ગુજરાત હાઇકોર્ટ ડ્રાઈવર કોલ લેટર જાહેર – ગુજરાત હાઇકોર્ટ ડ્રાઈવર કોલ લેટર જાહેર
Gujarat High Court Driver Call Letter Declared 2025: ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની જિલ્લા અદાલતો હસ્તકની ડ્રાઇવરોની ૮૬ જગ્યાઓ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ ૧૬/૦૫/૨૦૨૫ ના રોજથી ૦૬/૦૬/૨૦૨૫ સુંધી ઓનલાઇન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી હતી.જેનો જાહેરાત ક્રમાંક ૧૪૩૪/૨૦૨૫ છે અને તેની હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનું આયોજન ૧૦/૦૮/૨૦૨૫ ના રોજ કરવામાં આવનાર છે જેમાં હાજર રહેવા માટે પરીક્ષા માટેના કોલ લેટર જાહેર કરવામાં આવ્યા છે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક અહી આર્ટિકલ માં આપેલી છે.કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ તેમાં આપેલી સૂચનાઓ ધ્યાનથી વાંચો
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો તેની વિગતવાર માહિતી માટે આર્ટિકલ વાંચો.અહીં આર્ટિકલમાં લેખિત પરિક્ષાનો અભ્યાસક્રમ કેટલા ગુણની પરીક્ષા રહેશે અને લેખિત પરીક્ષા પછી ડ્રાઈવિંગ/સ્કીલ ટેસ્ટ નો અભ્યાસક્રમ શું હશે અને કેટલા ગુણનો હશે એ તમામ માહિતી આપેલી છે.
ભરતીની ટુંક્મા માહિતી: Gujarat High Court Driver Call Letter Declared
ભરતી સંસ્થા | ગુજરાત હાઇકોર્ટ |
વર્ષ | ૨૦૨૫ |
પોસ્ટનું નામ | ડ્રાઈવર |
કુલ જગ્યાઓ | 86 |
આર્ટીકલનો પ્રકાર | કોલ લેટર |
પરીક્ષા તબક્કા | લેખિત પરીક્ષા + ડાઈવિંગ ટેસ્ટ |
અધિકૃત વેબસાઈટ | https://hc-ojas.gujarat.gov.in |
આ પણ વાંચો: Railway NTPC Bharti 2025 : લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો
લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ: Gujarat High Court Driver Call Letter Declared
- ગુજરાતી ભાષા
- સામાન્ય જ્ઞાન, દૈનિક ઘટનાઓ અને ગુજરાતની ભૂગોળ
- પાયાનું ગણિત
- વાહન/મોટરનું પાયાનું જ્ઞાન
- વાહન/મોટર સંબંધિત કાયદાઓનું પાયાનું જ્ઞાન
- ટ્રાફિક નિયમો
ડ્રાઈવિંગ/સ્કિલ સ્ટેટ અભ્યાસક્રમ: Gujarat High Court Driver Call Letter Declared 2025
- વાહન શરૂ કરવાની પ્રક્રિયા (Starting)
- સીધી દિશામાં વાહન ચલાવવાનું કુશળતા(Forward Driving)
- વળાંકો લેવાની રીત (Turning)
- આગળ ચાલી રહેલા વાહનને પસાર કરવાની તકનિક (Overtaking)
- પાછળ દિશામાં વાહન ચલાવવું (Reversing)
- યોગ્ય જગ્યાએ વાહન ઉભું રાખવાની કળા (Parking)
- વાહનની મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક વ્યવસ્થાઓની ઓળખ અને જાળવણીનું જાણકારપણું(Familiarity of Car Mechanics, Electronics & Knowledge of Maintenance)
- સાવધ દ્રષ્ટિકોણ અને વિચારો (General Approach)
- માર્ગસુરક્ષા અંગે જાગૃતિ અને જવાબદારીનો ભાવ(Safety and Responsibility)
- યોગ્ય વલણ અને વ્યવહારશીલતા(Manner and Attitude)
પરીક્ષા સ્ટેજ અને સમય: Gujarat High Court Driver Call Letter Declared
પરીક્ષાના સ્ટેજ | કુલ ગુણ | સમયગાળો |
---|---|---|
હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા | 50 ગુણ | 45 મિનિટ |
ડ્રાઈવીંગ/સ્કિલ સ્ટેટ | 100 ગુણ | સૂચના મુજબ |
- લેખિત પરીક્ષામાં પેપર OMR પધ્ધતિથી લેવામા આવશે.(CBRT)
- કુલ ૫૦ ગુણની આ પરીક્ષા માટે ઉમેદવારને ૪૫ મિનિટનો સમય આપવામાં આવશે. પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે. દરેક યોગ્ય જવાબ માટે ૧ ગુણ મળશે, જ્યારે ખોટા જવાબ માટે ૦.૩૩ ગુણ માઈનસ કરવામાં આવશે.
- ડ્રાઈવિંગ ટેસ્ટ/સ્કિલ ટેસ્ટમાં ઉમેદવારની ડ્રાઈવિંગ કાર્યક્ષમતા નું મૂલ્યાંકન કરવામાં આવશે.
- ડ્રાઈવિંગ અથવા સ્કિલ ટેસ્ટ અમદાવાદ શહેરમાં અથવા સંબંધિત જિલ્લા મુખ્ય મથક પર લેવામાં આવશે. આ પરીક્ષા દરમ્યાન ઉમેદવારોએ ઓછામાં ઓછા ૮૦ ગુણ, એટલે કે ‘એ ગ્રેડ’ મેળવવો ફરજિયાત રહેશે.
આ પણ વાંચો: BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025 – સંપૂર્ણ માહિતી અહીં મેળવો
મહત્વપૂર્ણ તારીખ: Gujarat High Court Driver Call Letter Declared
- કોલ લેટર જાહેર થયા તારીખ: 07/08/2025
- હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા: 10/08/2025
કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો: Gujarat High Court Driver Call Letter Declared
- ગુજરાત હાઇકોર્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ
- “HOME PAGE” પર “Driver Call Letter” લિંક પર ક્લિક કરો
- તમારો Confirmation Number અને જન્મતારીખ દાખલ કરો
- તમારો Call Letter સ્ક્રિન પર દેખાશે – તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢો.
આ પણ વાંચો: EHRMS Gujarat Anganwadi Bharti 2025 – હમણા જ અરજી કરો
કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક: Gujarat High Court Driver Call Letter Declared
કોલલેટર ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |