---Advertisement---

LIC AAO Generalist Recruitment 2025 -350 પોસ્ટ માટે અરજી કરો

By Savan Parmar

Published on:

LIC AAO Generalist Recruitment 2025
---Advertisement---

LIC AAO Generalist Recruitment 2025 -ઓનલાઈન અરજી, તારીખો અને ખાલી જગ્યાઓ

LIC AAO Generalist Recruitment 2025 : ભારતીય જીવન વીમા નિગમ (LIC) દ્વારા સહાયક વહીવટી અધિકારી (AAO – જનરલિસ્ટ)ની 350 ખાલી જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. ઉમેદવારો ફક્ત ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની અધિકૃત વેબસાઇટ મારફતે જ અરજી કરી શકે છે. આ ભરતી માટે નિર્ધારિત પાત્રતા માપદંડો, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, ફી, પસંદગી પ્રક્રિયા તથા મહત્વપૂર્ણ તારીખોની વિગતવાર માહિતી સત્તાવાર જાહેરાતની નોટીફિકેશનમાં આપવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને સૂચના આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા સંપૂર્ણ જાહેરાત ધ્યાનપૂર્વક વાંચે અને ત્યારબાદ જ ફોર્મ ભરે.

આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો 16 ઓગસ્ટ 2025 થી 08 સપ્ટેમ્બર 2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.આ ભરતી અંતર્ગત નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડશે, જેમાં પ્રિલીમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અરજી ફી, ઉંમર મર્યાદા તથા તેમાં મળતી છૂટછાટ અને ભરતીનુ સત્તાવાર નોટીફિકેશન આ આર્ટીકલમા આપવામાં આવી છે. સાથે જ આ ભરતીની અગત્યની તારીખો, અધિકૃત નોટિફિકેશન અને ઓનલાઈન ફોર્મ ભરવાની સીધી લિંક પણ આ લેખમાં આપવામા આવી છે. ફોર્મ ભરતા પહેલા અહી આર્ટીકલમા આપેલી માહિતી અને સત્તાવાર નોટીફિકેશન વાંચો.

ભરતી વિશે ટુંક્મા માહિતી: LIC AAO Generalist Recruitment 2025

જાહેરાત વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થાLife Insurance Corporation of India(LIC)
ભરતી વર્ષ2025
પોસ્ટનુ નામસહાયક વહીવટી અધિકારી (AAO-Generalist)
કુલ ખાલી જગ્યાઓ350
પગાર ધોરણRs.88635 –169025 per month+અન્ય સ્વીકાર્ય ભથ્થાં
પસંદગી પ્રક્રિયાપ્રિલીમ પરીક્ષા+મુખ્ય પરીક્ષા+ઇન્ટરવ્યુ
નોકરીનુ સ્થળભારતમા ગમે ત્યા
અરજી મોડઓનલાઈન
ઓનલાઈનઅરજી શરૂ થવાની તારીખ16 ઓગસ્ટ 2025
ઓનલાઈનઅરજીની છેલ્લી તારીખ08 સપ્ટેમ્બર 2025
વય મર્યાદા22 થી 35 વર્ષ (પોસ્ટ મુજબ છૂટછાટ લાગુ)
સત્તાવાર વેબસાઈટwww.licindia.in

પોસ્ટ અને ખાલી જગ્યાઓ: LIC AAO Generalist Recruitment 2025

  • જગ્યાને લગતી વધુ માહિતી માટે જાહેરાતનુ નોટીફિકેશન વાંચો.
કેટેગરીઅનૂસુચિત જાતી (SC) અનૂસુચિત જનજાતી (ST) OBC – Non Creamy LayerEWSજનરલકુલ ખાલી જગ્યાઓ
વર્તમાન વર્ષની ખાલી જગ્યાઓ51228838142341
Backlog(આગળના વર્ષની ખાલી રહેલી જગ્યાઓ)0639
કુલ51289138142350

શૈક્ષણિક લાયકાત: LIC AAO Generalist Recruitment 2025

  • માન્યતા પ્રાપ્ત ભારતીય યુનિવર્સિટી/સંસ્થામાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી.

