---Advertisement---

Union Bank of India Recruitment 2025: જાણો લાયકાત, અરજી પ્રક્રિયા અને છેલ્લી તારીખ!

By Jobkhabritank

Updated on:

Union Bank of India Recruitment 2025
---Advertisement---

Union Bank of India Recruitment 2025: 250 (Specialist Officer) જગ્યા માટે ભરતી જાહેર

Union Bank of India Recruitment 2025: બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખુશખબર છે! યુનિયન બેંક ઓફ ઇન્ડિયા દ્વારા દર વર્ષે અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવામાં આવે છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (UBI) દ્વારા વેલ્થ મેનેજરની 250 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ ખાલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. અરજી કરવાની પ્રક્રિયા 05 ઓગસ્ટ 2025 થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025 છે. આ ભરતી અંતર્ગત પસંદ થયેલ ઉમેદવારને ₹64,820 થી ₹93,960 જેટલો શરુઆત પગાર ધોરણ આપવામાં આવશે, જેમાં વધારાના ભથ્થા અને લાભ પણ શામેલ રહેશે.

વેલ્થ મેનેજર પદ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 25 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારના નિયમો અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.આ પોસ્ટ માટે અરજી કરતા પહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઓફિશિયલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચે. તેમાં શૈક્ષણિક લાયકાત, જરૂરિયાત મુજબનો અનુભવ, પસંદગી પ્રક્રિયા, ફી તથા અરજી કરવાની પદ્ધતિ વગેરે બાબતોની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે.

ભરતી વિશે ટુંક્મા માહિતી: Union Bank of India Recruitment 2025

જાહેરાત વિગતોમાહિતી
ભરતી કરનાર સંસ્થાUnion Bank of India(UBI)
ભરતી વર્ષ2025
જાહેરાત મહિનોઓગસ્ટ 2025
પોસ્ટનુ નામવેલ્થ મેનેજર(Wealth Manager)
કુલ ખાલી જગ્યાઓ250
પગાર ધોરણબેઝિક ₹64820- ₹93960+ અન્ય ભથ્થા
પસંદગી પ્રક્રિયાપ્રિલિમ્સ + ઈન્ટરવ્યુ
અરજી મોડઓનલાઈન
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ05 ઓગસ્ટ 2025
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ25 ઓગસ્ટ 2025
વય મર્યાદા25 થી 35 વર્ષ (પોસ્ટ મુજબ છૂટછાટ લાગુ)
સત્તાવાર વેબસાઈટhttps://ibpsonline.ibps.in/ubiwmjul25/

આ પણ વાંચો: IBPS Customer Service Associates Recruitment 2025 – અરજી તારીખ, લાયકાત અને પસંદગી પ્રક્રિયા

શૈક્ષણિક લાયકાત: Union Bank of India Recruitment 2025

  • માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી 2 વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમા કોર્સ, જેમ કે MBA / MMS / PGDBA / PGDBM / PGPM / PGDM વગેરે.(ઉપરના તમામ કોર્સ ફુલ ટાઈમ અભ્યાસના હોવા જોઇએ અને 2 વર્ષના હોવા જોઈએ.)
  • જેને ભારત સરકાર અથવા ભારત સરકારના નિયમનકારી સંસ્થાઓ દ્વારા માન્યતા આપવામાં આવેલી હોય તેવોજ કોર્સ માન્ય ગણાશે.
  • NISM,IRDAI,NCFM,AMFI જેવા સંસ્થાઓના પ્રમાણપત્રો ધરાવનાર ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે
  • બેંક અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓમાં વેલ્થ મેનેજમેન્ટના વિભાગમાં અધિકારી અથવા મેનેજરની પોસ્ટ પર ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે.

ઉંમર મર્યાદા: Union Bank of India Recruitment 2025

આ ભરતી માટે ઉમેદવારની ઉંમર ઓછીમાં ઓછી 25 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉપરાંત, ઉમેદવાર જે કેટેગરીમાં આવે છે તે મુજબ તેમને ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

કેટેગરીઓછીમાં ઓછી ઉંમર વધુમાં વધુ ઉંમરછૂટછાટ
SC/ST25 વર્ષ35 વર્ષ05 વર્ષ
OBC(Non-creamy layer)25 વર્ષ35 વર્ષ03 વર્ષ
દિવ્યાંગ (PWD)25 વર્ષ35 વર્ષ10 વર્ષ
ભૂતપૂર્વ સૈનિક (ESM)25 વર્ષ35 વર્ષ05 વર્ષ
૧૯૮૪ના રમખાણોથી પ્રભાવિત વ્યક્તિઓ25 વર્ષ35 વર્ષ05 વર્ષ

આ પણ વાંચો: Railway NTPC Bharti 2025 : લાયકાત, પગાર ધોરણ અને અરજી તારીખ જાણો

અરજી ફી: Union Bank of India Recruitment 2025

કેટેગરીઅરજી ફી (GST સહિત)
અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે₹ 1180/-
SC / ST / PwBD ઉમેદવારો₹ 177/-

નોંધ: અરજી ફી ની ચુકવણી ઓનલાઇન માધ્યમથી કરવાની રહેશે .

