Railway NTPC Bharti 2025 – Railway NTPC 2025 ભરતીની સંપૂર્ણ માહિતી
Railway NTPC Bharti 2025: ભારતીય રેલવે દ્વારા જાહેર થતી RRB NTPC (Non-Technical Popular Categories) હેઠળ વિવિધ નોન-ટેકનિકલ પદો માટે પરીક્ષા લેવાય છે જેમ કે ક્લાર્ક, ટાઇપિસ્ટ, ગુડ્સ ગાર્ડ, સ્ટેશન માસ્ટર, વગેરે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ ઓછામાં ઓછું 12 પાસ અથવા ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. ભરતી પ્રક્રિયામાં CBT (Computer Based Test), ટાઇપિંગ ટેસ્ટ (અમુક લાગુ પડતી પોસ્ટ માટે), અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને છેલ્લે મેડીકલ તપાસ જેવા સ્ટેપ માંથી પસાર થવાનું હોય છે.આ વર્ષે રેલવે રેક્રૂટમેંન્ટ બોર્ડ આવનારા સમયમાં કુલ 30307 પોસ્ટ માટે ભરતી કરશે જેના ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે તેમજ ભરતીને લગતી તમામ માહિતી અહી આર્ટિકલમાં આપી છે.
રેલવે મા નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આવ્યા મોટી ભરતીના સમાચાર. રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRBs) દ્વારા નોન-ટેકનિકલ (NTPC) ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટની પોસ્ટ્સ માટે શોર્ટ નોટીસ જાહેર કરવામાં આવી છે.રેલ્વે દ્વારા દર વર્ષે ટેકનિકલ અને નોન ટેકનિકલ પોસ્ટ માટે ભરતી કરવામા આવે છે ચાલુ વર્ષમા રેલવે દ્વારા કુલ ૩૦૩૦૭ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવશે આ ભરતીમાં માંગ્યા મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆત ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ થી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ફોર્મ ભરી શકાશે.
આ ભરતીની વિગતવાર માહીતિ માટે આર્ટીકલ વાંચો.આ આર્ટીકલમા ભરતી વિશે મહિતી જેવી કે શૈક્ષણીક લાયકાત , વય મર્યાદા , પસંદગી પ્રકિયા , ફોર્મ ભરવાની અગત્યની તારીખ વગેરે આપેલી છે. ફોર્મ ભરતા પહેલા આર્ટીકલ ધ્યાનથી વાંચો.
ભરતી વિશે ટુંક્મા મહિતી: Railway NTPC Bharti 2025
સંસ્થાનુ નામ | રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRB) |
---|---|
પોસ્ટનું નામ | નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC) ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ્સ |
જાહેરાત નંબર | ૦૩/૨૦૨૫- ૦૪/૨૦૨૫ |
ખાલી જગ્યાઓ | ૩૦૩૦૭ |
નોકરીનુ સ્થળ | ભારતમા ગમે ત્યા |
અરજી શરૂ કરવાની તારીખ | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ |
અરજી કરવાની છેલ્લી તારીખ | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૫ |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગાર ધોરણ | પોસ્ટ મુજબ |
અરજી કેવી રીતે કરવી | ઓનલાઈન |
ઓફિસિયલ વેબસાઈટ | indianrailways.gov.in |
શૈક્ષણિક લાયકાત: Railway NTPC Bharti 2025
- ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ માટે:
ઉમેદવારોએ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (Graduate) ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકે છે. - અંડર ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ માટે:
ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ (10+2) અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોય તેવા ઉમેદવારો આ પોસ્ટ માટે ફોર્મ ભરી શકે છે.