ઉંમર મર્યાદા: LIC AAO Generalist Recruitment 2025

  1. ઉમેદવારની ઉંમર 01/08/2025 ના રોજ 21 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 30 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  2. એટલે કે ઉમેદવારનો જન્મ તારીખ 02/08/1995 થી 01/08/2004 વચ્ચે થયેલો હોવો જોઈએ.
  3. અનામત કેટેગરીના ઉમેદવારોને નીચે મુજબ ઉંમર મર્યાદામા છૂટછાટ મળવાપાત્ર રહેશે.
  4. ઉંમર મર્યાદા વધુ માહિતી માટે સત્તાવાર નોટીફિકેશન વાંચો.
કેટેગરીછૂટછાટ
SC / ST5 વર્ષ
OBC3 વર્ષ
PwBD (સામાન્ય / GEN)10 વર્ષ
PwBD (SC / ST)15 વર્ષ
PwBD (OBC)13 વર્ષ

અરજી ફી: LIC AAO Generalist Recruitment 2025

ઉમેદવારનો વર્ગફી / ચાર્જીસ
અન્ય તમામ ઉમેદવારો₹700 + ટ્રાન્ઝેક્શન ચાર્જ + GST
SC / ST / PwBD ઉમેદવાર₹85 + ટ્રાન્ઝેક્શન ચાર્જ + GST

પસંદગી પ્રક્રિયા: LIC AAO Generalist Recruitment 2025

  1. પ્રાથમિક પરીક્ષા
  2. મુખ્ય પરીક્ષા
  3. ઇન્ટરવ્યુ
  4. મેડીકલ તપાસ

પ્રાથમિક પરીક્ષા:

  • પ્રાથમિક પરીક્ષા ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે, જેમાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે.પરીક્ષામાં ત્રણ અલગ વિભાગો રહેશે અને દરેક વિભાગ માટે અલગ સમય આપવામાં આવશે.પ્રાથમિક પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ પધ્ધતિ રહેશે નહી.
વિભાગનું નામપ્રશ્નોની સંખ્યાકુલ ગુણપરીક્ષા ભાષાસમયગાળો
તાર્કિક ક્ષમતા (Reasoning Ability)3535અંગ્રેજી અને હિન્દી20
પરિમાણાત્મક ક્ષમતા (Quantitative Aptitude)3535અંગ્રેજી અને હિન્દી20
અંગ્રેજી ભાષા (Grammar, Vocabulary, Comprehension સહિત)3030અંગ્રેજી20
કુલ100701 કલાક

મુખ્ય પરીક્ષા:

  • મુખ્ય પરીક્ષામાં કુલ ૩૦૦ ગુણની ઓબ્જેક્ટિવ પરીક્ષા અને ૨૫ ગુણની વર્ણનાત્મક પરીક્ષા લેવામા આવશે. બંને પરીક્ષા ઓનલાઇન માધ્યમથી લેવામાં આવશે.
વિભાગનું નામપ્રશ્નોની સંખ્યાકુલ ગુણપરીક્ષાની ભાષાસમયગાળો
રીઝનિંગ એબિલિટી (Reasoning Ability)3090અંગ્રેજી અને હિન્દી40 મિનિટ
જનરલ નોલેજ, કરંટ અફેર્સ (General Knowledge, Current Affairs)3060અંગ્રેજી અને હિન્દી20 મિનિટ
ડેટા એનાલિસિસ & ઈન્ટરપ્રિટેશન (Data Analysis & Interpretation)3090અંગ્રેજી અને હિન્દી40 મિનિટ
ઈન્શ્યોરન્સ અને ફાઇનાન્સિયલ માર્કેટ અવેરનેસ (Insurance & Financial Market Awareness)3060અંગ્રેજી અને હિન્દી20 મિનિટ
કુલ1203002 કલાક
અંગ્રેજી ભાષા વર્ણનાત્મક પેપર (Descriptive Paper: Emails, Reports, Situation Analysis & Precis Writing)225ફક્ત અંગ્રેજી30 મિનિટ

ઇન્ટરવ્યુ:

  • ફાઈનલ મેરિટ લિસ્ટ મુખ્ય પરીક્ષા + ઇન્ટરવ્યૂના કુલ ગુણના આધારે બનાવવામા આવશે.
કેટેગરીઇન્ટરવ્યુના કુલ ગુણપાસિંગ માર્ક
General/EWS/OBC6030
SC / ST / PwBD6027

