GSSSB Nurse Recruitment 2025: અરજી કેવી રીતે કરવી અને કુલ જગ્યાઓ
GSSSB Nurse Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ નર્સ પ્રેકટીશનર ઇન મીડવાઇફરી, વર્ગ-૩ની કુલ 16 જગ્યાઓ માટે સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામા આવી છે. આ પોસ્ટ માટે ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ફોર્મ ભરવા માટે OJAS (https://ojas.gujarat.gov.in) ની સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે. ફોર્મ ભરવાની શરુઆત 16 ઓક્ટોબર, 2025 (બપોરે 2:00 વાગ્યાથી) શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર, 2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી) ઓનલાઇન અરજી કરી શકાશે. ઉમેદવારોએ ભરતીની સત્તાવાર જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી અને જરૂરી દસ્તાવેજોની વિગતવાર તપાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી કરવી.
અરજી ફોર્મમાં, તમારા બધા જ પ્રમાણપત્રોમાં દર્શાવેલી વિગતોને ચોક્કસ રીતે ભરવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાત, વય, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિ (SC/ST/SEBC/EWS), શારીરિક અક્ષમતા (જો લાગુ પડતી હોય), અથવા માજી સેવા (જો લાગુ પડતી હોય) જેવી તમામ માહિતી દસ્તાવેજોને આધારે જ દર્શાવવી જોઈએ. અરજીમાં કોઈપણ પ્રકારની ખોટી માહિતી ભરવાના કિસ્સામાં, તે અરજી રદ થવા પાત્ર ગણાશે.
જાહેરાતમાં જણાવેલ છેલ્લી તારીખ પહેલા અરજી કરો અને અરજી કરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન વાંચો ત્યારબાર જ અરજી કરો.અરજી કરવા માટેનું તમામ વિગતો અહીં આર્ટિકલમાં વ્યવસ્થિત રીતે આપી છે.ફોર્મ ભરવા માટે જરૂરી લાયકાત, વય મર્યાદા,અરજી ફી ,અને ફોર્મ ભરવાની લિંક વગેરે માહિતી માટે આર્ટીકલમા વાંચો.
ભરતી વિશે ટૂંક્મા માહિતી: GSSSB Nurse Recruitment 2025
જાહેરાતની વિગતો | માહિતી |
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) |
પોસ્ટનું નામ | નર્સ પ્રેકટીશનર ઇન મીડવાઇફરી |
જાહેરાત ક્રમાંક | 361/202526 |
જગ્યાઓ | 16 |
નોકરીનો ક્લાસ | વર્ગ 3 |
પગાર ધોરણ | 40,800/- |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 30/10/2025 |
સત્તાવાર વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/ |
કુલ ખાલી જગ્યાઓ: GSSSB Nurse Recruitment 2025
કુલ જગ્યાઓ | કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત | અનામત જગ્યાઓ (સામાન્ય) | આર્થિક રીતે નબળા વર્ગ (ઈડબલ્યુએસ) | અનુ. જાતિ (એસસી) | અનુ. જનજાતિ (એસટી) | સા. અને શૈ. પછાત વર્ગ (એસઈબીસી) | શારીરિક અશક્ત (દિવ્યાંગ) | માજી સૈનિક |
---|---|---|---|---|---|---|---|---|
16 | 08 | 01 | 01 | 02 | 04 | 02 | 01 | 01 |
શૈક્ષણિક લાયકાત: GSSSB Nurse Recruitment 2025
- ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ બેઝિક બી.એસસી. (નર્સિંગ) ની ડિગ્રી, અથવા
- ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ પોસ્ટ બેઝિક બી.એસસી. (નર્સિંગ) ની ડિગ્રી, અથવા
- ભારતીય નર્સિંગ કાઉન્સિલ અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ જનરલ નર્સિંગ અને મિડવાઇફરીમાં ડિપ્લોમા.
- ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા હોવો જરૂરી છે.