પોસ્ટનુ નામ પગાર ધોરણ અને જગ્યાઓ: Railway NTPC Bharti 2025
પોસ્ટનું નામ | પે લેવલ | પગાર ધોરણ | પોસ્ટ મુજબ જગ્યાઓ |
---|---|---|---|
ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર | લેવલ ૬ | ₹ ૩૫૪૦૦ – ₹ ૧૧૨૪૦૦ | ૬૨૩૫ |
સ્ટેશન માસ્ટર | લેવલ ૬ | ₹ ૩૫૪૦૦ – ₹ ૧૧૨૪૦૦ | ૫૬૨૩ |
ગુડ્સ ટ્રેન મેનેજર | લેવલ ૫ | ₹ ૨૯૨૦૦ – ₹ ૯૨૩૦૦ | ૩૫૬૨ |
જૂનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ | લેવલ ૫ | ₹ ૨૯૨૦૦ – ₹ ૯૨૩૦૦ | ૭૫૨૬ |
સીનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ | લેવલ ૫ | ₹ ૨૯૨૦૦ – ₹ ૯૨૩૦૦ | ૭૩૬૭ |
કુલ જગ્યાઓ | ૩૦૩૦૭ |
વય મર્યાદા: Railway NTPC Bharti 2025
પોસ્ટનુ નામ | ઓછામા ઓછી ઉંમર | વધુમા વધુ ઉંમર |
---|---|---|
અંડર ગ્રેજ્યુએટ લેવલ | ૧૮ વર્ષ | ૩૦ વર્ષ |
ગ્રેજ્યુએટ લેવલ | ૧૮ વર્ષ | ૩૩ વર્ષ |
- COVID-19 રોગચાળાને કારણે એક વખતની માપદંડ તરીકે ૦૩ વર્ષની વધારાની છૂટછાટ મળવાપાત્ર રહેશે.
- સરકારી નિયમો મુજબ અનામત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળશે.
- ઉંમર મર્યાદા અને છૂટછાટ અંગેની સંપૂર્ણ વિગતો માટે સત્તાવાર ભરતીનુ નોટિફિકેશન વાંચો.
પરીક્ષા ફી અને તેની વિગતો: Railway NTPC Bharti 2025
વર્ગ | ફી | રિફંડની વિગતો |
---|---|---|
GENERAL / EWS / OBC | ₹500/- | પ્રાથમિક પરીક્ષા (CBT) પરીક્ષામાં હાજર રહ્યા બાદ ₹400 પરત મળવાપાત્ર રહેશે. |
SC / ST / ભૂતપૂર્વ સૈનિક / મહિલા / ટ્રાન્સજેન્ડર / લઘુમતી / EBC | ₹250/- | પ્રાથમિક પરીક્ષા (CBT) પરીક્ષામાં હાજર રહ્યા બાદ ₹250 પરત મળવાપાત્ર રહેશે. |
પસંદગી પ્રક્રિયા અને અભ્યાસ્ક્રમ: Railway NTPC Bharti 2025
પોસ્ટનું નામ | પસંદગી પ્રક્રિયા સ્ટેપ્સ | વિષયો અને ગુણભાર |
---|---|---|
ગ્રેજ્યુએટ પોસ્ટ માટે | 1. પ્રાથમિક પરીક્ષા (CBT-1) 2. મુખ્ય પરીક્ષા (CBT-2) 3. ટાઇપિંગ ટેસ્ટ (જો લાગુ પડે ત્યારે) 4. ડોકયુમેન્ટ વેરિફીકેશન 5. મેડીકલ તપાસ | પ્રાથમિક પરીક્ષા (CBT-1): – 100 માર્કસ | 90 મિનિટ | વિષયો: જનરલ અવેરનેસ, મેથમેટિક્સ, રીઝનિંગ મુખ્ય પરીક્ષા (CBT-2): – 120 માર્કસ | 90 મિનિટ | વધુ વિષયવાર પ્રશ્નો ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ: – અમુક પોસ્ટ માટે લાગુ પડશે| અંગ્રેજી/હિન્દી ટાઇપિંગ ઝડપ ચકાસાશે ડોકયુમેન્ટ વેરિફીકેશન: – શૈક્ષણિક પ્રમાણપત્ર, ઓળખ દસ્તાવેજો, જાતિ આધારિત પુરાવા મેડીકલ તપાસ: – પોસ્ટ પ્રમાણે તબીબી તપાસ |