પસંદગી પ્રક્રિયા: Union Bank of India Recruitment 2025

ક્રમ પરીક્ષાના વિષયોપ્રશ્નોની સંખ્યાગુણસમયમર્યાદા
ભાગ – 175 મિનિટ
1ગણિતીય ક્ષમતા 2525
2તર્કશક્તિ 2525
3અંગ્રેજી ભાષા 2525
ભાગ – 2વ્યવસાયિક જ્ઞાન ( જગ્યા વિશે)7515075 મિનિટ
કુલ ગુણ અને પ્રશ્નોની સંખ્યા150225150 મિનિટ

પરીક્ષા કેંન્દ્ર: ગુજરાતમા પરીક્ષા કેંન્દ્ર અમદાવાદ,ગાંધીનગર, રાજકોટ,સુરત, વડોદરા,આણંદ રહેશે.

અરજી કેવી રીતે કરવી: Union Bank of India Recruitment 2025

  1. સૌપ્રથમ, IBPS ની સત્તાવાર વેબસાઈટ www.ibps.in પર જાઓ.
  2. હોમપેજ પર તમને Recruitment of Wealth Managers (Specialist Officers)ની વિગતો જોવા મળશે હોમપેજ પર ““Click here for New Registration”” જેવી લિંક્સ જોવા મળશે.
  3. રજીસ્ટ્રેશન પ્રક્રિયા “New Registration” પર ક્લિક કરો અને માહિતી ભરીને પ્રક્રિયા પુર્ણ કરો.(તમારું નામ, ઈમેલ ID અને મોબાઈલ નંબર દાખલ કરો.)
  4. રજીસ્ટ્રેશન થયા બાદ તમને રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ SMS/ઈમેલ દ્વારા મળશે.લોગિન કરી(રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો).
  5. વ્યક્તિગત માહિતી (નામ, જન્મ તારીખ, સરનામું), શૈક્ષણિક લાયકાત અને કેટેગરીની વિગતો ભરો, વય મર્યાદા, અને જરૂરી દસ્તાવેજો તપાસો.
  6. પાસપોર્ટ સાઇઝ ફોટો (તાજો), સહી અને અંગૂઠાના નિશાન (Left Thumb Impression) JPG ફોર્મેટમાં અપલોડ કરો.
  7. એપ્લિકેશન ફી ભરવી ફી ભર્યા બાદ ટ્રાન્ઝેક્શન રસીદ સાચવો.ઑનલાઇન મોડ દ્વારા ફી ભરો (ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેન્કિંગ/UPI).
  8. અંતિમ સબમિશન ફોર્મ ભર્યા બાદ સંપૂર્ણ વિગતો ચકાસો.“Final Submit” બટન પર ક્લિક કરો અને ફોર્મ સબમિટ કરો.
  9. સબમિશન પછી એપ્લિકેશન ફોર્મનું પ્રિન્ટઆઉટ કાઢી ભવિષ્ય માટે સાચવો.

આ પણ વાંચો: BSF કોન્સ્ટેબલ ટ્રેડ્સમેન ભરતી 2025: અરજી તારીખ, પાત્રતા, પગાર અને પસંદગી પ્રક્રિયા

ભરતી વિશે અગત્યની તારીખો: Union Bank of India Recruitment 2025

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ05 ઓગસ્ટ 2025
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ25 ઓગસ્ટ 2025
એપ્લિકેશન ફી ની ચુકવણી (ઓનલાઈન)25 ઓગસ્ટ 2025

ભરતી વિશે અગત્યની લિક્સ: Union Bank of India Recruitment 2025

Full Notificationઅહી ક્લિક કરો
Apply Online (ફોર્મ ભરવા માટેની લિંક)અહી ક્લિક કરો
---Advertisement---

Related Post

BOB Officer Grade Recruitment 2025 – પાત્રતા, મહત્વપૂર્ણ તારીખો અને પગારની વિગત

BOB Officer Grade Recruitment 2025 – 417 પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો BOB Officer Grade Recruitment 2025: બેન્કિંગ ક્ષેત્રમાં કરિયર બનાવવાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્ત્વની જાહેરાત.બેંક ...

EHRMS Gujarat Anganwadi Bharti 2025 – સંપૂર્ણ માહિતી

EHRMS Gujarat Anganwadi Bharti 2025 – 9000 જગ્યાઓ પર ભરતી EHRMS Gujarat Anganwadi Bharti 2025: આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ગુજરાત સરકાર દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી ...

SBI Clerk Bharti 2025: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં જુનિયર એસોસિયેટ પદ માટે ઓનલાઇન ફોર્મ શરૂ

SBI Clerk Bharti 2025: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં જુનિયર એસોસિયેટ પોસ્ટ માટે ભરતી SBI Clerk Bharti 2025: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં જુનિયર એસોસિયેટ પદ માટે ઓનલાઇન ફોર્મ ...

Gujarat High Court District Judge Recruitment : અરજી પ્રક્રિયા, લાયકાત અને પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી

Gujarat High Court District Judge Recruitment માટે અરજી કરો – સંપૂર્ણ માર્ગદર્શિકા Gujarat High Court District Judge Recruitment: ગુજરાત હાઇકોર્ટ દ્વારા દર વર્ષે વિવિધ ખાલી જગ્યાઓ માટે ભરતી ...

Leave a Comment