Gujarat High Court Driver Call Letter 2025 – ડ્રાઈવર કોલ લેટર જાહેર
Gujarat High Court Driver Call Letter 2025: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની જિલ્લા અદાલતો હસ્તકની ડ્રાઇવરોની ૮૬ જગ્યાઓ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ૧૬/૦૫/૨૦૨૫ ના રોજથી ૦૬/૦૬/૨૦૨૫ સુંધી ઓનલાઇન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી હતી.જેનો જાહેરાત ક્રમાંક ૧૪૩૪/૨૦૨૫ છે અને તેની હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનું આયોજન ૧૦/૦૮/૨૦૨૫ ના રોજ કરવામાં આવનાર છે જેમાં હાજર રહેવા માટે પરીક્ષા માટેના કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક અહી આર્ટિકલ માં આપેલી છે.કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ તેમાં આપેલી સૂચનાઓ ધ્યાનથી વાંચો
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો તેની વિગતવાર માહિતી માટે આર્ટિકલ વાંચો.અહીં આર્ટિકલમાં લેખિત પરિક્ષાનો અભ્યાસક્રમ કેટલા ગુણની પરીક્ષા રહેશે અને લેખિત પરીક્ષા પછી ડ્રાઈવિંગ/સ્કીલ ટેસ્ટ નો અભ્યાસક્રમ શું હશે અને કેટલા ગુણનો હશે એ તમામ માહિતી આપેલી છે.
Gujarat High Court Driver Call Letter 2025: ભરતીની ટુંક્મા માહિતી
કુલ ૫૦ ગુણની આ પરીક્ષા માટે ઉમેદવારને ૪૫ મિનિટનો સમય આપવામાં આવશે. પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે. દરેક યોગ્ય જવાબ માટે ૧ ગુણ મળશે, જ્યારે ખોટા જવાબ માટે ૦.૩૩ ગુણ માઈનસ કરવામાં આવશે.
ડ્રાઈવિંગ ટેસ્ટ/સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારની ડ્રાઈવિંગ કાર્યક્ષમતા નું મૂલ્યાંકન કરવામાં આવશે.
ડ્રાઈવિંગ અથવા સ્કિલ ટેસ્ટ અમદાવાદ શહેરમાં અથવા સંબંધિત જિલ્લા મુખ્ય મથક પર લેવામાં આવશે. આ પરીક્ષા દરમ્યાન ઉમેદવારોએ ઓછામાં ઓછા ૮૦ ગુણ, એટલે કે ‘એ ગ્રેડ’ મેળવવો ફરજિયાત રહેશે.
Gujarat High Court Driver Call Letter 2025: મહત્વપૂર્ણ તારીખ
કોલ લેટર જાહેર થયા તારીખ: 07/08/2025
હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા: 10/08/2025
Gujarat High Court Driver Call Letter 2025: કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો
ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ
“HOME PAGE” પર “Driver Call Letter” લિંક પર ક્લિક કરો
તમારો Confirmation Number અને જન્મતારીખ દાખલ કરો
તમારો Call Letter સ્ક્રિન પર દેખાશે – તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢો.
Gujarat High Court Driver Call Letter 2025: કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક
"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."