અંડર ગ્રેજ્યુએટ(12 પાસ) પોસ્ટ માટે | 1. પ્રાથમિક પરીક્ષા (CBT-1) 2. મુખ્ય પરીક્ષા (CBT-2) 3. ટાઈપિંગ ટેસ્ટ (લાગુ પડે ત્યારે) 4. ડોકયુમેન્ટ વેરિફીકેશન 5. મેડીકલ તપાસ | પ્રાથમિક પરીક્ષા (CBT-1): – 100 માર્કસ | 90 મિનિટ | વિષયો: જનરલ અવેરનેસ, મેથમેટિક્સ, રીઝનિંગ મુખ્ય પરીક્ષા (CBT-2): – 120 માર્કસ | 90 મિનિટ | પોસ્ટ પ્રમાણે પ્રશ્નો ટાઈપિંગ ટેસ્ટ: – અમુક પોસ્ટ માટે લાગુ પડ્શે| અંગ્રેજી/હિન્દી ટાઇપિંગ ઝડપ ચકાસાશે ડોકયુમેન્ટ વેરિફીકેશન: – શૈક્ષણિક પ્રમાણપત્ર, ઓળખ દસ્તાવેજો, જાતિ આધારિત પુરાવા મેડીકલ તપાસ: – પોસ્ટ પ્રમાણે તબીબી તપાસ |
ફોર્મ કેવી રીતે ભરવુ: Railway NTPC Bharti 2025
- સૌપ્રથમ,રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB) ની ઓફીસિઅલ વેબસાઇટ https://www.rrbapply.gov.in પર જાઓ.
- હોમપેજ પર CEN No. 03/2025(અંડર ગ્રેજ્યુએટ) અથવા CEN No. 04/2025 (ગ્રેજ્યુએટ પોસ્ટ્સ) માટે “Apply Online” લિંક આપી હશે જેમા ફોર્મ ભરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
- “New Registration” માટે જરૂરી વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
- રજીસ્ટ્રેશન પછી લોગિન કરીને અરજી ફોર્મમા માંગ્યા મુજબ માહીતી કાળજીપૂર્વક ભરો.
- જરૂરી પ્રમાણપત્રો, જેમ કે લાયકાત આધારિત અને જાતીનુ પ્રમાણપત્ર, ફોટોગ્રાફ અને સહી, સ્કેન કરીને માંગ્યા મુજબ અપલોડ કરો.
- અરજી ફી ની(જો લાગુ પડતી હોય તો) ઓનલાઈન માધ્યમથી ચુકવણી કરો.( અરજી ફી તમારા ખાતા માંથી ભરો જેથી રિફંડ તમારા ખાતા માજ પરત મળે)
- ભરેલા ફોર્મની વિગતો બરાબર તપાસો અને “FINAL SUBMIT ” બટન પર ક્લિક કરો.
- ભવિષ્યના ઉપયોગ માટે ભરેલા અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો અને તેને સાચવી રાખો
ભરતીને લગતી અગત્યની તારીખો: Railway NTPC Bharti 2025
ફોર્મ ભરવાની શરૂઆત થશે | ૩૦ ઓગસ્ટ ૨૦૨૫ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૨૯ સેપ્ટેમ્બર ૨૦૨૫ |
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | (જાહેર થયા બાદ અહી અપડેટ કરવામા આવશે) |
ફોર્મ ભરવા તેમજ નોટીફિકેશનની લિંક: Railway NTPC Bharti 2025
શોર્ટ નોટીફિકેશન: | અહી ક્લિક કરો |
ફુલ નોટીફિકેશન | અહી ક્લિક કરો(જાહેર થયા બાદ અહી અપડેટ કરવામા આવશે) |
ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો(૩૦ ઓગસ્ટ ૨૦૨૫ શરૂઆત થસે) |