- ગુજરાત સિવિલ સર્વિસિસ વર્ગીકરણ (જનરલ) નિયમો, 1967 માં નિર્ધારિત કર્યા મુજબનું મૂળભૂત કોમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન હોવું જરૂરી છે.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જરૂરી છે.
- પસંદગી પામેલા ઉમેદવારે, જો તેઓ પહેલાથી નોંધાયેલા ન હોય તો, ડાયરેક્ટ સિલેક્શન માટે અરજી કરતી વખતે, ગુજરાત નર્સ, મિડવાઇવ્સ એન્ડ હેલ્થ વિઝિટર્સ ઍક્ટ, 1968 ની જોગવાઈઓ અનુસાર નોંધણી કરાવવી ફરજિયાત હશે.
ઉંમર મર્યાદા: GSSSB Nurse Recruitment 2025
- તારીખ 30/10/2025 ના રોજ ઉમેદવારની ઉંમર સંબંધિત નિયમો નીચે મુજબ છે.
- ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી આવશ્યક છે.
- જો ઉમેદવાર હાલમાં ગુજરાત સરકારની સેવા હેઠળ કાર્યરત હોય, તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 મુજબ તેમને ઉંમરની ઉપરની મર્યાદામાં રાહત આપવામાં આવી શકે છે.
- ઉપરાંત, સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો, માજી સૈનિકો તેમજ દિવ્યાંગ ઉમેદવારોને પણ સરકાર દ્વારા નક્કી કરાયેલા નિયમો મુજબ ઉંમરમાં છૂટ મેળવવાની પાત્રતા રહેશે.
કેટેગરી | છૂટછાટ | મહત્તમ વય મર્યાદા |
---|---|---|
સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારો | 5 વર્ષ | 45 વર્ષ |
અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો | 5 વર્ષ | 45 વર્ષ |
અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો | (5 + 5 = 10) વર્ષ | 45 વર્ષ |
સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારો | 10 વર્ષ | 45 વર્ષ |
સામાન્ય કેટેગરીની દિવ્યાંગ મહિલા ઉમેદવારો | (10 + 5 = 15) વર્ષ | 45 વર્ષ |
અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારો | (5 + 10 = 15) વર્ષ | 45 વર્ષ |
અનામત કેટેગરીની દિવ્યાંગ મહિલા ઉમેદવારો | (5 + 10 + 5 = 20) વર્ષ | 45 વર્ષ |
માજી સૈનિક ઉમેદવારો | ફરજનો સમયગાળો + 3 વર્ષ | નિયમ મુજબ |
અરજી ફી: GSSSB Nurse Recruitment 2025
પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને જ ફી પરત મળવાપાત્ર રહેશે.
વર્ગ | પરીક્ષા ફી |
---|---|
બિનઅનામત વર્ગના ઉમેદવારો | રૂ. 500 /- |
તમામ કેટેગરીની મહિલાઓ, SEBC(સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ), SC(અનુસૂચિત જાતિ), ST(અનુસૂચિત જનજાતિ), EWS(આર્થિક રીતે નબળા વર્ગ), વિકલાંગ ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો | રૂ. 400 /- |
પસંદગી પ્રક્રિયા: GSSSB Nurse Recruitment 2025
- આ ભરતી માટેની પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારની રહેશે અને આ પરીક્ષા બે ભાગમાં વિભાજિત રહેશે Paper-1 અને Paper-2.
- પ્રશ્નોની સંખ્યા: Paper-1 ના Part-A અને Part-B માં કુલ 100 પ્રશ્નો પૂછવામાં આવશે, જ્યારે Paper-2 માં પણ 100 પ્રશ્નો રહેશે. આ રીતે બંને મળી કુલ 200 પ્રશ્નો રહેશે.
- સમય મર્યાદા: Paper-1 માટે ઉમેદવારને 02 કલાક (120 મિનિટ) નો સમય મળશે, અને Paper-2 માટે પણ 02 કલાક (120 મિનિટ)નો સમય આપવામાં આવશે. બંને પેપર માટે મળીને કુલ 04 કલાક (240 મિનિટ) નો સમય મળશે.
