Revenue Talati New Syllabus 2025 | રેવન્યુ તલાટી નવો અભ્યાસક્રમ 2025
ગુજરાત સરકાર દ્વારા મહેસુલ વિભાગ હેઠળ યોજાતી રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા રાજ્યની સૌથી લોકપ્રિય ભરતી પરીક્ષાઓમાંની એક ગણાય છે. ગ્રામ્ય સ્તરે જમીન માપણી, રેકોર્ડ સંભાળ, કર વસૂલાત અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે રેવન્યુ તલાટી નું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે. દર વર્ષે હજારો ઉમેદવારો આ પરીક્ષા માટે તૈયારી કરતા હોય છે. તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા રેવન્યુ તલાટી માટેનો નવો અભ્યાસક્રમ (New Syllabus) જાહેર કરવામાં આવ્યો છે. નવા અભ્યાસક્રમ મુજબ હવે પરીક્ષા વધુ સ્પર્ધાત્મક બની ગઈ છે કારણ કે તેમાં તાજેતરની પરિસ્થિતિઓ, સરકારી યોજનાઓ, ગુજરાતના ઈતિહાસ અને ગ્રામ વિકાસ સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ આર્ટીકલમાં અમે નવા અભ્યાસક્રમની વિગતવાર માહિતી આપિશુ, જેથી તૈયારી કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માહિતી મળી રહે.નવા અભ્યાસક્રમ પ્રાથમિક પરીક્ષામા પ્રશ્નો બહુવિધ વિકલ્પ આધારિત (MCQ) રહેશે અને મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક પ્રકારે લેવામા આવશે જેમા ગુજરાતી અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન આધારિત પ્રશ્નો પુછવામા આવશે. સમગ્ર ગુજરાત સાથે જોડાયેલી સામાજિક-આર્થિક માહિતી પણ આવરી લેવામાં આવી છે.
ભરતી બોર્ડ વિષે માહિતી: Revenue Talati New Syllabus 2025
ભરતી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) પોસ્ટનું નામ રેવન્યુ તલાટી જગ્યાઓ ૨૩૮૯ નોકરીનો ક્લાસ વર્ગ ૩ પગાર ધોરણ ₹ ૨૬૦૦૦/- આર્ટીકલનો પ્રકાર અભ્યાસક્રમ પસંદગી પ્રક્રિયા પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/
પ્રાથમિક પરીક્ષા Multiple Choice Question (MCQ) આધારિત હશે.
પરીક્ષાનું માધ્યમ બધા વિષયો માટે ગુજરાતી રહેશે, જ્યારે અંગ્રેજી વિષય માટે પ્રશ્નો અંગ્રેજીમાં રહેશે.
દરેક પ્રશ્નના સાચા જવાબ માટે ૦૧ ગુણ મળવા પાત્ર રહેશે.
ઉમેદવારને બધા પ્રશ્નોના ઉત્તર આપવા ફરજિયાત રહેશે.
ખોટો જવાબ આપ્યા પર ૦.૨૫ ગુણની માઈનસ પધ્ધતિ લાગુ પડશે.
દરેક પ્રશ્નમાં “Not attempted” એવો વિકલ્પ રહેશે; જો ઉમેદવાર આ વિકલ્પ પસંદ કરે તો તે પ્રશ્ન માટે માઈનસ પધ્ધતિ લાગુ નહીં પડે.
જો કોઈ પ્રશ્ન માટે કોઈપણ વિકલ્પ પસંદ ન કરવામાં આવે તો તે માટે પણ ૦.૨૫ ગુણની માઈનસ પધ્ધતિ લાગુ પડશે.
દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોને પ્રતિ કલાક 20 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે.
આના વિશે પણ વાંચો: Gujarat Agricultural University Junior Clerk Bharti – અરજી કરવાની સંપૂર્ણ માહિતી
પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ : Revenue Talati New Syllabus 2025
ક્રમ વિષય ગુણ ૧ ગુજરાતી ૨૦ ગુણ ૨ અંગ્રેજી ૨૦ ગુણ ૩ બંધારણ/જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર ૩૦ ગુણ ૪ ઈતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ અને વારસો ૩૦ ગુણ ૫ પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી ૩૦ ગુણ ૬ વર્તમાન પ્રવાહો ૩૦ ગુણ ૭ ગણિત અને તર્કશક્તિ ૪૦ ગુણ કુલ ગુણ ૨૦૦ ગુણ
ગુજરાતી પેપર માટે પ્રશ્નોનુ ધોરણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ના ઉચ્ચ કક્ષાના ગુજરાતી વિષય જેટલુ રહેશે.
અંગ્રેજી પેપર માટે પ્રશ્નોનુ ધોરણ પણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ના ઉચ્ચ કક્ષાના અંગ્રેજી વિષય જેટલુ રહેશે.
ગુજરાતી, અંગ્રેજી તેમજ સામાન્ય અભ્યાસ (General Studies) વિષય માટેના અભ્યાસક્રમની વિગતો અહી આર્ટીકલમા આપી છે, વધુ માહીતી માટે આર્ટીકલ વાંચો.
મુખ્ય પરીક્ષાના તમામ પ્રશ્નપત્રો વર્ણનાત્મક પ્રકારના (Descriptive Type) હશે.
દિવ્યાંગ ઉમેદવારો (PWD Category) માટે દર એક કલાકના પેપર માટે વધારાના વીસ મિનિટ સુધીનો સમય વધારાના સમય તરીકે આપવામાં આવી શકે છે.
અભ્યાસ્ક્રમની વધુ માહીતી માટે અભ્યાસ્ક્રમની વિગતવાર નોટિફિકેશન વાંચો.
મુખ્ય પરીક્ષાનો અભ્યાસ્ક્રમ: Revenue Talati New Syllabus 2025
પેપર નંબર વિષય ગુણ સમયગાળો ૧ ગુજરાતી ભાષા ૧૦૦ ૦૩ કલાક ૨ અંગ્રેજી ભાષા ૧૦૦ ૦૩ કલાક ૩ સામાન્ય અભ્યાસ ૧૫૦ ૦૩ કલાક કુલ ગુણ ૩૫૦ ગુણ
આના વિશે પણ વાંચો: Gujarat Agricultural University Junior Clerk Bharti – અરજી કરવાની સંપૂર્ણ માહિતી
મુખ્ય પરીક્ષા ગુજરાતીનો વિગતવાર અભ્યાસક્રમ: Revenue Talati New Syllabus 2025
વિભાગ વિષયવસ્તુ ગુણ શબ્દ મર્યાદા / વિગત ૧ નિબંધ ૧૦ ત્રણમાંથી કોઈપણ એક વિષય – આશરે ૨૦૦ શબ્દો (વર્ણનાત્મક/વિશ્લેષણાત્મક/ચિંતનાત્મક/વર્તમાન સમસ્યા) ૨ વિચારવિસ્તાર ૧૦ ત્રણમાંથી કોઈપણ બે આશરે ૧૦૦ શબ્દો પ્રતિ પ્રશ્ન (કાવ્યપંક્તિ/ગદ્યસૂક્તિ) ૩ સંક્ષેપીકરણ ૧૦ આપેલા ગદ્યખંડમાંથી ૧/૩ ભાગમાં સંક્ષેપ તમારા શબ્દોમાં ૪ ગદ્યાસમીક્ષા ૧૦ આપેલા ગદ્યખંડ પરથી પ્રશ્નોના ઉત્તર આપવા ૫ પ્રચાર માધ્યમ નિવેદન ૧૦ વર્તમાન સમસ્યા/પ્રચાર માટે ૨૦૦ શબ્દોમાં નિવેદન લખવું ૬ પત્રલેખન ૧૦ અભિનંદન/વિનંતી/ફરિયાદ/શુભેચ્છા જેવા પત્ર – આશરે ૧૦૦ શબ્દોમાં ૭ ચર્ચાપત્ર ૧૦ વર્તમાન સમસ્યાઓ અથવા પ્રજાના પ્રશ્નો અંગે ૨૦૦ શબ્દોમાં ચર્ચા લેખ ૮ અહેવાલ લેખન ૧૦ કાર્યક્રમ અથવા ઘટનાનો અહેવાલ – આશરે ૨૦૦ શબ્દોમાં ૯ ભાષાંતર ૧૦ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ૧૦ વાક્યોનું અનુવાદ ૧૦ ગુજરાતી વ્યાકરણ ૧૦ રૂઢિપ્રયોગ, કહેવતો, સમાસ, છંદ, અલંકાર, શબ્દસમૂહ, જોડણી/ભાષા શુદ્ધિ, સંધિ, વાક્ય રચના, વાક્ય રચનાના અંગો/વાક્યના પ્રકાર/વાક્ય પરિવર્તન વગેરે
મુખ્ય પરીક્ષા અંગ્રેજીનો વિગતવાર અભ્યાસક્રમ: Revenue Talati New Syllabus 2025
Sr. No. Question Type Description Marks 1 Essay (150 words) Choose any one topic from a list of three. The essay can be descriptive, analytical, philosophical, or based on current affairs. 10 2 Letter Writing (150 words) A formal letter expressing one’s opinion about an issue related to office matters, a problem in the workplace, or a recent concern. 10 3 Report Writing (150 words) Write a report on an official function, event, field trip, or survey. 10 4 Writing on Visual Information (150 words) Prepare a report based on a graph, image, flow chart, table comparison, or statistical data. 10 5 Formal Speech (150 words) A formal speech for an inauguration, seminar, conference, or ceremony. 10 6 Precis Writing Summarize a 150-word passage into about 50 words in one paragraph. 10 7 Reading Comprehension A passage of about 250 words followed by short-answer type questions. 10 8 English Grammar 10 questions (2 marks each) covering Tenses, Voice, Narration, Transformation, Articles, Prepositions, Phrasal Verbs, Idioms, Synonyms/Antonyms, One-word substitution. 20 9 Translation Translate 10 sentences from Gujarati to English. 10 Total 100
આના વિશે પણ વાંચો: Gujarat Agricultural University Junior Clerk Bharti – અરજી કરવાની સંપૂર્ણ માહિતી
મુખ્ય પરીક્ષા સામાન્ય જ્ઞાન વિગતવાર અભ્યાસક્રમ: Revenue Talati New Syllabus 2025
ક્રમ વિષય ગુણ વિષયનું વર્ણન ૧ ગુજરાત અને ભારતનો ઈતિહાસ ૧૫ પ્રાચીનથી આધુનિક ઈતિહાસ, સ્વાતંત્ર્ય સંગ્રામ, મહત્વપૂર્ણ ઈતિહાસિક ઘટનાઓ અને નેતાઓની માહિતી. ૨ સાંસ્કૃતિક વારસો (ગુજરાતને પ્રાધાન્ય) ૧૫ ગુજરાતની લોકસંસ્કૃતિ, ઉત્સવો, કલા, સાહિત્ય અને પરંપરાગત વારસાની જાણકારી. ૩ ગુજરાત અને ભારતની ભૂગોળ ૧૫ ભૂસ્થિતિ, નદીઓ, પર્વતો, હવામાન, કૃષિ અને પ્રાકૃતિક સંસાધનો અંગે વિગતવાર અભ્યાસ. ૪ વિજ્ઞાન અને ટેકનોલોજી ૧૦ વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો, દૈનિક જીવનમાં તેનો ઉપયોગ, નવી ટેક્નોલોજી અને શોધખોળ. ૫ પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ ૩૦ વર્તમાન પ્રવાહો, સરકારની નવી યોજનાઓ, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને વર્તમાન સમાચાર પર આધારિત પ્રશ્નો. ૬ ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ ૨૦ ભારતીય બંધારણની રચના, મુખ્ય કલમો, ન્યાયતંત્ર અને રાજ્ય વ્યવસ્થાની રચના. ૭ ભારતીય અર્થતંત્ર અને આયોજન ૧૪ ભારતના અર્થતંત્રનો વિકાસ, બજેટ, આયોજન પંચ, ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રની માહિતી. ૮ જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ ૨૦ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ, જાહેર વહીવટની રચના અને ગ્રામ વિકાસ કાર્યક્રમો. ૯ જાહેર સેવામાં શિસ્ત તથા નિતિમત્તા (Ethics) ૧૦ સરકારી કર્મચારીઓ માટેની નૈતિક મૂલ્યો, શિસ્તના નિયમો અને જાહેર સેવામાં ઈમાનદારીના માપદંડ. કુલ ગુણ ૧૫૦ કુલ સમય: ૦૩ કલાક
syllbusની PDF ડાઉનલોડ કરો: Revenue Talati New Syllabus 2025
આના વિશે પણ વાંચો: Gujarat Agricultural University Junior Clerk Bharti – અરજી કરવાની સંપૂર્ણ માહિતી