતો અહીં આર્ટિકલમાં વ્યવસ્થિત રીતે આપી છે.ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત, વય મર્યાદા,અરજી ફી ,અને ફોર્મ ભરવાની લિંક વગેરે માહિતી માટે આર્ટીકલમા વાંચો.

ભરતી વિશે ટૂંક્મા માહિતી: GSSSB Municipal sanitary inspector Bharti 2025

જાહેરાત વિગતો માહિતી
ભરતી કરનાર સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામમ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર
જાહેરાત ક્રમાંક349/202526
જગ્યાઓ75
નોકરીનો ક્લાસવર્ગ 3
પગાર ધોરણ26000/-
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ01/09/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ15/09/2025
સત્તાવાર વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/

કુલ ખાલી જગ્યાઓ: GSSSB Municipal sanitary inspector Bharti 2025

પોસ્ટનું નામખાતાની કચેરીનું નામકુલ જગ્યાઓકક્ષાવાર જગ્યાઓ મહિલાઓ માટે અનામતકુલ જગ્યાઓ પૈકી અનામત
મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર વર્ગ–3શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ75General: 29

EWS(આર્થિક રીતે નબળા વર્ગ): 07

SC(અનુ.જાતિ): 07

ST(અનુ.જન જાતિ):13

SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ): 19

General(સામાન્ય): 09

EWS(આર્થિક રીતે નબળા વર્ગ): 02

SC(અનુ.જાતિ): 02

ST(અનુ.જન જાતિ):04

SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ): 06

માજી સૈનિક: 07

શૈક્ષણિક લાયકાત: GSSSB Municipal sanitary inspector Bharti 2025

  1. ઉમેદવાર પાસે માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ પરીક્ષા પાસ હોવી જોઈએ અથવા સરકાર દ્વારા સમકક્ષ માન્ય લાયકાત ધરાવતી હોવી જોઈએ.
  2. ઉમેદવાર પાસે સરકાર દ્વારા માન્ય કોઈપણ સંસ્થા માંથી ઓછામાં ઓછો એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ અથવા
  3. ઉમેદવાર પાસે ITI અથવા સરકાર માન્ય અન્ય કોઈ સંસ્થા માંથી ઓછામાં ઓછો એક વર્ષનો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જોઈએ.
  4. ગુજરાત સેવા સર્વિસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે.
  5. ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બન્ને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

ઉંમર મર્યાદા: GSSSB Municipal sanitary inspector Bharti 2025

તારીખ 15/09/2025ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

કેટેગરીછૂટછાટ (વર્ષ)
સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર05 વર્ષ
અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર05 વર્ષ
અનામત કેટેગરીની મહિલા ઉમેદવાર10 વર્ષ (5+5)
સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવાર10 વર્ષ
સામાન્ય કેટેગરીની દિવ્યાંગ મહિલા ઉમેદવાર15 વર્ષ (10+05)
અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવાર15 વર્ષ (05+10)
અનામત કેટેગરીની દિવ્યાંગ મહિલા ઉમેદવાર20 વર્ષ (05+10+05)
માજી સૈનિક ઉમેદવારફરજ બજાવેલી અવધિ + 03 વર્ષ

અરજી ફી: GSSSB Municipal sanitary inspector Bharti 2025

પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જ ફી પરત મળવાપાત્ર રહેશે.