Syllabus(અભ્યાસક્રમ): GSSSB Nurse Recruitment 2025
Paper-1
ભાગ | વિષય | ગુણ |
---|---|---|
Part – A | Chain of Referral System | 01 |
Communication | 02 | |
Pharmacology | 05 | |
Records and Report | 02 | |
Infection Control | 05 | |
Adolescent Health | 02 | |
Counseling | 03 | |
Antenatal | 05 | |
Management of Labour, Delivery and Recognition of Problems | 25 | |
Part – B | Recognition and Management of Problems During Pregnancy | 10 |
Recognition and Management of Problems During Labour | 10 | |
Promotion of Health of Women and Newborn During Postnatal Period and Recognition and Management of Problems | 12 | |
Family Welfare Services to Help Women Plan Their Families | 05 | |
Promotion of Health of Women During the Non-Child Bearing Period | 05 | |
Legal and Ethical Issues | 03 | |
Current Schemes and Programmes (Special Reference to Maternal and Child Health Programme) | 05 | |
કુલ ગુણ | 100 |
Paper – 2
વિષય | ગુણ |
---|---|
Supervision and Management of Midwifery Services at Various Levels – Community Health Centre, District and Tertiary Level Maternal & Child Health Care | 40 |
Clinical Teaching at Community Health Centre, District and Tertiary Level for Midwifery Students | 20 |
Elementary Research and Statistics – Importance and Implication on Midwifery Services | 20 |
Medico Legal Aspects & Legal Ethical Issues (MTP Act, PNDT Act, Abandoned Babies, Transfer to Orphanage, ING Act) and Role & Responsibilities of Nurse Practitioner in Midwifery and Neonatal Care | 20 |
કુલ ગુણ | 100 |
કેવી રીતે અરજી કરવી: GSSSB Nurse Recruitment 2025
- સૌ પ્રથમ ફોર્મ ભરવાનું ઓફિસિયલ પોર્ટલ www.ojas.gujarat.gov.in પર જાઓ
- ત્યારબાદ જો તમે one time રજીસ્ટ્રેશન કરેલું છે તો હોમ પેજ પર આપેલા Online Application મેનુ પર ક્લિક કરો. (અને જો one time રજીસ્ટ્રેશન નથી કર્યું તો પહેલા રજીસ્ટ્રેશન કરો)
- Online Application મેનુ પર ક્લિક કર્યા બાદ Select Advertisement by Department સિલેક્ટ કરો.
- ત્યારબાદ જાહેરાત ક્રમાંકઃ 361/202526, નર્સ પ્રેકટીશનર ઇન મીડવાઇફરી, વર્ગ-૩ જાહેરાત ના નામ આગળ આપેલા Apply Online બટન પર ક્લિક કરો.
- ફોર્મ ભરતા પહેલા Apply Onlineની બાજુમા આપેલ Details પર ક્લિક કરો અને Notification ડાઉનલોડ કરીને વાંચો ત્યારબાદ જ ફોર્મ ભરો.
- ફોર્મમાં માગ્યા મુજબ પોતાની વિગતો ભરો અને માગ્યા મુજબનો સહી અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરો.
- જાહેરાતમાં દર્શાવેલ લાગુ પડતી અરજી ફી Fees મેનુ પર જઈને job સિલેક્ટ કરીને online fee ભરો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીલો જે તમને ભવિષ્યના ઉપયોગ માટે કામ લાગશે.
અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખો: GSSSB Nurse Recruitment 2025
ઓનલાઇન અરજી કરવાની શરુઆત | 16/10/2025 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 30/10/2025 |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 02/11/2025 |
અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિંક્સ: GSSSB Nurse Recruitment 2025
નોટીફિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
Read Also: GSSSB Laboratory Assistant Bharti 2025- ફોર્મ Reopen, અરજી પ્રક્રિયા, અને છેલ્લી તારીખGSSSB Laboratory Assistant Bharti 2025: ધોરણ 12 પાસ પર લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતીGSSSB Laboratory Assistant Bharti 2025: ધોરણ 12 પાસ પર લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી