---Advertisement---

Gujarat TET 1 Exam Notification 2025: ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-I પરીક્ષાનું નોટિફિકેશન જાહેર

By Savan Parmar

Published on:

Gujarat TET 1 Exam Notification 2025
---Advertisement---

Gujarat TET 1 Exam Notification 2025- ઓનલાઇન ફોર્મ, મહત્ત્વપૂર્ણ તારીખો અને અરજીફી

Gujarat TET 1 Exam Notification 2025: ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે લેવાતી TET-I પરીક્ષા (Teacher Eligibility Test – Paper I) ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પરીક્ષા ધોરણ 1 થી 5 સુધીના શિક્ષક તરીકે પાત્રતા મેળવવા માટે યોજાય છે. Tet 1 પરીક્ષાની રાહ જોઈ રહેલા ઉમેદવારો

માટે આવ્યા ખુશીના સમાચાર. Tet 1 પરીક્ષાની તૈયારી કરતા અને ધોરણ 1 થી 5 માં શિક્ષક તરીકે નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આવી સારી તક. આજે Tet 1 પરીક્ષાનું આયોજન કરવા અને લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા Tet 1 ની પરીક્ષાનું આયોજન કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાણો આવનારા સમયમાં ક્યારે ફોર્મ ભરવાની પ્રકિયા શરૂ થશે અને ક્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા Tet 1 ની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ જાહેરાતને લગતી તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સિલેકશન પ્રોસેસ, ફોર્મ કેવી રીતે ભરવું અને પરીક્ષા ફી વગેરે માટે આર્ટિકલ વાંચો અને ફોર્મ ભરતા પહેલા જાહેરાતનું ઓફિસિયલ નોટીફિકેશન અચૂક વાંચો અને ત્યારબાદ જ અરજી કરો.

ભરતી વિશે ટુંક્મા માહિતી: Gujarat TET 1 Exam Notification 2025

જાહેરાત વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થારાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત સરકાર ગાંધીનગર
ભરતી વર્ષ2025
પરીક્ષાનુ નામTet 1
પોસ્ટનુ નામપ્રાથમિક શિક્ષક (ધોરણ 1 થી 5 )
અરજીનો પ્રકારઓનલાઈન
પગાર ધોરણ26000/-
ઓનલાઈનઅરજી શરૂ થવાની તારીખ29/10/2025
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ12/11/2025
સત્તાવાર વેબસાઈટhttps://www.sebexam.org/

શૈક્ષણિક લાયકાત: Gujarat TET 1 Exam Notification 2025

  1. ઉમેદવારએ ઓછામાં ઓછી ઉચ્ચતર માધ્યમિક (H.S.C.) પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે.
  2. બે વર્ષની પી.ટી.સી. (P.T.C.) / D.El.Ed. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલી હોવી જોઈએ, અથવા
  3. ચાર વર્ષની B.El.Ed. (Bachelor in Elementary Education) ડિગ્રી ધરાવવી જોઈએ, અથવા
  4. બે વર્ષની Diploma in Education (Special Education) પૂર્ણ કરેલી હોવી જોઈએ.

અરજી ફી: Gujarat TET 1 Exam Notification 2025

કેટેગરીપરીક્ષા ફી (₹)વિગત
SC / ST / SEBC / PH / EWS ઉમેદવાર₹250/- (બસો પચાસ રૂપિયા)સર્વિસ ચાર્જ અલગથી રહેશે
સામાન્ય (General) ઉમેદવાર₹350/- (ત્રણસો પચાસ રૂપિયા)સર્વિસ ચાર્જ અલગથી રહેશે

ફી ભરવાની પદ્ધતિ: Gujarat TET 1 Exam Notification 2025

ઉમેદવારો નીચે આપેલી પ્રક્રિયા દ્વારા ઓનલાઇન પરીક્ષા ફી ભરી શકશે:

  1. ઉમેદવારએ ફી ભરવા માટે “Print Application / Pay Fees” વિકલ્પ પર ક્લિક કરવું.
  2. જરૂરી વિગતો ભર્યા બાદ “Online Payment” વિકલ્પ પસંદ કરવો.
  3. પછી આપેલા વિકલ્પોમાંથી “Net Banking of Fee” અથવા “Other Payment Mode” પસંદ કરી યોગ્ય વિગતો દાખલ કરવી.
  4. ફી સફળતાપૂર્વક ભરાયા બાદ screen પર “ફી જમા થઈ ગઈ છે” તેવો સંદેશ દેખાશે.
  5. ત્યારબાદ e-receipt પ્રાપ્ત થશે જેની પ્રિન્ટ જરૂરથી કાઢી રાખવી.

પસંદગી પ્રકિયા: Gujarat TET 1 Exam Notification 2025

વિગતમાહિતી
કસોટીનો પ્રકારબહુવિકલ્પ આધારિત (Multiple Choice Questions – MCQ)
કુલ પ્રશ્નો150
દરેક પ્રશ્નના ગુણ1 ગુણ
કુલ ગુણમૂલ્ય150 ગુણ
પરીક્ષાનો સમયગાળો120 મિનિટ (2 કલાક)
પ્રશ્નપત્રની સંખ્યાએક જ પ્રશ્નપત્ર
પ્રશ્નોનું સ્વરૂપબધા પ્રશ્નો ફરજીયાત રહેશે
ઉત્તર વિકલ્પદરેક પ્રશ્ન માટે 4 વિકલ્પ આપવામાં આવશે, યોગ્ય વિકલ્પ પસંદ કરવો રહેશે
Negative Markingનહીં (Negative Marking નહીં રાખવામાં આવે)

અભ્યાસક્રમ: Gujarat TET 1 Exam Notification 2025

ક્રમવિષયનું નામપ્રશ્નોની સંખ્યાગુણ
વિભાગ 1 બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર3030
વિભાગ 2ગુજરાતી ભાષા( પ્રથમ ભાષા)3030
વિભાગ 3અંગ્રેજી ભાષા( દ્વિતિય ભાષા)3030
વિભાગ 4ગણિત3030
વિભાગ 5પર્યાવરણ , સામાન્ય જ્ઞાન, શિક્ષણના વર્તમાન પ્રવાહો3030
કુલ ગુણ150150

ફોર્મ કેવી રીતે ભરવુ: Gujarat TET 1 Exam Notification 2025

  1. સૌપ્રથમ http://ojas.gujarat.gov.in વેબસાઈટ જાઓ અને “Apply Now” પર ક્લિક કરો.
  2. ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી (નામ, જન્મતારીખ, જાતિ વગેરે) ભરો.
  3. “Educational Details” માં તમારી શૈક્ષણિક યોગ્યતા ભરો અને “Save” કરો. મળેલો Application Number નોંધી લો.
  4. ફોટો અને સહી JPG ફોર્મેટમાં (મહત્તમ 10 KB) અપલોડ કરો. ફોટાનું માપ 5 cm × 3.6 cm અને સહીનું માપ 2.5 cm × 7.5 cm હોવું જોઈએ.
  5. “Confirm Application” પર ક્લિક કરીને તમામ વિગતો ચકાસો. જો ભૂલ હોય તો “Edit Application” કરો.
  6. બધી માહિતી સાચી હોય તો અરજીની પુષ્ટિ (Confirm) કરો અને મળેલો Confirmation Number સાચવી રાખો.
  7. છેલ્લે, ફી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરો અને ચુકવણીની રસીદ સંભાળી રાખો.

ભરતી વિશે અગત્યની તારીખો: Gujarat TET 1 Exam Notification 2025

કાર્યક્રમતારીખ
જાહેરનામું પ્રકાશિત થયા તારીખ14/10/2025
ઓનલાઈન અરજીની શરૂઆત29/10/2025
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ12/11/2025
ઓનલાઈન અરજી ફી ભરવાની છેલ્લી તારીખ14/11/2025
પરીક્ષાનો સંભવિત મહિનો અને તારીખ14/12/2025

ભરતી વિશે અગત્યની લિક્સ: Gujarat TET 1 Exam Notification 2025

જાહેરનામાની PDfઅહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે(OJAS)અહી ક્લિક કરો
રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) ઓફિસિયલ વેબસાઇટઅહી ક્લિક કરો

Read Also: BSF Constable GD Recruitment 2025: ઓનલાઈન ફોર્મ, પગાર અને પસંદગી પ્રક્રિયા

Savan Parmar

"I am Savan Parmar, experienced in writing job update articles for over 1.5 years. I provide accurate and useful job-related content for multiple websites."

---Advertisement---

Related Post

GSSSB Laboratory Assistant Bharti 2025- ફોર્મ Reopen, અરજી પ્રક્રિયા, અને છેલ્લી તારીખ

GSSSB Laboratory Assistant Bharti 2025: ધોરણ 12 પાસ પર લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી GSSSB Laboratory Assistant Bharti 2025: GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર ...

Leave a Comment