અરજી કેવી રીતે કરવી: LIC AAO Generalist Recruitment 2025

  1. સૌપ્રથમ, Life Insurance Corporation of India(LIC)ની official site www.licindia.in પર જાઓ.
  2. ત્યારબાદ Official siteના હોમપેજ પર “Recruitment / Careers” પર જાઓ.
  3. “LIC AAO Recruitment 2025” માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા “New Registration” પર ક્લિક કરો અને માહિતી ભરીને પ્રક્રિયા પુર્ણ કરો.(તમારું નામ, ઈમેલ ID અને મોબાઈલ નંબર દાખલ કરો.)
  4. રજીસ્ટ્રેશન થયા બાદ તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ SMS/ઈમેલ દ્વારા મળશે.લોગિન કરી(રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો).
  5. Application Formમા વ્યક્તિગત માહિતી (નામ, જન્મ તારીખ, સરનામું), શૈક્ષણિક લાયકાત અને કેટેગરી,વય મર્યાદા,વિગતો ભરો
  6. પાસપોર્ટ સાઇઝ ફોટો,સહી અને જરૂરી ડોક્યુમેન્ટ યોગ્ય ફોર્મેટમાં અપલોડ કરો.
  7. લાગુ પડતી એપ્લિકેશન ફી Online (Debit/Credit/Net Banking/UPI) માધ્યમથી ભરો.
  8. અંતિમ સબમિશન ફોર્મ ભર્યા પહેલા Preview કરો અને વિગતો ચકાસો.“Final Submit” બટન પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.
  9. Final Submit પછી Application Form PDFનું પ્રિન્ટઆઉટ કાઢી લો.

ભરતી વિશે અગત્યની તારીખો: LIC AAO Generalist Recruitment 2025

ભરતીને લગતો કાર્યક્રમતારીખ
ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત16/08/2025
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ08/09/2025
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ08/09/2025
ઓનલાઇન પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડપરીક્ષા પહેલા 7 દિવસ
ઓનલાઇન પ્રાથમિક પરીક્ષા (અંદાજિત)03/10/2025
ઓનલાઇન મુખ્ય પરીક્ષા (અંદાજિત)08/11/2025

ભરતી વિશે અગત્યની લિક્સ: LIC AAO Generalist Recruitment 2025

Full Notificationઅહી ક્લિક કરો
Apply Online (ફોર્મ ભરવા માટેની લિંક)અહી ક્લિક કરો
ઓફીસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
---Advertisement---

Related Post

GSSSB Laboratory Assistant Recruitment 2025- પ્રયોગશાળા મદદનીશ ભરતી

GSSSB પ્રયોગશાળા મદદનીશ ભરતી 2025– ઓનલાઈન અરજી પ્રક્રિયા GSSSB Laboratory Assistant Recruitment 2025: GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ...

GSSSB Municipal sanitary inspector Bharti 2025-ઓનલાઈન અરજી અને વિગતવાર માહિતી

GSSSB Municipal sanitary inspector Bharti 2025: ઓનલાઇન અરજી, વય મર્યાદા અને પગાર વિગતો GSSSB Municipal sanitary inspector 2025: GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ),ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને ...

GAU Laboratory Technician Vacancy 2025- ગુજરાત કૃષિ યુનિવર્સિટી લેબોરેટરી ટેકનિશિયન ભરતી

GAU Laboratory Technician Vacancy 2025: કુલ 57 જગ્યાઓ માટે હમણા જ અરજી કરો GAU Laboratory Technician Vacancy 2025: ગુજરાત રાજયની ચાર અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ કૃષિ યુનિર્વાર્સટી, ...

Amdavad Traffic TRB Recruitment 2025: કુલ 650 ખાલી જગ્યાઓ માટે અરજી કરો

Amdavad Traffic TRB Recruitment 2025: લાયકાત,ફોર્મ કેવી રીતે ભરવું,અરજી ફોર્મ Amdavad Traffic TRB Recruitment 2025: અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કુલ 650 ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક/ સેવિકાની પસંદગી કરવા ...

Leave a Comment