વર્ગપરીક્ષા ફી
બિનઅનામત વર્ગના ઉમેદવારોરૂ. 500 /-
તમામ કેટેગરીની મહિલાઓ, SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ),
SC(અનુસૂચિત જાતિ),
ST(અનુસૂચિત જનજાતિ),
EWS(આર્થિક રીતે નબળા વર્ગ),
વિકલાંગ ઉમેદવારો અને
ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો
રૂ. 400 /-

પસંદગી પ્રક્રિયા અને સિલેબસ: GSSSB Municipal sanitary inspector Bharti 2025

  1. Written Exam: હેતુલક્ષી પ્રશ્નો ધરાવતી OMR પદ્ધતિથી લેવાતી લેખિત પરીક્ષા યોજાશે.
  2. Document Verification(દસ્તાવેજ ચકાસણી)
  3. Medical Examination: તબીબી તપાસ
  • પ્રશ્નોની સંખ્યા: પરીક્ષાનુ પેપર બે ભાગ હશે Part-A માં 60 પ્રશ્નો અને Part-B માં 150 પ્રશ્નો, એટલે કે કુલ 210 પ્રશ્નો.
  • સમય અને કુલ ગુણ: બંને ભાગ માટે મળવાપાત્ર સમય કુલ 03 કલાક (180 મિનિટ) અને કુલ 210 ગુણનુ પેપર રહેશે.
  • નેગેટિવ માર્કિંગ: પ્રશ્નપત્ર MCQ પદ્ધતિમાં હશે. ખોટો જવાબ આપવાથી તે પ્રશ્નના ફાળવેલ ગુણમાંથી 0.25 ગુણ કાપી લેવામાં આવશે.

Part A:

વિષયગુણ
તાર્કિક કસોટીઓ અને ડેટા ઈન્ટરપ્રિટેશન30
ગણિતીય કસોટીઓ30
કુલ ગુણ60

Part B:

વિષયગુણ
ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સન30
સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો120
કુલ ગુણ150

કેવી રીતે અરજી કરવી: GSSSB Municipal sanitary inspector Bharti 2025

  1. સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
  2. ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
  3. Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
  4. ત્યારબાદ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર 349/202526 જાહેરાત ના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
  5. ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
  6. ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
  7. જાહેરાતમાં દર્શાવેલ લાગુ પડતી અરજી ફી Fees મેનુ પર જઈને job સિલેક્ટ કરીને online fee ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
  8. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીલો જે તમને ભવિષ્યના ઉપયોગ માટે કામ લાગશે.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: GSSSB Municipal sanitary inspector Bharti 2025

ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ01/09/2025
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ15/09/2025
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ15/09/2025

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: GSSSB Municipal sanitary inspector Bharti 2025

નોટીફિકેશન ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરોઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

---Advertisement---

Related Post

GSSSB Laboratory Assistant Recruitment 2025- પ્રયોગશાળા મદદનીશ ભરતી

GSSSB પ્રયોગશાળા મદદનીશ ભરતી 2025– ઓનલાઈન અરજી પ્રક્રિયા GSSSB Laboratory Assistant Recruitment 2025: GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ...

GAU Laboratory Technician Vacancy 2025- ગુજરાત કૃષિ યુનિવર્સિટી લેબોરેટરી ટેકનિશિયન ભરતી

GAU Laboratory Technician Vacancy 2025: કુલ 57 જગ્યાઓ માટે હમણા જ અરજી કરો GAU Laboratory Technician Vacancy 2025: ગુજરાત રાજયની ચાર અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ કૃષિ યુનિર્વાર્સટી, ...

Amdavad Traffic TRB Recruitment 2025: કુલ 650 ખાલી જગ્યાઓ માટે અરજી કરો

Amdavad Traffic TRB Recruitment 2025: લાયકાત,ફોર્મ કેવી રીતે ભરવું,અરજી ફોર્મ Amdavad Traffic TRB Recruitment 2025: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કુલ 650 ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક/ સેવિકાની પસંદગી કરવા ...

BSF Head Constable RO RM Recruitment 2025-કુલ 1121 પોસ્ટ માટે અરજી કરો

BSF Head Constable RO RM Recruitment 2025-નોટીફિકેશન જાહેર BSF Head Constable RO RM Recruitment 2025: BSF ( બોડર સિકયુરિટી ફોર્સ) દ્વારા હેડ કોન્સ્ટેબલ (રેડીયો મિકેનિક અને રેડીયો ઓપરેટર)ની ...

Leave a Comment